એવી એપ જેમાં ઈન્ટરનેટ વિના જાણી શકશો ટ્રેનનું LIVE સ્ટેટસ, પળવારમાં મળી જશે તમામ માહિતી

આ સુવિધા માટે Where is my Train એપ ડાઉનલોડ કરવી પડશે

પીએનઆર નંબર દાખલ કરવાની સાથે જ બુકિંગની સ્થિતિ, સીટ વગેરે જાણકારી મળી રહેશે

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
એવી એપ જેમાં ઈન્ટરનેટ વિના જાણી શકશો ટ્રેનનું LIVE સ્ટેટસ, પળવારમાં મળી જશે તમામ માહિતી 1 - image
Image Envato 

Where is my Train App: ભારતમાં રોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે તમામ સુવિધાઓ મળી રહે તે માટે સતત ધ્યાન રાખવામાં આવે છે. ઘણીવાર એવું થાય છે કે, જ્યારે ટ્રેન ચોક્કસ રેલવે સ્ટેશન પર થોડી મોડી પહોંચે છે. જેના કારણે પ્રવાસીઓ હેરાન થતાં હોય છે, અને ટ્રેન ક્યારે સ્ટેશન પર પહોંચશે તેની ચિંતા કર્યા કરતાં હોય છે. અને તે માટે ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન હોય તો ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોઈ શકાય છે. 

પરંતુ, હવે આ મુશ્કેલી ત્યારે વધી જાય છે, જ્યારે ફોનમાં ઈન્ટરનેટ પેકની સુવિધા ન હોય અથવા પછી રિચાર્જ પૂરુ થઈ ગયું હોય. આવા સમયે મુસાફરોને તેમની ટ્રેન છુટી જવાનો ભય રહે છે. જો તમારી સાથે પણ આવું બને છે તો હવે આવું નહી થાય. કારણ કે, હવે ઈન્ટરનેટ વગર પણ ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોઈ શકશો. આ સુવિધા માટે Where is my Train એપ ડાઉનલોડ કરવી પડશે.

ઈન્ટરનેટ વગર પણ જાણી શકાય છે ટ્રેનનું લાઈવ લોકેશન 

ટ્રેનનું લાઈવ લોકેશન જાણવા માટે તમારા ફોનમાં Where is my Train એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ એપને Google play Store અથવા Apple App Store પરથી ડાઉનલોડ કરી શકાશે. 

એવી એપ જેમાં ઈન્ટરનેટ વિના જાણી શકશો ટ્રેનનું LIVE સ્ટેટસ, પળવારમાં મળી જશે તમામ માહિતી 2 - image

આ એપની ખાસિયતો

1. ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોઈ શકાય છે

કોઈ પણ ટ્રેનનું રિયલ ટાઈમ લોકેશન, આવવાનો સમય અને પ્રસ્થાન કરવાનો સમય, સ્ટોપેજની જાણકારી અને ટ્રેન મોડા આવવાની કે રદ થવાની વગેરે અપડેટ મળી રહે છે. 

2. પીએનઆર સ્ટેટસ 

પીએનઆર નંબર દાખલ કરવાની સાથે જ બુકિંગની સ્થિતિ, સીટની જાણકારી, કોચની સ્થિતિ અને સાથી મુસાફરોના સ્ટેટસ વિશે જાણી શકાય છે.  

3. ટિકિટ બુકિંગ 

આ એપ દ્વારા સીધા IRCTC વેબસાઈટ પર ટ્રેનની ટિકિટ બુક કરાવી શકો છો. 

4. આગળના સ્ટેશનની જાણકારી

એપ દ્વારા આગામી સ્ટેશન વિશેની માહિતી, સુવિધાઓ વિશે માહિતી જેમ કે પ્લેટફોર્મ નંબર, પુછપરછ કાઉન્ટરનું સ્થળ, વેઈટિંગ રુમ, રેસ્ટોરેન્ટ વગેરેની માહિતી જાણી શકાય છે. 

કેવી રીતે કામ કરે છે Where is my Train App

Where is my Train App માં  ટ્રેનનું લાઇવ લોકેશન જાણવા માટે ત્રણ મોડ આપવામાં આવ્યા છે. વગર ઇન્ટરનેટ કનેક્શનની સાથે સેલ ટાવર વિકલ્પ કામ કરે છે. સેલ ટાવર વિકલ્પની સાથે એપ ટ્રેન પસાર થવાના સ્થાનથી નજીકના મોબાઈલ ટાવરના સિગ્નલને પકડી લે છે. એપ સાથે નજીકના ટાવરનું લોકેશન વિશેની જાણકારી મુસાફરને જોવા મળે છે. આ મોડ સિવાય આ એપમાં ઈન્ટરનેટ અને જીપીએસ મોડ પણ આપવામાં આવ્યો છે. 



Google NewsGoogle News