જમ્મુ-કાશ્મીરમાં 7 લોકોની ટારગેટ કિલિંગ કરાવનારો ખૂંખાર સજ્જાદ ગુલ કોણ છે? જાણો તેના વિશે
Image: Facebook
Sheikh Sajjad Gul: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાથી જોડાયેલા ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટ (TRF) એ લીધી છે. રવિવારે થયેલા આ એટેકમાં એક ડોક્ટર સહિત 6 પ્રવાસી મજૂરોના મોત થઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર ટીઆરએફનો ચીફ શેખ સજ્જાદ ગુલ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. ગુલના કહેવા પર જ તેની સ્થાનિક ગેંગે આ ઘટનાને અંજામ આપ્યો. આ પહેલી વખત છે જ્યારે કાશ્મીરીઓ અને બિન-કાશ્મીરીઓને એકસાથે નિશાન બનાવવામાં આવ્યા છે. સિનિયર પત્રકાર શુજાત બુખારીની હત્યામાં પણ ટીઆરએફનું જ નામ આવ્યુ હતુ. જમ્મુ-કાશ્મીર પોલીસે આ હત્યાકાંડમાં સામેલ 3 લોકોની ઓળખ કરી હતી. હુમલામાં સામેલ 2 લોકો સાઉથ કાશ્મીરના રહેવાસી અને ત્રીજા પાકિસ્તાની નાગરિક હતા.
લશ્કર-એ-તૈયબાના મુખોટા સંગઠન ટીઆરએફની રચના શેખ સજ્જાદ ગુલે વર્ષ 2019માં કર્યું. જોકે, આ સંગઠન અસ્તિત્વમાં લાવવાનું ષડયંત્ર સરહદ પારથી ચાલી રહ્યુ હતુ. ટીઆરએફ લાંબા સમયથી કાશ્મીરમાં સક્રિય છે. જેની ગેંગોએ કાશ્મીરી પંડિતો, શિખો અને બહારના લોકોને ટાર્ગેટ કર્યા છે. ગત એક-દોઢ વર્ષમાં આ જૂથની રણનીતિમાં ફેરફાર થતું નજર આવ્યુ છે જેણે પહેલા ઘણા કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. રિપોર્ટ અનુસાર આતંકી જૂથ તરફથી ગાંદરબલમાં હુમલા વાળા સ્થાને ગત એક મહિનાથી રેકી કરવામાં આવી રહી હતી. આ પ્રકારના પૂરા પ્લાનિંગની સાથે જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઈટને નિશાન બનાવવામાં આવી. સૂત્રોએ જણાવ્યું કે આ ટાર્ગેટ કિલિંગને અંજામ આપવા માટે 2 થી 3 આતંકવાદીઓને મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાન પર બરાબરના ભડક્યાં ફારૂક અબ્દુલ્લા, કહ્યું- ભારત સાથે મિત્રતા કરવી હોય તો બંધ કરો આતંકવાદ
શિબિર પાછા ફરતાં મજૂરો પર અંધાધૂંધ ફાયરિંગ
ગાંદરબલ જિલ્લાના ગુંડ વિસ્તારમાં મજૂર રવિવારે મોડી સાંજે જ્યારે પોતાના શિબિરમાં પાછા ફર્યા ત્યારે આતંકવાદીઓએ તેમની પર હુમલો કરી દીધો. તેમણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં સ્થાનિક અને બહારના લોકો બંને સામેલ હતા. અધિકારીઓએ જણાવ્યું કે 2 શ્રમિકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા જ્યારે 4 અન્ય ઈજાગ્રસ્ત શ્રમિકો અને એક ડોક્ટરે બાદમાં દમ તોડી દીધો. 5 ઈજાગ્રસ્તોની સારવાર ચાલુ છે. સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી છે અને હુમલાખોરોની શોધખોળ માટે તપાસ અભિયાન શરૂ કરી દેવાયુ છે. આ દરમિયાન આતંકવાદ વિરોધી એકમ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની 4 સભ્યની ટીમ સોમવારે બપોરે ઘટના સ્થળની મુલાકાત લેશે. એનઆઈએની આ હુમલાની તપાસ સોંપવામાં આવી શકે છે.
બિન-કાશ્મીરીઓને નિશાન બનાવતું રહ્યું TRF
આ દરમિયાન, ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં 2 બિન-સ્થાનિક નાગરિકોની હત્યા થઈ હતી. એનઆઈએએ આ દરમિયાન TRF ના 4 સભ્યો સહિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદી વિરુદ્ધ ઓગસ્ટમાં ચાર્જશીટ દાખલ કરી. NIAના જણાવ્યા અનુસાર આરોપી આદિલ મંજૂર લંગૂ, અહરાન રસૂલ ડાર ઉર્ફે તોતા, દાઉદ અને પાકિસ્તાની આતંકવાદી જહાંગીર ઉર્ફે પીર સાહેબ વિરુદ્ધ આઈપીસી અને યુએ (પી) અધિનિયમની જુદી-જુદી કલમો હેઠળ ચાર્જશીટ દાખલ થઈ. જમ્મુ સ્થિત એનઆઈએની વિશેષ કોર્ટે પહેલા જ ફરાર આરોપી જહાંગીર ઉર્ફે પીર સાહેબ વિરુદ્ધ બિન-જામીન વોરંટ જારી કર્યું છે. ટીઆરએફથી સંબંધિત તમામ 4 આરોપી 7 ફેબ્રુઆરીની સાંજે કરફલી મોહલ્લા, શાલા કદલ, શ્રીનગરમાં બે નાગરિકોની હત્યામાં સામેલ હતા. એનઆઈએએ આ વર્ષે જૂનમાં મામલો પોતાના હાથમાં લીધો અને ફરીથી મામલો નોંધ્યો હતો.