નીતિન ગડકરી, યોગી કે શાહ.... વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? સરવેના પરિણામ ચોંકાવનારા
PM Modi Successor: ભાજપાના સમર્થકો વચ્ચે લાંબા સમયથી સવાલ ઊઠી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી કોણ છે? આ સવાલ પણ સ્વાભાવિક છે કારણ કે નરેન્દ્ર મોદીએ બે કાર્યકાળ (10 વર્ષ) પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શરૂ કરી છે. આ દરમિયાન એક સરવેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે લોકો વડાપ્રધાન મોદી પછી કોને પીએમ તરીકે જોવા માંગે છે.
આ નેતાઓ પહેલી પસંદગી
સરવે અનુસાર, 25 ટકાથી વધુ લોકોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પછી સીએમ યોગી આદિત્યનાથને 19 ટકા મત મળ્યા હતા. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી 13 ટકા મત મેળવીને ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બંનેને લગભગ 5 ટકા મત મળ્યા છે.
આ પણ વાંચો: મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં રુદ્રપ્રયાગમાં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ
છેલ્લા બે સરવેમાં 28 ટકા અને 29 ટકા લોકોએ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. દક્ષિણ ભારતમાં 31 ટકાથી વધુ લોકો પણ માનવું છે કે, અમિત શાહ આગામી પીએમ પદ તરીકે સારા ઉમેદવાર બની શકે છે.
નીતિન ગડકરીને સંભવિત વિકલ્પ તરીકે પસંદ કર્યા
દક્ષિણ ભારતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું 31 ટકા એપ્રુવલ રેટિંગ તમામ પ્રદેશોમાં સૌથી વધુ છે. જ્યારે સમગ્ર દેશમાં 25 ટકા સમર્થન છે. અમિત શાહની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે સીએમ યોગી આદિત્યનાથને સમર્થન આપતા લોકોની ટકાવારીમાં પણ ઘટાડો થયો છે. સીએમ યોગી આદિત્યનાથનું સમર્થન ઓગસ્ટ 2023માં 25 ટકાથી ઘટીને ફેબ્રુઆરી 2024માં 24 ટકા થયું હતું. હવે 19 ટકા લોકોએ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા છે. લગભગ 13 ટકા લોકોએ નીતિન ગડકરીને સંભવિત વિકલ્પ તરીકે પસંદ કર્યા.
સરવેમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ આગળ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથના રેટિંગમાં ઘટાડા પછી સવાલ એ ઊભો થાય છે કે તેમના રેટિંગમાં થયેલા ઘટાડાનો ફાયદો કોને થયો. તો ઓગસ્ટ 2024ના સરવેના પરિણામો દર્શાવે છે કે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને શિવરાજ સિંહ ચૌહાણને તેનો ફાયદો થયો છે.
શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતામાં વધારો
સરવે અનુસાર, ઓગસ્ટ 2024થી કેન્દ્રીય મત્રી રાજનાથ સિંહની લોકપ્રિયતામાં લગભગ 1.2 ટકાનો વધારો થયો છે. જ્યારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતા વધી છે, જે ઓગસ્ટ 2023માં 2.9 ટકા થી વધીને નવા સરવેમાં 5.4 ટકા થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે શિવરાજ સિંહ ચૌહાણનો ઉદભવ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી તરીકે તેમની નિમણૂક સાથે સંયોગ થયો છે. જૂન 2024માં મોદી 3.0 કેબિનેટમાં જોડાયા પછી ભાજપના વડાપ્રધાન ઉમેદવાર તરીકે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. છેલ્લી બે ચૂંટણીઓમાં તેમને ફેબ્રુઆરી 2024માં 2 ટકા અને ઓગસ્ટ 2023માં 2.9 ટકા મત મળ્યા હતા.
આ સરવે 15મી જુલાઈથી 10મી ઓગસ્ટ, 2024ની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 1,36,436 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા હતા.સરવે દેશભરમાં 543 લોકસભા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જેના દ્વારા જનતાના વિચાર અને અભિપ્રાયને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.