દુનિયામાં સૌથી વધુ જમીન રશિયા પાસે, જાણો વિશ્વના ટોચના દસ દેશમાં ભારતનો ક્રમ ક્યાં
Which country has the most land? : આપણે જાણીએ છીએ છે કે, પૃથ્વી ઉપર 70 ટકાથી વધુ ભાગ પાણી છે અને 30 ટકાથી ઓછા ભાગમાં જમીન છે. આ જમીની ભાગની વહેંચણી જોઈએ તો તે ખૂબ જ રસપ્રદ છે. શક્તિ, અર્થતંત્ર, ઈકોનોમી, વસતી કે અન્ય કોઈ બાબતે દુનિયાના દેશો એકબીજાથી આગળ હશે પણ જમીનના ભાગની વાત આવે ત્યારે દેશોની સંખ્યા ખૂબ જ વિચિત્ર છે. દુનિયાની કુલ જમીનનો સૌથી મોટો ભાગ કયા દેશ પાસે છે, સૌથી નાનો દેશ કયો છે, કયા દેશની જમીનની કોઈ ગણતરી જ નથી જેવા ઘણાં સવાલો થાય છે. પૃથ્વી પર કુલ 510 મિલિયન ચોરસ કિ.મી. જમીન છે, જેમાં રશિયા પાસે સૌથી વધારે જમીન છે. આ ઉપરાંત દુનિયાના ટોચના દસ દેશમાં ભારતનું પણ સ્થાન છે. આ અંગે વિગતવાર વાત કરીએ.
રશિયા, એન્ટાર્કટિકા, ચીન અને કેનેડાનો દબદબો
વિશ્વના 200 દેશ પાસે જમીન છે જેની સામાન્ય ગણતરી થઈ શકે તેમ છે. આ યાદીમાં 25થી વધુ દેશો તો એવા છે જેમની જમીન ગણાય તો છે પણ છતાંય ગણતરીમાં લેવાય તેવી નથી. આ દેશની જમીનો કુલ ભાગના 0.000 ટકામાં આવે છે અને પાછળના ડિજિટ પણ ખૂબ જ ઓછા છે. આ ગણતરી ઉપર નજર કરીએ તો કુલ 510 ચોરસ કિ.મી. જમીનમાંથી સૌથી મોટો વિસ્તાર રશિયા પાસે છે. આમ, જમીનની દૃષ્ટિએ રશિયા વિશ્વનો સૌથી મોટો દેશ છે. રશિયાની કુલ જમીન 6.2 મિલિયન સ્ક્વેર માઇલ છે. તેની પાસે દુનિયાની કુલ જમીનની 3.352 ટકા જમીન છે.
ત્યારબાદ જમીન બાબતે ક્રમ આવે છે એન્ટાર્કટિકાનો. આમ તો એન્ટાર્કટિકાને કોઈ દેશ જાહેર કરાયો નથી છતાં તેની જમીન ભાગ વિશ્વમાં બીજા ક્રમે છે. તેની પાસે કુલ જમીનનો 2.75 ટકા જેટલો ભાગ છે. એન્ટાર્કટિકા પાસે 5.4 મિલિયન સ્ક્વેર માઇલ જમીન ભાગ છે. ત્યારબાદ કેનેડા 1.95 ટકા જમીન સાથે ત્રીજા ક્રમે આવે છે. તેની પાસે 3.85 મિલિયન સ્ક્વેર માઇલ જમીન છે. 3.70 મિલિયન સ્ક્વેર માઇલ જમીન સાથે ચીન વિશ્વમાં ચોથા ક્રમે આવે છે. તેનો કુલ જમીન વિશ્વની કુલ જમીનનો 1.88 ટકા ભાગ થાય છે.
દુનિયાના 195 દેશો પાસે એક ટકાથી ઓછી જમીન
આ યાદીમાં ભારતનો ક્રમ થોડો પાછળ છે. સૌથી વધુ જમીન ધરાવતા ભાગની વાત કરીએ તો વિશ્વના ટોચના 10 ભાગમાં ભારત આઠમા ક્રમે છે. તેવી જ રીતે સૌથી વધુ જમીન ધરાવતા દેશોની વાત કરીએ તો ભારત સાતમા ક્રમે છે. એન્ટાર્કટિકાને જમીનનો ભાગ ગણીએ તો તે બીજા ક્રમે છે. જો કે, તે દેશ નથી. તેથી જ્યારે વિશ્વના દેશોની ગણતરી થાય છે ત્યારે કેનેડા બીજા ક્રમે આવે છે. ભારત પાસે કુલ 1.26 મિલિયન સ્ક્વેર માઇલ જમીન છે. તે દુનિયાના કુલ જમીની ભાગનો માત્ર 0.644 ટકા ભાગ જ થાય છે.
