Get The App

દુનિયામાં સૌથી સસ્તો iPhone 15 અહી મળે છે, જાણો ક્યાં છે કેટલી કિંમત....

iPhone ના નવા મોડલ બજારમાં આવતાની સાથે ચાહકોમાં ભાવ બાબતે ચર્ચાઓ

Updated: Sep 15th, 2023

GS TEAM


Google News
Google News
દુનિયામાં સૌથી સસ્તો iPhone 15 અહી મળે છે, જાણો ક્યાં છે કેટલી કિંમત.... 1 - image
Image Twitter 

તા. 15 સપ્ટેમ્બર 2023, શુક્રવાર

iPhone ના નવા મોડલ બજારમાં આવી ગયા છે. નવા iPhone માર્કેટમાં આવતાની સાથે તેના ફિચર અને સાથે સાથે તેની કિંમતને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને ભારતમાં iPhone ની કિંમત બાબતે ચર્ચાઓ સાંભળવા મળતી હોય છે. કારણ કે અહીની કિંમત અન્ય બજારની તુલનામાં ઘણી વધારે છે. કેટલાક એવા લોકો પણ છે કોઈક જુગાડ કરવામાં વ્યસ્ત હશે કે બીજા દેશમાંથી iPhone મંગાવી શકાય. જેથી કરીને iPhone સસ્તો મળી રહે. દુનિયામાં કઈ બજારમાં iPhone સસ્તો મળે છે. જાણો તેના વિગતે વાત કરીએ.

અલગ અલગ બજારોમાં iPhone 15ની કિંમત આ પ્રમાણે છે.

iPhone 15ની  કિંમત કેટલીક કારણોથી અલગ અલગ હોય છે. પરંતુ હાલમાં તો અમે ભારત, અમેરિકા, બ્રિટન, દુબઈ(યુએઈ), ચીન, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા બજારોની કિંમત વિશે વાત કરીશું. ધ્યાનમાં રહે કે આ કિંમત ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવા પર આધારિત છે.

ક્રમ         દેશ          કિંમત  

1          ભારત   79900 શરુઆતની કિંમત

2         US           66208 (799 ડોલર)

3         UK           82770 (799 યુરો )

4        દુબઈ (UAE)        76687 (3399 AED)

5        ચીન           69124 (5999 RMB)

6       વિયેતનામ   79047 (22,999,000 VND)

7       થાઈલેન્ડ  76472 (32900  ฿)


વિવિધ દેશોના ભાવ જોતા તેની કિંમતમાં 14000 રુપિયાનો ડિફરન્ટ

iPhone 15 સૌથી સસ્તી કિંમતમાં ગ્રાહકોને યુએસમાં મળી રહેશે. એટલે વિવિધ દેશોના ભાવ જોતા તેની કિંમતમાં 14000 રુપિયાનો ડિફરન્ટ રહે છે. આવામાં જો iPhone 15  યુએસથી ખરીદી શકાય છે, જો કે US મોડલ્સને માત્ર eSIM નો ઉપયોગ કરવામાં આવે છે. 

 

Tags :