Get The App

'400નો દાવો કરનારા ક્યાં ગયા? અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત...' : ખડગે

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
'400નો દાવો કરનારા ક્યાં ગયા? અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત...' : ખડગે 1 - image


Image: Facebook

Mallikarjun Kharge in Anantnag: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું છે. બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં રેલીને સંબોધિત કરતાં ખડગેએ ભાજપને ઘેર્યું. તેમણે કહ્યું કે જો અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત.

'400નો દાવો કરનારા ક્યાં ગયા? તે લોકો 240 બેઠક પર સમેટાઈ ગયા. જો અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત. આ લોકો જેલમાં રહેવાને લાયક છે. ભાજપ ભાષણ તો ખૂબ આપે છે, પરંતુ કાર્ય અને કથનીમાં ખૂબ અંતર હોય છે. ભાજપ ભલે ગમે તેટલો પ્રયત્ન કરી લે, કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનું ગઠબંધન કમજોર થશે નહીં. અમે સંસદમાં પોતાની શક્તિ બતાવી છે. અમે તે જ શક્તિની સાથે આગળ વધીશું.'

આમનો પ્રયત્ન ક્યારેય સફળ થશે નહીં: ખડગે

'ભાજપ અહીં લોકોને તોડી-ફોડીને હિંદુ-મુસ્લિમને વહેંચવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તેમનો પ્રયત્ન, જીવનમાં ક્યારેય સફળ થશે નહીં. આવા ભાજપ અને આરએસએસના હજારો કાર્યકર્તા આવશે અને જતાં રહેશે. અહીંના લોકો ઝૂકવાના નથી. કોંગ્રેસ પાર્ટીના અહીંના લોકોની સાથે છે. આપણે સૌ એક છીએ અને હંમેશા એક રહીશું.

'

કોંગ્રેસના ઈન્ડિયા ગઠબંધનથી ભાજપ ડર્યું

'કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જોયા બાદ ભાજપ અકળાયું છે. તેથી ભાજપ જમ્મુ-કાશ્મીરની યાદી વારંવાર બદલી રહ્યું છે. તે એટલા ગભરાઈ ગયા છે કે બે-ત્રણ વખત યાદી બદલી દીધી છે. બળવો શરૂ થઈ ગયો છે. તેનાથી જાણ થાય છે કે ઈન્ડિયા ગઠબંધનની એકતાથી તે લોકો કેટલા ડરી ગયા છે.'

રાહુલની 'ભારત જોડો યાત્રા' નો ખડગેએ કર્યો ઉલ્લેખ

રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. ખડગેએ કહ્યું, 'રાહુલ ગાંધીએ સૌથી મોટી યાત્રા કાઢી. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી કાશ્મીરમાં યાત્રાનું સમાપન થયું. ભારત જોડો યાત્રા, જેમાં હું પણ સામેલ હતો, ફારુક અબ્દુલ્લા પણ તેમાં સામેલ હતાં. તે યાત્રાને અહીં ખૂબ સફળતા મળી.'


Google NewsGoogle News