Get The App

MBA કર્યું, MNCની નોકરી છોડી બન્યા શિલ્પકાર, જાણો કોણ છે અરુણ યોગીરાજ જેણે રામલલ્લાની મૂર્તિ બનાવી

અરુણ યોગીરાજ કેદારનાથમાં સ્થાપિત આદિ શંકરાચાર્યની પ્રતિમાના શિલ્પકાર

દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે સ્થાપિત સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાના શિલ્પકાર પણ હતા

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
MBA કર્યું, MNCની નોકરી છોડી બન્યા શિલ્પકાર, જાણો કોણ છે અરુણ યોગીરાજ જેણે રામલલ્લાની મૂર્તિ બનાવી 1 - image


Arun Yogiraj: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સોમવારે બીજેપી નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જાણકારી આપી હતી કે કર્ણાટકના પ્રસિદ્ધ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી 'રામલલા'ની મૂર્તિને ભવ્ય રામ મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવશે. 

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાંથી મૂર્તિ બનાવવા માટે ત્રણ શિલ્પકારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં અરુણ યોગીરાજનું પણ નામ હતું. અરુણે કહ્યું કે, 'હું ખૂબ જ ખુશ છું કે હું દેશના એ ત્રણ શિલ્પકારોમાંથી એક હતો જેમને રામલલાની પ્રતિમા બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.' મૂર્તિકાર અરુણ યોગીરાજ કોણ છે તે જાણીએ.

કોણ છે અરુણ યોગીરાજ?

અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસૂરના રહેવાસી છે. તેમની પાંચ પેઢી મૂર્તિ બનાવવાનું કામ કરતી આવી છે. આથી કહી શકાય કે તેઓ પ્રખ્યાત શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. અરુણની મૂર્તિઓની માંગ દેશના વિવિધ રાજ્યોમાં છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણની પ્રતિભાના વખાણ કર્યા છે. 

અરુણનાપિતા યોગીરાજ પણ ઉત્તમ શિલ્પકાર છે. તેમજ તેમના દાદા બસવન્ના શિલ્પીને મૈસુરના રાજાનું સંરક્ષણ પણ મળેલું હતું. અરુણ નાનપણથી જ શિલ્પકામ સાથે જોડાયેલા છે. એમબીએ કર્યા બાદ તેણે થોડો સમય ખાનગી કંપનીમાં નોકરી પણ કરી. પરંતુ તેણે 2008માં નોકરી છોડીને તેની સ્કલ્પચર કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેમણે સુભાષ ચંદ્ર બોઝની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે જે હાલ ઈન્ડિયા ગેટ પર સ્થાપિત છે. નેતાજીની 125મી જન્મજયંતિ પહેલા પીએમ મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન બદલ ઈન્ડિયા ગેટ પર પ્રતિમા સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અરુણ યોગીરાજે 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવીને વડાપ્રધાન મોદીની આ ઈચ્છા પૂરી કરી. તેમણે પીએમ મોદીને સુભાષ ચંદ્ર બોઝની બે ફૂટ ઊંચી પ્રતિમા પણ સોંપી, જેના માટે વડાપ્રધાને તેમનો આભાર વ્યક્ત કર્યો.

કેદારનાથ ધામ સાથે પણ તેમનું કનેક્શન

અરુણ યોગીરાજે કેદારનાથમાં આદિ શંકરાચાર્યની 12 ફૂટ ઊંચી પ્રતિમા પણ બનાવી હતી. મૈસૂર જિલ્લાના ચૂંચનકટ્ટે ખાતે 21 ફૂટ ઊંચી હનુમાન પ્રતિમા, ડૉ. બી.આર. આંબેડકરની 15 ફૂટ ઊંચી પ્રતિમા, મૈસૂરમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસની સફેદ અમૃતશિલા પ્રતિમા, નંદીની 6 ફૂટ ઊંચી એકપાત્રી પ્રતિમા, માયસૂર દેવની 6 ફૂટ ઊંચી પ્રતિમા, રાજા જયચામરાજેન્દ્ર વોડેયરની 14.5 ફૂટ ઊંચી સફેદ અમૃતશિલા પ્રતિમા અને અન્ય ઘણી પ્રતિમાઓ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી હતી.

MBA કર્યું, MNCની નોકરી છોડી બન્યા શિલ્પકાર, જાણો કોણ છે અરુણ યોગીરાજ જેણે રામલલ્લાની મૂર્તિ બનાવી 2 - image



Google NewsGoogle News