Get The App

'બાબા હમાસ' જે કાશ્મીરમાં ફેલાવી રહ્યું છે આતંક, નવું સંગઠન પણ ઊભું કર્યું, જાણો તેના વિશે

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
terror-organisation


Who is Baba Hamas: છેલ્લા કેટલાક મહિનાઓમાં જમ્મુ અને કાશ્મીરમાં એક પછી એક થયેલા હુમલાઓનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે હોવાનું જણાય છે, તાજેતરમાં જ ગાંદરબલમાં થયેલા એક હુમલામાં એક નવા આતંકવાદી સંગઠનનો હાથ હોવાનું સામે આવ્યું છે. સંગઠનનું નામ તારિક લબૈક કે મુસ્લિમ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, આ નવું આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો જ એક ભાગ છે. આતંકવાદીઓનું આ સંગઠન બાબા હમાસ નામનો આતંકવાદી ચલાવી રહ્યો છે.

ઘાટીમાં હુમલા પાછળ બાબા હમાસનો હાથ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકવાદીઓને ખતમ કરવા માટે કાઉન્ટર ઈન્ટેલિજન્સ કાશ્મીર (CIK) એ પણ ઘાટીમાંથી કાર્યરત કેટલાય આતંકવાદી સંગઠનો વિરુદ્ધ વિશેષ ઓપરેશન શરૂ કર્યું છે. આ ટીમે શ્રીનગર, ગાંદરબલ, બાંદીપોરા, કુલગામ, બડગામ, અનંતનાગ અને પુલવામા સહિત કાશ્મીરના ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. CIK ના દરોડામાં ઘણા આતંકવાદી ભરતી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે તેહરીક લબાક અથવા મુસ્લિમ (TLM)ની આતંકવાદી ભરતી બાબા હમાસ નામના પાકિસ્તાની આતંકવાદી દ્વારા કરવામાં આવી રહી છે.

લશ્કરની જેમ કામ કરે છે TLM 

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, TLM લશ્કર-એ-તૈયબાની જેમ ખૂબ જ ખૂંખાર સંગઠન છે. તે કાશ્મીરી યુવાઓને જ નિશાન બનાવે છે. આ સંગઠન યુવાનોને પૈસાની લાલચ આપીને તેમને ફસાવે છે અને ત્યારબાદ પાકિસ્તાન લઈ જઈને તેમને ટ્રેનિંગ આપવા માટે લઈ જાય છે અને ફરી કાશ્મીર લાવવામાં આવે છે. 

કોણ છે બાબા હમાસ?

આ હમાસ બાબાને ગાઝી હમાસ પણ કહેવામાં આવે છે. તેનું સાચું નામ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પકડાયેલા યુવકોએ પાસેથી જણવા મળ્યું હતું કે અમે સોશિયલ મીડિયા એપ્સ દ્વારા જોડાયેલા હતા. યુવાનોને કટ્ટરપંથી તરફ ધકેલવા માટે તે સોશિયલ મીડિયા એપ્સ દ્વારા સામગ્રી મોકલે છે. તેણે પાકિસ્તાનથી કેટલાક લોકોને જમ્મુ-કાશ્મીર પણ મોકલ્યા હતા, જેઓ ઘૂસણખોરી કરીને આવ્યા હતા.'

આ સંગઠનના લોકો ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ સામેલ હોવાનું માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ પણ ગાંદરબલ હુમલા અંગે કહ્યું હતું કે બે વિદેશી આતંકવાદીઓની સંડોવણીનો પણ ખુલાસો થયો છે. આ લોકો ઉત્તર કાશ્મીરના બાંદીપોરાથી પ્રવેશ્યા હતા.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે દારૂ અંગે 34 વર્ષ જૂનો આદેશ પલટ્યો, જાણો શું છે મામલો

કાશ્મીરમાં આતંકવાદને નવેસરથી વધારવાનો ઉદ્દેશ્ય

જમ્મુ-કાશ્મીર પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, માહિતીના આધારે જાણવા મળ્યું છે કે લશ્કરનો આતંકી હેન્ડલર બાબા હમાસ પાકિસ્તાનથી એક્ટીવ હતો. તે અહીં તહરીક લબૈક યા મુસ્લિમ નામનું સંગઠન સ્થાપવા માંગતો હતો. આ માટે તે ખીણમાં ઓવરગ્રાઉન્ડ વર્કર્સ, સમર્થકો અને અન્ય કટ્ટરપંથી લોકો સાથે મળીને આ કામ કરી રહ્યો હતો. આમાં તેને પાકિસ્તાની એજન્સીઓની પણ મદદ મળી રહી હતી. આ લોકોનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં આતંકવાદને નવેસરથી વધારવાનો હતો. ખાસ કરીને સફળ ચૂંટણીઓ અને નવી સરકારની રચના પછી અસ્થિરતાફેલાવવા માટે આવું કરવામાં આવી રહ્યું હતું.

'બાબા હમાસ' જે કાશ્મીરમાં ફેલાવી રહ્યું છે આતંક, નવું સંગઠન પણ ઊભું કર્યું, જાણો તેના વિશે 2 - image


Google NewsGoogle News