વિશ્વની કુલ જમીનની વાત કરીએ તો રશિયા, કેનેડા અને ચીન સૌથી વધારે જમીન ધરાવે છે. ટોચના દસ દેશોની જમીન અંદાજે વીસ ટકા જેટલી જમીન થાય છે. તેમાં દુનિયાની મોટાભાગની જમીન આવી જાય છે.
નવાઈની વાત એ છે કે, જમીનનો કુલ ભાગ ધરાવતા ટોચના પાંચ પ્રદેશો પાસે દુનિયાની અડધી જમીન છે. જે દેશો પાસે એક ટકા કરતાં ઓછી જમીન છે તેની સંખ્યા 195 છે. તેમની પાસે દુનિયાની કુલ જમીનનો અડધો ભાગ છે. એક તરફ પાંચ પ્રદેશો પાસે અડધો ભાગ અને બીજી તરફ 195 પાસે બીજો અડધો ભાગ છે.
વેટિકન અને મોનાકોની કુલ જમીન 2.51 સ્ક્વેર કિ.મી.
જમીનના ભાગ માટે વિશ્વના 200 પ્રદેશોની ગણતરી થઈ છે. તેમાં કુલ 27 દેશો એવા છે જેની જમીનની ગણતરી 0.000 ટકાવારીમાં આવે છે. તેના આંકડા અને કદ એટલું નાનું છે કે તેની ટકાવારી પણ કાઢી શકાય તેમ નથી. તેમાંય વેટિકન સિટી અને મોનાકો વિશ્વના સૌથી નાના અને ઓછી જમીન ધરાવતા પ્રદેશો છે. મોનાકો પાસે 2.02 સ્ક્વેર કિ.મી જમીન છે જ્યારે વેટિકન સિટી પાસે તો માત્ર 0.49 સ્ક્વેર કિ.મી જમીન છે. આ બંનેની જમીન ભેગી કરીને તો 2.51 સ્ક્વેર કિ.મી. થાય, જેની ગણતરી નહીંવત્ જેવી છે.
જે પ્રદેશોના જમીની ભાગની ટકાવારી શૂન્યમાં આવે છે તેઓ મોટાભાગના દેશો કેરેબિયન અને સાઉથ પેસિફિક મહાસાગરમાં આવેલા ટાપુ છે. વિશ્વના કુલ પાણીના ભાગની વાત કરીએ તો 27 ટકા પાણી ટેરિટોરિયલ વોટર છે જ્યારે 43 ટકા પાણી ઇન્ટરનેશનલ વોટર ગણાય છે. એટલે કે ત્યાં કોઈ એક દેશ કે પ્રદેશની માલિકી ગણાતી નથી.
20મી સદીમાં નેશનલ જ્યુરિડિક્શન વિસ્તારાયું
દુનિયાના જમીની અને દરિયાઈ વિસ્તારોની વાત કરીએ તો તેની સીમા ખૂબ જ મર્યાદિત હતી. તેની સરહદો ખૂબ જ ઓછી અને ખાસ કરીને દરિયાઈ માર્ગોમાં તો કિનારાના પ્રદેશો સુધી જ સીમિત હતી. કોઈપણ દેશના કિનારાના પ્રદેશોની આસપાસ આવેલી સમુદ્રની ચોક્કસ સીમા નક્કી કરી દેવાઈ હતી. તે સિવાયના તમામ દરિયા અને મહાસાગરો તમામ દેશો માટે મુક્ત હતા. ત્યાર પછી જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ લોકોને અને દેશોને સમુદ્રની સરહદો બાબતે વિવાદ થવા લાગ્યા.
ખાસ કરીને વિશ્વની સ્થિતિ જોઈએ તો 1946 સુધી વિશ્વમાં માત્ર 76 આઝાદ દેશો હતા. હાલમાં વિશ્વમાં 195 આઝાદ દેશ છે. 1947 બાદ જે વિશ્વ બદલાવા લાગ્યું તેના કારણે ઘણાં પરિવર્તન કરવાની જરૂર જણાઈ. 1982માં અમેરિકા દ્વારા આ સુધારા માટે પહેલ કરાઈ હતી. આ માટે લૉ ઑફ ધ સી કન્વેન્શન શરુ કરાયો, જેમાં 19 કિ.મી. સુધીનો કિનારાનો દરિયો અને 200 કિ.મી. સુધીના કિનારાથી દૂર સુધીનો દરિયો દરેક દેશ પોતાની સરહદ તરીકે નક્કી કરી શકે. આ નિયમો બનતાં જ દરેક દેશ માટે મેરિટાઇમ ડેવલપમેન્ટ તથા વેપાર ઉદ્યોગની સરળતા થઈ ગઈ.