હાથરસ દુર્ઘટનામાં ભોલે બાબાનો કેસ અજય પ્રકાશ સિંહ લડશે, નિર્ભયાના ગુનેગારોને પણ કોર્ટમાં બચાવી ચૂક્યા છે

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
Narayan Hari Sakar And Ajay Prakash Singh


Hathras Stampede Case : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા છે. નારાયણ સાકાર હરિ (Narayan Hari Sakar)ના સત્સંગમાં લાખો લોકો પહોંચ્યા હતા. તેમના અનુયાયીઓ તેમને ભોલે બાબાના નામથી બોલાવે છે. હાથરસના સિંકરારાઉ વિસ્તારમાં ફુલરાઈ ગામમાં બીજી જુલાઈએ ભોલે બાબાના સત્સંગમાં નાસભાગ મચી હતી. આ ઘટનામાં પોલીસે એફઆઈઆર નોંધી છે, જોકે તેમાં બાબાનું નામ દાખલ કર્યું નથી. બીજીતરફ ભોલે બાબાએ ઘટના પાળ અસામાજિક તત્વોને જવાબદાર ઠેરવ્યા છે.

હાથરસ દુર્ઘટના: સત્સંગ પછી નાસભાગ થતા ભાગી ગયા હતા બાબા, CCTV ફૂટેજમાં ખુલાસો

વકીલ એ.પી.સિંહે નિર્ભયાના ગુનેગારોને બચાવ્યા હતા

ભોલે બાબાએ બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, તેઓ ઘટના પહેલા જ ત્યાંથી નિકળી ગયા હતા અને કેટલાક અસામાજિક તત્વોએ નાસભાગ મચાવી હતી. બાબાએ એમ પણ કહ્યું કે, આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટના વકીલ એ.પી.સિંહ (અજય પ્રકાશ સિંહ) અસામાજિક તત્વો વિરુદ્ધ વકીલાત કરશે. આ તે જ એ.પી.સિંહ છે, જેમણે નિર્ભયા કેસ (Nirbhaya Case)ના દોષિતોની પણ વકીલાત કરી હતી. ચાર વર્ષ પહેલા હાથરસ દુષ્કર્મના કેસના આરોપીઓના વકીલ પણ એ.પી.સિંહ હતા. તેમનું નામ કેટલાક વર્ષોથી ખૂબ ચર્ચાઈ રહ્યું છે. કેટલાક વર્ષોમાં બનેલા ઘણા હાઈપ્રોફાઈલ કેસમાં તેઓ આરોપીઓની તરફેણમાં લડી ચુક્યા છે.

હાથરસ કાંડમાં મોટી કાર્યવાહી, 6 આરોપીની ધરપકડ, ફરાર મુખ્ય આયોજક પર એક લાખનું ઈનામ

સત્સંગમાં ભાગદોડમાં 121થી વધુના મોત

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બે જુલાઈના રોજ બાબાના સત્સંગ (Bhole Baba Satsang)માં થયેલી ભાગદોડમાં 121થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. હોસ્પિટલમાં મૃતદેહો ખડકાયા છે. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે, જ્યારે બાબા ભોલે ફરાર છે.

ભોલે બાબાની હવે પેપર લીક કેસમાં સંડોવણી! ધરપકડ કરાયેલા તલાટીને ત્યાં જ કરતા હતા 'સત્સંગ'

બાબાનું સાચું નામ સૂરજ પાલ, નોકરી છોડી સત્સંગ કરવા લાગ્યો

ઉત્તર પ્રદેશના હાથરસમાં જેમના સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ તે બાબાનું સાચું નામ સૂરજ પાલ છે. પોતાના ઉત્તર પ્રદેશમાં તેમણે દાવો કર્યો છે કે પહેલા તે પોલીસ ઈન્ટેલિજન્સ વિભાગમાં કામ કરતા હતા. બાદમાં નોકરી છોડીને સત્સંગ કરવા લાગ્યા. પ્રચાર ક્ષેત્રે આવ્યા પછી સૂરજપાલે પોતાનું નામ બદલીને સાકર વિશ્વ હરિ કરી દીધું હતું. જો કે લોકો તેમને ભોલે બાબા તરીકે પણ ઓળખે છે. પરંપરાગત કથાકારોથી વિપરીત, ભોલે બાબા થ્રી-પીસ સૂટમાં ઉપદેશ આપે છે. સત્સંગ દરમિયાન તેમની પત્ની પણ તેમની સાથે બેસે છે.


Google NewsGoogle News