કોણ છે ચૈતર વસાવા? જેને મળવા માટે જેલ ગયા CM કેજરીવાલ, લોકસભા ચૂંટણીમાં બનાવાયા ઉમેદવાર
AAP ના પ્રમુખ અરવિંદ કેજરીવાલે જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાતની ભરૂચ લોકસભા બેઠકથી પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે
AAP Bharuch Lok Sabha Seat Candicate: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા ગુજરાતના નર્મદાની રાજપીપળા જેલમાં પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ કેજરીવાલે દાવો કર્યો કે સત્તા પક્ષ ભાજપ અત્યાચાર અને તાનાશાહીની બધી જ સીમા ઓળંગી ગઈ છે. વસાવાને સમર્થન આપવા કેજરીવાલ અને ભગવંત માન દ્વારા રવિવારે ભરૂચના આદિવાસી વિસ્તારમાં રેલીનું સંબોધન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન અરવિંદ કેજરીવાલે તેમને લોકસભા ચૂંટણી 2024 માટે ભરૂચ બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા.
કોણ છે ચૈતર વસાવા?
ચૈતરભાઈ દામજીભાઈ વસાવા હાલ નર્મદા જીલ્લાના દેડિયાપાડાથી AAP ના ધારાસભ્ય છે. 14 ડિસેમ્બર 2023ના રોજ નર્મદા જીલ્લામાં વન અધિકારીઓ પાસેથી વસુલી અને હુમલો કરવાના કથિત મામલામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે તેમના પક્ષથી એવી જાણકારી મળી છે કે તેઓ આદિવાસીની જંગલની જમીન પર ખેતી સાથે સંબંધિત મામલાનો ઉકેલ લાવવાની કોશિશ કરતા હતા. તેમજ તેના પર વન અધિકારીઓને ધમકી આપવાનો અને હવામાં ગોળીબારી કરવાનો આરોપ છે. આ મામલામાં તેના પત્ની શકુંતલાબેનની પણ ઘરપકડ કરવામાં હતી. હાલ બંને જેલમાં છે.
📰 Gujarat में CM @ArvindKejriwal का बड़ा ऐलान! 📰@Chaitar_Vasava होंगे भरूच लोक सभा से AAP के Candidate#ReleaseChaitarVasava pic.twitter.com/hJyx8aD0Ho
— AAP (@AamAadmiParty) January 7, 2024
2022 ની વિધાનસભાની ચુંટણીમાં તેણે બીજેપીના હિતેશ દેવજીને હરાવ્યા હતા
2022 ની વિધાનસભાની ચુંટણીમાં દેડિયાપાડાની સીટ પર ચૈતર વસાવાએ બીજેપીના હિતેશ દેવજીને હરાવ્યા હતા. ત્યારે વસાવાને 3637 મત, હિતેશને 3097 મત અને કોંગ્રેસના જેરમાબેનને 525 મત મળ્યા હતા.
કેજરીવાલે લગાવ્યો આરોપ
કેજરીવાલે રાજપીપળાની જેલમાં બંધ ચૈતર વસાવા, તેના પત્ની અને અન્ય AAP ના નેતાઓની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેણે કહ્યું કે, 'આવનાર ચુંટણીમાં AAP ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકશે. આ સાથે કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું કે, 'ભાજપ અન્ય નેતાઓને જેલમાં ધકેલી દે છે. ચૈતરની એ ભૂલ હતી કે તે લોકો માટે લડ્યો, જે ખેડૂતોના ખેતર વન વિભાગ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા તેના માટે તે લડ્યો, જે ખેડૂતોએ પોતાની જમીન ગુમાવી દીધી એના માટે તે લડ્યો, અમે તેને ભરૂચ લોકસભા સીટ પરથી AAPના ઉમેદવાર જાહેર કર્યા છે. અમને આશા કે ચુંટણી સમયે તે જેલની બહાર આવી જશે અને જો તે બહાર નહિ આવ્યા હોય તો પણ પાર્ટી પરી તાકાત સાથે તેના પક્ષમાં લડશે.'
આ દરમિયાન કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય લોકોના હિતમાં કામ કરતા હોવાથી તેને જેલમાં નાખવામાં આવ્યા છે. ધારાસભ્ય અને તેમની પત્નીની ધરપકડથી ગુજરાતનો આદિવાસી સમુદાય ગુસ્સે ભરાયેલો છે. તેમનો ગુસ્સો વ્યક્ત કરવા રવિવારે એક રેલી પણ કાઢવામાં આવી હતી.
ભગવંત માને કહ્યું આવું...
આ બાબતે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, ' ભાજપ જનતા માટે લડતા લોકો પર જે રીતે કાર્યવાહી કરે છે, તે આખા દેશ માટે પડકાર સમાન છે. તેમણે એમ પણ કહ્યું કે જે લોકો જનતા માટે કામ કરે છે અને લોકપ્રિય છે તેને ઇડી અને સીબીઆઈ દ્વારા ખોટા કેસમાં ફસાવીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે, જે સરમુખત્યારશાહી છે અને તે લાંબો સમય નહિ ચાલે. ચૈતર વસાવા એક લોકપ્રિય નેતા છે, જે લોકો માટે લડે છે.' હવે જોવાનું એ રહ્યું કે બીજેપી આ બાબતે શું જવાબ આપે છે.