કોણ છે મક્કાના એ ઈમામ, જે રામ મંદિર નજીક બની રહેલી મસ્જિદનો પાયો નાંખવાના છે
અયોધ્યામાં બનનારી આ મસ્જિદનું નામ 'મોહમ્મદ બિન અબ્દુલ્લા'
આ મસ્જિદ અયોધ્યાથી 25 કિમી દુર ધન્નીપુર ગામમાં બનાવવામાં આવી રહી છે
Image Twitter |
તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર
Ayodhya Mosque: રામ જન્મભૂમિ અયોધ્યા (Ayodhya)કે જ્યાં હાલમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે, તો બીજી તરફ હવે મસ્જિદ બનાવવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. અયોધ્યામાં પ્રસ્તાવિત જમીન પર બનાવવામાં આવનાર 'મોહમ્મદ બિન અબ્દુલ્લા' (Mohammed bin Abdullah)મસ્જિદનો શિલાન્યાસ મક્કાના મોટા ઈમામના હાથે કરવામાં આવશે.
મસ્જિદ અયોધ્યાથી 25 કિમી દુર ધન્નીપુર ગામમાં બનાવાશે
અયોધ્યામાં પ્રસ્તાવિત મસ્જિદનો પાયો મક્કાના ઈમામ અથવા ઈમામ-એ-હરમ અબ્દુલ-રહેમાન અલ-સુદાઈસ દ્વારા નાખવામાં આવશે. આ મસ્જિદ અયોધ્યાથી 25 કિમી દુર ધન્નીપુર ગામમાં બનાવવામાં આવી રહી છે. મસ્જિદની જમીન ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુસલમાનોને આપવામા આવી હતી. અયોધ્યામાં બનનારી આ મસ્જિદનું નામ મોહમ્મદ બિન અબ્દુલ્લા હશે.
આવી હશે આ મસ્જિદ
મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા ડેવલપમેન્ટ કમિટિના અધ્યક્ષ મુંબઈના ભાજપા નેતા હાજી અરાફાત શેખે કહ્યુ કે, અયોધ્યાની આ નવી મસ્જિદ ભારતમાં સૌથી મોટી હશે. તેમણે કહ્યુ કે, આ મસ્જિદમાં દુનિયાની સૌથી જુની કુરાન પણ હશે, જે 21 ફુટ ઉંચી અને 36 ફુટ લાંબી હશે. અને આ મસ્જિદનો પાયો ઈમામ-એ-હરમ અબ્દુલ-રહેમાન અલ-સુદાઈસના હાથે નાખવામા આવશે.
કોણ છે આ મક્કાના ઈમામ
ઈમામ-એ-હરમ અબ્દુલ-રહેમાન અલ-સુદાઈસનું પુરુ નામ અબ્દુલ રહેમાન ઈબ્ન અબ્દુલ અજીજ અલ -સુદાઈસ છે. તેમનો જન્મ 1961માં સાઉદી અરબના કાસિમ શહેરમાં થયો હતો. મક્કામાં મસ્જિદ અલ હરમના મુખ્ય ઈમામ અને ખતીબ હોવા સિવાય, તે બે પવિત્ર મસ્જિદો મામલે જનરલ પ્રેસીડેન્સીના અધ્યક્ષ પણ છે. 12 વર્ષની નાની ઉંમરમાં અલ સુદાઈસ પવિત્ર કુરાનને યાદ કરી લીધી હતી. તેમનુ પ્રાથમિક શિક્ષણ અલ મુથાના બિન હરિથ એલીમેન્ટ્રી સ્કુલમાં થયું છે. તે પછી તેમણે 1979માં ગ્રેજ્યુએશન કર્યુ હતું. અને 1995માં તેમણે ઉમ્મ અલ-કુરા યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક શરિયામાં પીએચડી મેળવી હતી.