Get The App

સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી હોવાની આશંકા, મુંબઈ પોલીસે સાચું નામ જાહેર કર્યું

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી હોવાની આશંકા, મુંબઈ પોલીસે સાચું નામ જાહેર કર્યું 1 - image

Saif ali Khan News | બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે મુંબઈ પોલીસે મુખ્ય આરોપી હુમલાખોરને પકડી પાડ્યો છે. પોલીસે આરોપીનું સાચું નામ જાહેર કરતાં જણાવ્યું કે તે મોહમ્મદ શરીફુલ ઈસ્લામ  શહેજાદ છે. તે બાંગ્લાદેશી હોવાની આશંકા છે કેમ કે તેની પાસે કોઈ ભારતીય પુરાવા નથી. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજોય દાસ કે પછી BJ તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. હાલમાં તેની ધરપકડ કરી ખાર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપીએ કહ્યું હતું કે આરોપીએ કબૂલ્યું છે કે તે ચોરીના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. તેને ખબર નહોતી કે આ સૈફ અલી ખાનનું ઘર છે. 



પ્રાથમિક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી પોતાનું નામ બિજોય દાસ કે પછી મોહમ્મદ ઈલિયાસ જેવા નામો આપી રહ્યો હતો. જોકે પોલીસે પૂછપરછ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પકડાયેલો આ આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે અને તે 5-6 મહિના પહેલાં જ તે મુંબઈ આવ્યો હોવાની ચર્ચા છે. મોડી રાતે લગભગ 100 જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો. આજે તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. જ્યાં રિમાંડની માગ કરાશે. 


બારમાં હાઉસકીપિંગ કરતો હતો 

માહિતી અનુસાર મો.શહેજાદ એ જ વ્યક્તિ છે જેણે 16 જાન્યુઆરીની રાતે ઘરમાં ઘૂસીને સૈફ પર ચપ્પાથી હુમલા કર્યા હતા. આરોપીની ઓળખ પહેલા વિજય દાસ તરીકે જાહેર કરાઈ હતી પરંતુ તે પછીથી મો.શહેજાદ હોવાનો ખુલાસો થયો છે. પકડાયા બાદ તેણે પોલીસ સામે સ્વીકાર્યું કે મેં જ સૈફ અને કરીનાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. મુંબઈ પોલીસે હાલ તેની ધરપકડ કરી છે. આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો. આરોપીની ઓળખ લગભગ 30 વર્ષની આજુબાજુ હોવાની આશંકા છે.  

સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી હોવાની આશંકા, મુંબઈ પોલીસે સાચું નામ જાહેર કર્યું 2 - image

સૈફ પર ચપ્પાથી 6 વખત હુમલો કર્યો હતો 

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન પર મોડી રાતે ઘરમાં ઘૂસીને ચપ્પાથી હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હુમલો ચોરીના ઈરાદે કરાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે હવે અસલ ચોર પકડાઈ ગયો છે ત્યારે તે સૈફના ઘરમાં કેમ ઘૂસ્યો હતો તેના રહસ્યો ઉઘાડા પડશે. હાલમાં સૈફની હાલત સ્થિર છે અને તે રિકવરી મોડમાં છે. ગઇકાલે જ ડૉક્ટરોએ તેનું હેલ્થ અપડેટ આપ્યું હતું જેમાં તે ઝડપથી રિકવર થઇ રહ્યો હોવાની જાણકારી આપી હતી. સૈફની સર્જરી પણ સફળ રહી હતી. 



સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશી હોવાની આશંકા, મુંબઈ પોલીસે સાચું નામ જાહેર કર્યું 3 - image





Google NewsGoogle News