Get The App

પ્રજ્વલ રેવન્ના કોણ છે, કઈ કલમ હેઠળ તેના વિરુદ્ધ કેસ નોંધાયો, જાણો ધરપકડ બાદ હવે આગળ શું થશે?

Updated: May 31st, 2024


Google NewsGoogle News
પ્રજ્વલ રેવન્ના કોણ છે, કઈ કલમ હેઠળ તેના વિરુદ્ધ કેસ નોંધાયો, જાણો ધરપકડ બાદ હવે આગળ શું થશે? 1 - image


Image: Facebook

Karnataka Sex Scandal Case: મહિલાઓ સાથે યૌન શોષણ કરવાના આરોપી પ્રજ્વલ રેવન્નાની શુક્રવારે ધરપકડ કરવામાં આવી. જેડીએસના સસ્પેન્ડ સાંસદ રેવન્નાની કર્ણાટક પોલીસની એસઆઈટીએ બેંગ્લુરુના કેમ્પાગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી છે. 36 દિવસ બાદ જર્મનીથી પરત ફરેલા પ્રજ્વલ રેવન્નાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એસઆઈટી રેવન્નાને બેંગ્લુરુની સીઆઈડી ઓફિસ લઈ જવાયો છે. જ્યાં તેની વીડિયો અંગે પૂછપરછ કરવામાં આવશે.

પ્રજ્વલ રેવન્ના પર આરોપ છે કે તેણે સેંકડો મહિલાઓ સાથે યૌન શોષણ કર્યું અને તેનો વીડિયો બનાવ્યો. જ્યારે રેવન્નાનો વીડિયો લીક થયો તાત્કાલિક તે જર્મની નાસી ગયો. આ દરમિયાન જેડીએસે તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો. રેવન્ના અંગે ખૂબ વધુ રાજકારણ પણ થયું હતું. કોંગ્રેસે ભાજપ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેણે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનાર આરોપીનો સાથ આપ્યો. આવું એટલા માટે કહેવામાં આવ્યું કેમ કે ભાજપ અને જેડીએસનું ગઠબંધન હતું.

પ્રજ્વલ રેવન્ના કોણ છે

પ્રજ્વલ રેવન્ના દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચડી દેવગોડાનો પૌત્ર છે. રેવન્નાના પિતા એચડી રેવન્ના કર્ણાટકના પૂર્વ મંત્રી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી હાસન બેઠકથી વર્તમાન સાંસદ રેવન્નાના કાકા છે. રેવન્ના પહેલી વખત 2019માં હાસન બેઠકથી સાંસદ પસંદ કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં આ વખતે ભાજપ અને જેડીએસ ગઠબંધન કરી ચૂંટણી લડી રહ્યાં છે. દરમિયાન હાસનથી એક વાર ફરીથી એનડીએ ઉમેદવાર તરીકે રેવન્નાને ઉતારવામાં આવ્યા છે.

રેવન્ના તે સમયે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેના 3000 વાંધાજનક વીડિયો સામે આવ્યા. આ વીડિયોમાં રેવન્ના મહિલાઓ સાથે યૌન શોષણ કરતો નજર આવ્યો. હાસન સાંસદ દ્વારા પીડિત મહિલાઓમાં પાર્ટી કાર્યકર્તાથી લઈને ઉચ્ચ હોદ્દા પર રહેલા મહિલા અધિકારી પણ સામેલ છે. વીડિયો સામે આવ્યા બાદ રેવન્નાની હેવાનિયતનો શિકાર બનેલી ઘણી મહિલાઓ સામે આવી અને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

પ્રજ્વલ રેવન્ના પર કઈ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો

જેડીએસના સસ્પેન્ડ નેતા પર આઈપીસીની કલમ 354A હેઠળ યૌન શોષણ, 354D હેઠળ પીછો કરવો, 506 હેઠળ ગુનાહિત ધમકી અને 509 હેઠળ મહિલાની મર્યાદાનું અપમાનના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. પ્રજ્વલે થોડા દિવસ પહેલા એક વીડિયો જારી કર્યો હતો, જેમાં તેણે વચન આપ્યું હતું કે 31 મે એ એસઆઈટી સમક્ષ રજૂ થશે. 

પ્રજ્વલ રેવન્ના કેસમાં આગળ શું થશે?

એસઆઈટી હાસન સાંસદને આજે કોર્ટની સામે રજૂ કરશે. તેની 14 દિવસની ન્યાયિક કસ્ટડી માગવામાં આવી શકે છે. દલીલો સાંભળ્યા બાદ કોર્ટ એ નિર્ણય કરશે કે રેવન્નાને કેટલા દિવસ માટે કસ્ટડીમાં મોકલવાનો છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે એક અઠવાડિયાનો રિમાન્ડ એસઆઈટીને સોંપવામાં આવી શકે છે. કસ્ટડી મળ્યા બાદ એસઆઈટી રેવન્નાની વીડિયો સ્કેન્ડલમાં પૂછપરછ કરશે અને અન્ય આરોપીઓના નામ જાણવાનો પ્રયત્ન કરશે.


Google NewsGoogle News