એક સમયે છાપું વેચતા હતા અને હવે આ રાજ્યના બની ગયા રાજ્યપાલ, જાણો કોણ છે 'હરિભાઉ'

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
haribhau Kishanrao bagde

Image: Facebook


Haribhau Kishanrao Bagde New Governor Of Rajasthan: નવ રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે. મહારાષ્ટ્ર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે જાણીએ કે કોણ છે હરિભાઈ કિસનરાવ બાગડે?

હરિભાઉનો જન્મ 17 ઓગસ્ટ 1945ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ફૂલંબરી શહેરમાં એક મરાઠા પરિવારમાં થયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ભાજપમાં જોડાઈને તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. તેમણે ઔરંગાબાદની સરસ્વતી ભવન સ્કૂલ પીપરીરાજામાં ધો. 10 સુધી જ અભ્યાસ કર્યો છે.

13 વર્ષની ઉંમરે RSSમાં જોડાયા

હરિભાઉ કિસનરાવ 13 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાયા હતા. હરિભાઉ પ્રથમ વખત 1985માં ઔરંગાબાદ પૂર્વ બેઠક પરથી ભાજપ તરફથી મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા હતા. તેઓ ફૂલંબરી વિધાનસભા બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય બન્યા છે. ફૂલંબરી વિધાનસભા ઔરંગાબાદ જિલ્લામાં આવે છે. અહીં તેઓ એટલા લોકપ્રિય છે કે તેઓ ‘નાના’ તરીકે ઓળખાય છે.

આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યની 25 વર્ષની હતી ગેરન્ટી અને 3 મહિનામાં જ ધોવાયો રૂ. 7 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોડ

ઘરે-ઘરે જઈ અખબારો વેચ્યા

હરિભાઉનો જન્મ અત્યંત ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતા સામાન્ય ખેડૂત હતા. તેમના પરિવારનું ભરણપોષણ કરવા માટે, તેમણે ઘણાં વર્ષો સુધી ઔરંગાબાદના ફૂલંબરીમાં ઘરે-ઘરે  છાપાં વેચ્યા હતાં. તેમને ખેતીનો એટલો શોખ છે કે તેમના ઘરનું નામ કૃષિ યોગ છે.

ભાજપની પ્રથમ સરકારમાં વિધાનસભાના અધ્યક્ષ 

હરિભાઉએ 2014માં ફૂલંબરી મતવિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)ના કલ્યાણ કાલે સામે ધારાસભ્યની ચૂંટણી જીતી હતી. તેઓ આ જ મતવિસ્તારમાંથી 2019ની વિધાનસભા ચૂંટણી પણ જીત્યા હતા. જ્યારે ભાજપે 2014માં મહારાષ્ટ્રમાં તેની પ્રથમ સરકાર બનાવી ત્યારે તેમને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે નિયુક્ત કરાયા હતા. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.


  એક સમયે છાપું વેચતા હતા અને હવે આ રાજ્યના બની ગયા રાજ્યપાલ, જાણો કોણ છે 'હરિભાઉ' 2 - image


Google NewsGoogle News