Get The App

મંદિર હોય કે દરગાહ... દબાણ હટાવવા જ પડશે, લોકોની સુરક્ષા સર્વોપરી: સુપ્રીમ કોર્ટ

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
મંદિર હોય કે દરગાહ... દબાણ હટાવવા જ પડશે, લોકોની સુરક્ષા સર્વોપરી: સુપ્રીમ કોર્ટ 1 - image


Image Source: Twitter

Supreme Court on Bulldozer Action: બુલડોઝર ઍક્શન પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. મંદિર હોય કે દરગાહ ગેરકાયદેસર બાંધકામને હટાવવું જ પડશે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝર ઍક્શન વિરુદ્ધ કોર્ટે આજે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથને સુનાવણી કરી હતી.

ભારત બિનસાંપ્રદાયિક દેશ છે બુલડોઝર ઍક્શન અંગેનો આદેશ તમામ નાગરિકો માટે રહેશે

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અમે તમામ નાગરિકો માટે ગાઇડલાઇન જાહેર કરીશું. ગેરકાયદેસર બાંધકામ હિન્દુ, મુસ્લિમ કોઈ પણ કરી શકે છે. અમારો આદેશ તમામ માટે છે. પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમુદાયના હોય. અતિક્રમણ માટે અમે કહ્યું છે કે જો તે જાહેર રસ્તા, ફૂટપાથ, જળાશય કે રેલવે લાઇન ક્ષેત્રમાં હશે તો તેને હટાવવું જ પડશે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર હશે તો તેને હટાવવું જ પડશે, પછી ભલે તે ગુરુદ્વારા હોય, દરગાહ હોય કે મંદિર હોય.

ખંડપીઠે 17 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતું કે અમારી મંજૂરી વિના આરોપીઓ અને અન્ય લોકોની મિલકતો 1 ઑક્ટોબર સુધી તોડવામાં આવશે નહીં. ખંડપીઠે કહ્યું હતું કે જો ગેરકાયદેસર ડિમોલિશનનો એક પણ કેસ છે તો તે આપણા બંધારણના મૂલ્યોની વિરુદ્ધ છે.

કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે અમારો આદેશ જાહેર સ્થળો જેમ કે રસ્તા, ફૂટપાથ, રેલવે લાઇન અથવા જળાશયો પર બાંધવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો પર લાગુ નહીં થશે અને એ મામલા પર પણ લાગુ નહીં થશે જેમાં કોર્ટ દ્વારા તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે.


Google NewsGoogle News