ભારતમાં સરકાર બાદ સૌથી વધુ જમીન કોની પાસે? જાણીને વિશ્વાસ નહીં થાય
દેશમાં સૌથી વધારે જમીન ભારત સરકાર પાસે છે
ભારત સરકાર પાસે આશરે 15,531 ચોરસ કિલોમીટર જમીન છે
Image Envato |
તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર
ભારતમાં જમીનની કિંમત દરરોજ વધી રહી છે. દરેક વ્યક્તિનું એક સ્વપ્ન હોય છે કે તે જમીન ખરીદીને પોતાનું ઘર બનાવે. પરંતુ મેટ્રો સિટીની પરિસ્થિતિ એવી છે કે ત્યા રહેવા માટે માંડ થોડી જગ્યા બચેલી છે, આજે અમને તમને જણાવીશું કે, ભારતમાં સૌથી વધારે જમીન કોની પાસે છે અને તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે.
કોની પાસે છે સૌથી વધારે જમીન
દેશમાં સૌથી વધારે જમીન ભારત સરકાર પાસે છે. ગવર્નમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમની વેબસાઈટ પર આપવામાં આવેલા આંકડા પ્રમાણે ફેબ્રુઆરી 2021 સુધી ભારત સરકાર પાસે આશરે 15,531 ચોરસ કિલોમીટર જમીન છે. આ જમીનનો ઉપયોગ 51 મંત્રાલય અને 116 જાહેર સેક્ટર કંપનીમાં કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારત સરકાર પાસે જેટલી જમીન છે, તેનાથી નાના તો દુનિયામાં લગભગ 50 દેશ છે.
ક્યા મંત્રાલય પાસે સૌથી વધારે જમીન
ભારત સરકારના મંત્રાલયોના આંકડા જોઈએ તો રેલવે પાસે સૌથી વધારે જમીન છે, દેશભરમાં ભારતીય રેલવે પાસે 2926.6 ચોરસ કિલોમીટર જમીનના માલિકીનો હક છે. ત્યાર બાદ સંરક્ષણ મંત્રાલય અને કોલસા મંત્રાલય (2580.92 ચોરસ કિલોમીટર) જમીન છે. એ પછી ચોથા ક્રમે ઉર્જા મંત્રાલય (1806.69 ચોરસ કિલોમીટર), પાંચમા નંબર પર ભારે ઉદ્યોગ (1209.49 ચોરસ કિલોમીટર જમીન) અને છઠ્ઠા નંબરે શિપિંગ પાસે 1146 ચોરસ કિલોમીટર જમીન રહેલી છે.
સરકાર પછી સૌથી વધારે જમીન કોની પાસે છે
ભારત સરકાર પછી દેશમાં સૌથી વધારે જમીન કેથોલિક ચર્ચ ઓફ ઈન્ડિયા પાસે છે. આ સમગ્ર દેશમાં ભારત સરકાર પછી બીજા નંબર સૌથી વધારે જમીનના માલિકનો હક ધરાવે છે. કેથોલિક ચર્ચ પાસે દેશભરમા હજારો ચર્ચ, ટ્રસ્ટ ચેરિટેબલ સોસાયટી, સ્કુલ, કોલેજો અને હોસ્પિટલોનું સંચાલન કરે છે. એક રિપોર્ટ પ્રમાણે કેથોલિક ચર્ચ દેશભરમાં 14429 સ્કુલ- કોલેજ, 1086 ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ, 1826 હોસ્પિટલ અને ડિસ્પેન્સરીનું સંચાલન કરે છે. દેશભરમાં તેની કુલ જમીનની કિંમત 1 લાખ કરોડ રુપિયાથી વધારે છે.
ચર્ચ પછી સૌથી વધારે જમીન વકફ બોર્ડ પાસે છે
જમીનના મામલે વકફ બોર્ડ ત્રીજા નંબરે આવે છે. 1954માં બનેલ વકફ બોર્ડ એક સ્વાયત્ત સંસ્થા છે. જે દેશભરમાં હજારો મસ્જિદો, મદરેસા, કબ્રસ્તાનનું સંચાલન કરે છે. એક રિપોર્ટ પ્રમાણે વકફ બોર્ડ પાસે 6 લાખથી વધારે સ્થાયી સંપત્તિ છે. વકફની સૌથી વધારે જમીન અને પ્રોપર્ટીઝ તેમને મુસ્લિમ શાસનકાળમા મળી હતી. .