Get The App

PM મોદી જે નેતાને ત્રણ વખત પગે લાગ્યા તે ચૂંટણી હાર્યા કે જીત્યા? જાણો તેનું ચૂંટણી પરિણામ

Updated: Feb 8th, 2025


Google NewsGoogle News
PM મોદી જે નેતાને ત્રણ વખત પગે લાગ્યા તે ચૂંટણી હાર્યા કે જીત્યા? જાણો તેનું ચૂંટણી પરિણામ 1 - image


Image: Facebook

Delhi Assembly Election Result: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અંતિમ સમયના પ્રચાર દરમિયાન એક ભાજપ ઉમેદવારને પગે લાગ્યા હતાં. 29 જાન્યુઆરીએ કરતાર નગરમાં થયેલી આ 'સંકલ્પ રેલી' માં પીએમ મોદીનો આ અંદાજ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. તે વ્યક્તિની પણ ખૂબ ચર્ચા થઈ હતી, જેને પીએમ મોદી પગે લાગ્યા હતાં.

પીએમ મોદી જે વ્યક્તિને પગે લાગ્યા હતાં, તે પટપડગંજથી ભાજપના ઉમેદવાર રવિન્દ્ર સિંહ નેગી હતાં. નેગીને જ્યારે સ્ટેજ બોલાવવામાં આવ્યા તો તેઓ સૌથી પહેલા પીએમ મોદીને પગે લાગ્યા. જેના જવાબમાં પીએમ મોદી ત્રણ વખત નેગીના પગે લાગ્યા હતાં. 

આ પણ વાંચો: VIDEO: દિલ્હી ચૂંટણીમાં AAPના સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા, ભાજપને પાઠવી શુભેચ્છા

રવિન્દ્ર નેગીની સામે પટપડગંજમાં મોટો પડકાર હતો. તેની સામે સોશિયલ મીડિયા પર ફેમસ અને યુપીએસસી એગ્ઝામની તૈયારી કરાવનાર ઓઝા સર હતાં. અવધ ઓઝા એક મોટિવેશનલ સ્પીકર પણ છે. તેમના ભણાવવાના અંદાજના કારણે યુવાનોમાં તે ખાસ પસંદ કરવામાં આવે છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઓઝા સર આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતાં. 

28 હજાર મતોથી જીત્યા

પટપડગંજની બેઠક જીતવી રવિન્દ્ર નેગી માટે સરળ નહોતી પરંતુ આપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેરમાં તે ઓઝા સરને હરાવી શક્યા. તેમણે અવધ ઓઝાને 28,072 મતોના વિશાળ અંતરથી માત આપી. છેલ્લી વખતે રવિન્દ્ર સિંહ નેગીએ આ બેઠક પર મનીષ સિસોદિયાને આકરી ટક્કર આપી હતી. તે આગળ રહ્યાં હતાં પરંતુ અંતિમ તબક્કાની ગણતરીમાં મનીષ સિસોદિયા બાજી મારી ગયા હતાં. જોકે આ વખતે રવિન્દ્ર નેગીએ અવધ ઓઝા વિરુદ્ધ પહેલા રાઉન્ડથી અંતિમ રાઉન્ડ સુધી વધારો કર્યો અને ચૂંટણી જીતી લીધી.


Google NewsGoogle News