કાશ્મીરના પૂર્વ CMની નાલેશીભરી હાર, ટેરર ફંડિંગ માટે સજા ભોગવતા એન્જિનિયરની જીત

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
કાશ્મીરના પૂર્વ CMની નાલેશીભરી હાર, ટેરર ફંડિંગ માટે સજા ભોગવતા એન્જિનિયરની જીત 1 - image


Omar Abdullah Lost Baramulla Election: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ખૂબ જ ચોંકાવનારા રહ્યાં છે. ભાજપ ગઠબંધન-NDAને યુપી સહિત અનેક રાજ્યોમાં મોટા આંચકાઓ સહન કરવા પડી રહ્યાં છે. દેશની એક સીટ પર , ટેરર ફંડિંગ માટે સજા ભોગવી રહેલા એન્જિનિયરે ઉમેદવારી નોંધાવી હતી અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ઉમેદવારે જેલમાંથી પણ આ બેઠક જીતી લીધી છે. અહિં વાત થઈ રહી છે જમ્મુ-કાશ્મીરની બારામુલા બેઠકની.

જમ્મુ અને કાશ્મીરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પોત-પોતાની બેઠકો પર ચૂંટણી હારી ગયા છે. ઓમર બારામુલામાં હારી ગયા છે જ્યારે મુફ્તીએ અનંતનાગમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે ચૂંટણી પંચ તરફથી હજુ આ અંગે સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ઓમર અબ્દુલ્લાને હરાવનાર એન્જિનિયરનું નામ રાશિદ શેખ છે. શેખે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને હાલમાં તે ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને તેમની સંબંધિત લોકસભા બેઠકો પર કારમી હારનો સામનો કરવો નિશ્ચિત છે. અબ્દુલ્લા બારામુલામાં બે લાખ વોટથી પાછળ છે જ્યારે મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી સીટ પર અઢી લાખ વોટથી પાછળ છે. બારામુલા લોકસભા સીટ પર ત્રીજા સ્થાને હાઇ પ્રોફાઇલ નેતા સાજિદ લોન છે, તે જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના ઉમેદવાર છે. ઓમરે મીડિયા ચેનલો સાથે વાત કરતા પોતાની હાર સ્વીકારી લીધી છે અને આ અંગે ટ્વિટ પણ કર્યું છે.

કોણ છે અબ્દુલ રાશિદ શેખ?

અબ્દુલ રાશિદ ઉર્ફે એન્જિનિયર રાશિદ શેખ હાલમાં ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે. બે વખતના ધારાસભ્ય અને અવામી ઇત્તેહાદ પાર્ટીના વડા રાશિદ બારામુલાથી ચૂંટણી લડી રહેલા 22 ઉમેદવારોમાંથી એક છે. NIA દ્વારા 2019માં ટેરર ફંડિંગ કેસમાં રાશિદની ધરપકડ કરવામાં આવી હતી. તેમના બે પુત્રો અબરાર રાશિદ અને અસરર રાશિદે તેમના વતી પ્રચાર કર્યો હતો. રાશિદ 2008 અને 2014માં લંગેટ વિધાનસભા ચૂંટણીથી જીત્યા હતા. જોકે 2019ની લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

બારામુલા સિવાય અનંતનાગ-રાજૌરી બેઠક પર લોકસભા ચૂંટણીમાં મહેબૂબા મુફ્તીને હરાવનાર નેશનલ કોન્ફરન્સના નેતા મિયાં અલ્તાફ અહેમદ છે. અહેમદ અને મુફ્તી વચ્ચે મતોનો તફાવત લગભગ 2.5 લાખથી વધુનો છે.



Google NewsGoogle News