કોણ છે પોતાને તાજમહેલની માલકણ કહેનારી જયપુરની દીયા કુમારી? આ રજવાડા સાથે છે સંબંધ
લંડનના પાર્સન્સ આર્ટ એન્ડ ડીઝાઇન સ્કૂલથી દીયા કુમારીએ ફાઈન આર્ટસ ડેકોરેટીવ પેન્ટિંગ ડિપ્લોમાં કર્યો
પૂર્વ રાજકુમારી દીયા કુમારી પ્રિન્સેસ દીયા કુમારી ફાઉન્ડેશનની સંસ્થાપક છે
Image:Instagram |
જયપુર રોયલ ફેમિલીની પૂર્વ રાજકુમારી દીયા કુમારી દાવો કરતી આવી છે કે તાજમહાલ તેમનાં પૂર્વજોનું છે. મુગલ સમ્રાટ શાહજહાંએ તેના પર કબ્જો કરી લીધો હતો. જયપુરના રજવાડાના અંતિમ મહારાજા માન સિંહની દ્વિતીય પૌત્રી દીયા કુમારીનો દાવો છે કે તેમનો પરિવાર ભગવાન શ્રીરામના પુત્રના વંશજ છે.
લંડનથી ફાઈન આર્ટસ ડેકોરેટીવ પેન્ટિંગમાં ડિપ્લોમાં કર્યો
દીયા કુમારીનું જન્મ 30 જાન્યુઆરી, 1971ના રોજ જયપુરના એક પ્રતિષ્ઠિત ભારતીય સેનાના અધિકારી અને હોટેલનો વ્યવસાય કરનારા ભવાની સિંહ અને પદ્મિની દેવીના ઘરે થયું હતું. દીયા કુમારીએ જયપુરની મહારાણી ગાયત્રી દેવી ગર્લ્સ પબ્લિક સ્કૂલથી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે પછી તેમણે લંડનના પાર્સન્સ આર્ટ એન્ડ ડીઝાઇન સ્કૂલથી ફાઈન આર્ટસ ડેકોરેટીવ પેન્ટિંગ ડિપ્લોમાં કર્યો હતો.
ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ સાથે થયા લગ્ન
દીયા કુમારીના લગ્ન 6 ઓગસ્ટ,1997ના રોજ નરેન્દ્ર સિંહ રાજાવત સાથે થયા હતા. નરેન્દ્ર સિંહ રાજાવત એક ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ હતા. દીયા કુમારી અને નરેન્દ્ર સિંહના ત્રણ બાળકો છે. ડિસેમ્બર 2018માં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા.
દીયા કુમારી 2.8 બિલિયન ડોલરની પ્રોપર્ટીની માલિક
અબજોપતિ દીયા કુમારી રાજસ્થાનના રાજસમંદથી ભાજપની સાંસદ છે. પૂર્વ રાજકુમારી 'પ્રિન્સેસ દીયા કુમારી ફાઉન્ડેશનની સંસ્થાપક છે. આ NGO વિવિધ પ્રકારના સામાજિક કર્યો કરે છે. તે જયપુરના વર્તમાન મહારાજા પદ્મનાભન સિંહની બાયોલોજિકલ માતા છે. જયપુરની રોયલ ફેમિલીની સંપૂર્ણ પ્રોપર્ટીનું આંકલન કરવું મુશ્કેલ છે, પરંતુ અહેવાલો મુજબ દીયા કુમારી 2.8 બિલિયન ડોલરની માલિક છે.