Get The App

કોણ છે જસના સલીમ? જેમણે પીએમ મોદીને ભેટ કરી ભગવાન શ્રી કૃષ્ણની પેઇન્ટિંગ

પીએમ મોદીને ગુરુવાયૂર મંદિરમાં એક મુસ્લિમ મહિલાએ ભગવાન શ્રી કૃષ્ણની પેઇન્ટિંગ ભેટ કરી છે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
કોણ છે જસના સલીમ? જેમણે પીએમ મોદીને ભેટ કરી ભગવાન શ્રી કૃષ્ણની પેઇન્ટિંગ 1 - image


Kerala Muslim Women Jasna Salim: પીએમ મોદીને ગુરુવાયૂર મંદિરમાં એક મુસ્લિમ મહિલાએ ભગવાન શ્રી કૃષ્ણની પેઇન્ટિંગ ભેટ કરી છે. આ મહિલાનું નામ જસના સલીમ છે. આ વાતની જાણકારી પીએમ મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં આપી હતી. 

કોણ છે જસના સલીમ?

જસના સલીમ કેરળના કોઝિકોડમાં રહેતી એક મુસ્લિમ મહિલા છે. તે ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત છે. તે છેલ્લા 8-9 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણની સેંકડો પેઇન્ટિંગ બનાવી રહી છે. દેશભરથી તેને લોકોના ભગવાન શ્રી કૃષ્ણની પેઇન્ટિંગ બનાવવાના ઓર્ડર મળે છે. કેરળ સિવાય કર્નાટક તેમજ તમિલનાડુથી પણ તેમને ઓર્ડર મળે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પર 87.9K ફોલોવર્સ છે અને તેમની ઓળખ એક કલાકારની છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણની અગણિત પોસ્ટ છે. જે ખુબ જ મનમોહક છે.  

જસનાના સંબંધીઓએ કર્યો હતો ભારે વિરોધ 

જસના કેરળ જીલ્લાના કોઈલેન્ડીના એક રૂઢીવાદી પરિવારના છે. જયારે તેમણે આ પેઇન્ટિંગ કરવાનું શરુ કર્યું ત્યારે તેમના સંબંધીઓએ તેમનો ભારે વિરોધ કર્યો હતો. તેઓ પરણિત છે અને બે બાળકોની માતા પણ છે. જસનાનું માનવું છે કે તમારે સંબંધીઓની વાતો ન સંભાળતા તમારે તમારી પ્રતિભા પ્રમાણે કામ ચાલુ રાખવું જોઈએ. તેઓ કેનવાસ પર તેમજ ગ્લાસ પેઇન્ટિંગ કરે છે. તેમના મોટાભાગના પેઇન્ટિંગમાં ભગવાન કૃષ્ણનું બાલ સ્વરૂપ જોવા મળે છે.   

જસનાએ મીડિયા સાથે કરી આ વાતચીત 

જસનાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'હું વર્ષોથી પેઇન્ટિંગ કરું છું. આ પહેલા મેં ક્યારેય કોઈ સ્કેચ પણ બનાવ્યું ન હતું. પરંતુ હવે મને એવું લાગી રહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણની છબી મારા મનમાં વર્ષોથી છપાયેલી છે.' જસના પહેલીવાર તેની પેઇન્ટિંગના અનાવરણમાં ઉલાયનાડ શ્રી કૃષ્ણ મંદિરમાં ગઈ હતી. તેમણે મંદિરની અંદર કોઈ મૂર્તિ જોઈ હોય એવું પહેલીવાર બન્યું હતું ત્યારથી લઈને હાલ સુધી પેઇન્ટિંગ બનાવવાની તેમની સફર ચાલુ છે. 

કોણ છે જસના સલીમ? જેમણે પીએમ મોદીને ભેટ કરી ભગવાન શ્રી કૃષ્ણની પેઇન્ટિંગ 2 - image


Google NewsGoogle News