Get The App

યુપીમાં ભાજપની બી ટીમ કોણ? માયાવતી અને રાહુલ ગાંધી વચ્ચે જુબાની જંગ, દલિત વોટ પર નજર

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
યુપીમાં ભાજપની બી ટીમ કોણ? માયાવતી અને રાહુલ ગાંધી વચ્ચે જુબાની જંગ, દલિત વોટ પર નજર 1 - image


Image: Facebook

UP Politics: ભાજપની બી ટીમને લઈને સંસદમાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી અને બસપા પ્રમુખ માયાવતીની વચ્ચે રાજકીય યુદ્ધ છેડાઈ ગયું છે. કોંગ્રેસ સાંસદે રાયબરેલી પ્રવાસ પર બસપા પ્રમુખને ભાજપની બી ટીમ ગણાવી હતી. આની પર માયાવતીએ રાહુલ ગાંધી પર આકરું નિશાન સાધ્યું છે. બસપા સુપ્રીમોએ કહ્યું કે રાહુલ ગાંધીએ આંગળી ઉઠાવ્યા પહેલા પોતાની અંદર જોવું જોઈએ. 

કોંગ્રેસ પર ભાજપની બી ટીમે લગાવ્યો આરોપ

માયાવતીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધી પર પલટવાર કરતાં લખ્યું, 'દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ વખતે ભાજપની બી ટીમ બનીને ચૂંટણી લડી એવી ચર્ચા છે. આના કારણે જ ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવામાં સફળ થઈ નહીંતર કોંગ્રેસની આ ચૂંટણીમાં આટલી ખરાબ હાલત ન થાત કે કોંગ્રેસના મોટાભાગના ઉમેદવાદ ડિપોઝિટ પણ ન બચાવી શક્યા.

રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

બસપા પ્રમુખે રાહુલ ગાંધીના ભાજપની બી ટીમ હોવાના આરોપ પર પલટવાર કરતાં આગળ લખ્યું, 'મારી સલાહ છે કે કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા રાહુલ ગાંધીને બીજા પર ખાસ કરીને બસપા પ્રમુખ પર આંગળી ઉઠાવ્યા પહેલા પોતાની અંદર પણ જોઈ લેવું જોઈએ તે જ શ્રેષ્ઠ રહેશે.' દિલ્હીમાં ભાજપ સરકારની સામે તમામ વચનોને પૂરા કરવાનો પડકાર છે. નહીંતર ભવિષ્યમાં આ પાર્ટીની પણ હાલત ક્યાંક કોંગ્રેસ જેવી ખરાબ ન થઈ જાય.

આ પણ વાંચો: ચૂંટણી પહેલા બિહારમાં નવાજૂનીના એંધાણ? ભાજપના સાથી પક્ષે RJD સાથે હાથ મિલવવાની તૈયારી બતાવી

રાહુલ ગાંધીએ માયાવતી અંગે આપ્યું હતું નિવેદન

રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર રાયબરેલીના પ્રવાસે છે. જ્યાં તેમણે દલિત વિદ્યાર્થીઓથી સંવાદ દરમિયાન પ્રદેશમાં ભાજપને હાર ન આપી શકવાનું દુ:ખ નજર આવ્યું. ત્યાં તેમણે માયાવતીને લઈને કરવામાં આવેલા વિદ્યાર્થીના સવાલનો જવાબ આપતાં કહ્યું, 'માયાવતી હવે ચૂંટણી યોગ્ય રીતે કેમ લડી રહ્યા નથી. પહેલા તે અમારી જેમ ભાજપના વિરોધમાં ચૂંટણી લડતી હતી પરંતુ હવે તે ભાજપની બી ટીમની જેમ લડી રહી છે. અમે ઇચ્છતા હતા કે સપા બસપા અને કોંગ્રેસ મળીને ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડે. અમે ત્રણેય સાથે આવી જઈએ તો ભાજપને હરાવી શકીએ છીએ.' 

કોંગ્રેસ યુપીમાં નવો મિત્ર શોધી રહી છે 

યુપી કેબિનેટ મંત્રીએ આ મામલે કહ્યું, 'કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં હવે નવો મિત્ર જોઈએ. તેથી હવે રાહુલ ગાંધી માયાવતીની સાથે આવવાની વાત કહી રહ્યાં છે, પરંતુ સપા નથી ઇચ્છતી કે માયાવતી સાથે આવે. તેથી અખિલેશ યાદવે કોંગ્રેસને કહ્યું હતું કે જો માયાવતી સાથે આવશે તો હું ગઠબંધનથી અલગ થઈ જઈશ.


Google NewsGoogle News