પાકિસ્તાનની બોલતી બંધ, કોણ છે રુચિરા કંબોજ, જેમણે યુએનમાં પાકિસ્તાનનો ક્લાસ લઈ લીધો
ભારતે યુએનમાં પાકિસ્તાન અને ચીન પર આકરા પ્રહારો કર્યા
Who is ruchira kamboj : આંતરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદના મુદ્દા પર ભારતે અનેકવાર પાકિસ્તાનની બોલતી બંધ કરી છે અને ઘણીવાર પાકિસ્તાનને અપમાનનો સામનો કરવો પડ્યો છે ત્યારે વધુ એક વખત UNમાં આતંકવાદના કારણે ભારતને થયેલા નુકસાનો ઉલ્લેખ કરતા ભારતના રાજદૂત રુચિરા કંબોજે પાકિસ્તાનનુ નામ લીધા વગર જ આકરા પ્રહારો કર્યા હતા.
પાકિસ્તાન અને ચીન પર આકરા કર્યા પ્રહારો
પાકિસ્તાન પોતાની હરકતોથી ક્યારેય બાઝ નથી આવતુ અને ચીન પણ અનેકવાર સરહદો પર અવળચંડાઈ હરકતો કરે છે ત્યારે ભારતે યુએનમાં આ બંને દશોને નામ લીધા વગર જ અરીસો બતાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે શુક્રવારે કહ્યું હતું કે આતંકવાદી જૂથો સરહદો પર ડ્રોનનો ઉપયોગ કરીને ગેરકાયદેસર હથિયારોની દાણચોરી કરે છે. રુચિરા કંબોજે વધુમાં કહ્યું હતું કે આતંકવાદી સંગઠનો પાસે હથિયારોની માત્રા અને ગુણવત્તામાં થયેલો વધારો આપણને વારંવાર યાદ અપાવે છે કે તેમની આ પ્રવૃતિઓમાં કોઈ અન્ય દેશોના સહયોગ વિના શક્ય નથી. રુચિરા કંબોજે આ પહેલા પણ પાકિસ્તાનને કાશ્મીરના મુદ્દો ઉઠાવવા બદલ તેમની આકરી ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે રુચિરા કંબોજે આ વર્ષે જ ઓગસ્ટ મહિનામાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની કાયમી પ્રતિનિધિના રુપે પોતાનો કાર્યભાળ સંભાળ્યો હતો. તે સયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ભારતની પ્રથમ મહિલા રાજદૂત છે.
રુચિરા કંબોજે તેમની રાજદ્વારી યાત્રા પેરિસમાં શરુ કરી હતી
રુચિરા કંબોજ 1987 બેચની ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે અને તેની બેચની ટોપર હતી. તેમની રાજદ્વારી યાત્રા પેરિસમાં શરુ કરી હતી જ્યાં તેમને 1989-1993 સુધી ફ્રાંસમાં ભારતીય દૂતાવાસમાં ત્રીજા સચિવ તરીકે નિયુક્ત થયા હતા. તે પહેલા તે ભૂટાનમાં ભારતની રાજદૂત અને સાઉથ આફ્રિકામાં ભારતીય હાઈ કમિશન તરીકે સેવા આપી હતી. વિદેશ મંત્રાલયના યુરોપ પશ્ચિમ ડિવિઝનમાં 1991-96 સુધી અન્ડર સેક્રેટરી તરીકે કાર્ય કર્યું હતું ત્યારબાદ તેમણે 1996-99 સુધી મોરેશિયસમાં પ્રથમ સચિવ તેમજ પોર્ટ લુઈસમાં ભારતીય હાઈ કમિશન તરીકે કામ કર્યું હતું. તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ભારતની પહેલી મહિલા રાજદૂત હોવાની સાથે તે ભૂતાનમાં પણ ભારતની પહેલી મહિલા રાજદૂત તરીકે રહી ચૂકી છે. રુચિરા કંબોજને દક્ષિણ આફ્રિકામાં ભારતીય હાઈકમિશન તરીકે સેવા આપી છે. આ ઉપરાંત યૂનેસ્કોમાં પણ ભારતની કાયમી રાજદૂતના રુપે કામ કરી ચૂકી છે.
રુચિકાનું ઉત્તરપ્રદેશ સાથે ખાસ કનેક્શન
રુચિકા કંબોજનો જન્મ 3 મે 1964ના રોજ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં થયો હતો અને તેણે બિઝનેસમેન દિવાકર કંબોજ સાથે લગ્ન કર્યા છે. તેમને સંતાનમાં એક પુત્રી છે. ઉલ્લેખનીય છે કે તેમના પિતા ભારતીય સેનામા ઓફિસર હતા જ્યારે માતા દિલ્હી યુનિવર્સિટીમાંથી સંસ્કૃતના પ્રોફેસર હતા. રુચિરા હિન્દી, અંગ્રેજી અને ફ્રેન્ચ એમ ત્રણ ભાષાઓ જાણે છે. તેમના લેખો જૂદા જૂદા અખબારોમાં પ્રકાશિત થાય છે.