માણસાઈ મરી પરવારી! ઘરમાં આગ લાગતા આખો પરિવાર હોમાયો, લોકોએ મદદ કરવાના બદલે બનાવ્યો વીડિયો
Fire in Darbhanga : લોકોમાં માણસાઈ મરી પરીવારી છે. લોકો આપત્તિના સમયમાં પણ અવસર શોધતા રહે છે. આવી જ ઘટના બિહારના દરભંગા જિલ્લાના બહેડા વિસ્તારના અંટોર ગામમાં બની છે જ્યાં ગુરુવારે અડધી રાત્રે ફટાકડાના કારણે ઘરમાં આગ લાગી ગઈ હતી. તેમાં એક જ પરિવારના છ સભ્યોના મોત નીપજ્યાં. જ્યારે ઘરમાં આગ લાગી તો અમુક લોકો એવા પણ નજર આવ્યાં જે પીડિત પરિવારના સભ્યોને બચાવવાના બદલે વીડિયો બનાવતા રહી ગયા. તમામ લોકો એક સાથે મદદ કરતા તો ઘણાના જીવ બચાવી શકાતા પરંતુ આવું થઈ શક્યું નહીં.
ઉલ્લેખનીય છે કે અંટોગ ગામ નિવાસી છગન પાસવાનની પુત્રીના લગ્ન ગુરુવારે હતાં. ત્યાં જાનૈયાઓ દ્વારા કરવામાં આવેલી આતિશબાજીના કારણે મોટી દુર્ઘટના ઘટી. તેમાં રામચંદ્ર પાસવાનના પુત્ર સુનીલ પાસવાન (28) અને સુનીલની પત્ની લાલી દેવી (25), સુનીલની બહેન કંચન દેવી (25), કંચન દેવીની પુત્રી સાક્ષી કુમારી (6) અને કંચનના બે પુત્ર જેમાં બે મહિનાનો સિદ્ધાર્થ અને 4 વર્ષના સુધાંશુંના આગમાં દાઝવાથી મોત નીપજ્યા હતાં.
ઘરમાં આગ લાગી ત્યારે લોકોએ વીડિયો બનાવ્યો
મૃતક સુનીલની પિતરાઈ બહેને જણાવ્યું કે જે સમયે આગ લાગી ત્યારે સુનીલ પોતાના બાળકો અને પરિવારને બચાવવામાં લાગી ગયો હતો. આ દરમિયાન આગની ચપેટમાં આવી ગયો. અન્ય લોકો ત્યાં ઊભા રહીને વીડિયો જ બનાવતાં રહ્યાં. જો આ લોકો પણ મદદ માટે આગળ આવ્યાં હોત તો તમામના જીવ બચાવી શકાયા હોત. સ્થિતિ એ છે કે કંચનનું ઘર સૂનું પડેલુ છે. તેણે જણાવ્યું કે કંચનના લગ્ન કેવડીના દિઘિયા ગામમાં થયાં હતાં. કંચન પતિ એ આશાની સાથે પંજાબમાં રહીને મજૂરી કરી રહ્યાં હતાં કે રૂપિયા જમા કરીને પોતાનું ઘર બનાવી દેશે. આ આશામાં કંચન પોતાના પિયરમાં રહેતી હતી.
જાનૈયાઓએ ગામના લોકોની એક પણ વાત માની નહીં
પ્રત્યક્ષદર્શી રવિન્દ્ર પાસવાને જણાવ્યું કે સકરી છતવનથી જાનૈયા આવ્યાં હતાં અને ફટાકડાં ફોડી રહ્યાં હતાં. ગામના લોકોએ ના પાડી હતી પરંતુ જાનૈયાઓ ગામના લોકોની તમામ વાતોને અવગણી ફટાકડા ફોડતાં રહ્યાં. જ્યારે ફટાકડાના કારણે આગ લાગી ત્યારે આગ બુઝાવવા લોકો દોડ્યા પણ કાબૂ કરી શક્યાં નહીં. જેનાથી એક જ પરિવારના છ સભ્યોના મોત થઈ ગયાં. જોકે, જિલ્લા તંત્રએ દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ ઘટનામાં રામચંદ્ર પાસવાનના પુત્ર સુનીલ પાસવાન અને તેની પત્ની, મોટી પુત્રી કંચન દેવી અને કંચનના 3 બાળકોના મોત નીપજ્યાં છે.