Get The App

જ્યારે ટાટાથી નારાજ થઈ ગયા હતા તત્કાલીન PM વી પી સિંહ, વાત રાજીનામા સુધી પહોંચી ગઈ હતી

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
જ્યારે ટાટાથી નારાજ થઈ ગયા હતા તત્કાલીન PM વી પી સિંહ, વાત રાજીનામા સુધી પહોંચી ગઈ હતી 1 - image

PM VP Singh When Got Angry with TATA : રતન ટાટાએ તેમના કરિયરમાં દરમિયાન તત્કાલિન પીએમ વી. પી. સિંહની નારાજગીનો ભોગ બન્યા હતા અને મામલો ટાટાના રાજીનામા સુધી પહોંચી ગયો હતો. તેમણે રાજીનામું આપવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ રાજીવ ગાંધીની સમજાવટથી એવું થયું નહીં. આ વાત ખુદ રતન ટાટાએ એક ઇન્ટરવ્યુમાં કરી હતી.

આ વાત એ વખતની છે, જ્યારે રતન ટાટાને એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "ત્રણ વર્ષ સુધી હું એર ઇન્ડિયામાં હતો. તે ખૂબ જ મુશ્કેલીભર્યા વર્ષો હતા, કારણ કે તે સમયે એર ઇન્ડિયામાં ખૂબ જ રાજકારણ ચાલતું હતું. હાલમાં મારે તેના વિશે વધારે વાત નથી કરવી. તે સમયગાળો ખૂબ જ મુશ્કેલ અને અલગ અલગ વિચારોવાળો હતો. હું રાજીનામું આપવા માંગતો હતો, પરંતુ રાજીવે એવું થવા ન દીધું. એટલે જ્યારે તેમણે સત્તા ગુમાવી, મેં પદ છોડી દીધું."

ટાટાએ કહ્યું, "મને લાગતું હતું કે, મેં વી. પી. સિંહ મારાથી નારાજ છે. જેઓ સત્તા પર આવ્યા અને તેમણે વિચાર્યું કે આ તેમના નેતૃત્વ પર એર પ્રતિબંધ હતો, પરંતુ એવુ નહોતું. આ માત્ર એર ઇન્ડિયાના રાજકીય ઉતાર-ચઢાવને કારણે હતું. પછી તે સમય દરમિયાન મારા મગજમાં થોડી અસ્પષ્ટતા હતી."

વી. પી. સિંહ સરકાર સાથે ઘર્ષણ

JRD ટાટાએ જ્યારે વી. પી. સિંહને Tata Zug પર વિદેશી હુંડિયામણના ઉલ્લંઘનના આરોપો અંગે કડક પત્ર લખ્યો, ત્યારે વી. પી. સિંહ સરકાર સાથે ઘર્ષણ થયું. રતન ટાટાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "ભૂરે લાલ (પૂર્વ ડાયરેક્ટર ઑફ એન્ફોર્સમેન્ટ, ફોરેન એક્સચેન્જ) આ તપાસનું નેતૃત્વ કરી રહ્યા હતા. અમે કાંઈ ખોટું નહોતું કર્યું, તેથી તે સાથે બધો ખુલાસો કરી દેવામાં આવ્યો હતો. આ એક મુદ્દો હતો કે, શું માતા-પિતાના સંતાન અથવા મૂળ કંપનીના પૌત્રને પણ RBIની મંજૂરીની જરૂર હોય છે કે નહીં. પરંતુ આ મુદ્દો ક્યારેય સાબિત થયો નહીં, કારણ કે તેઓને એવું કંઈ મળ્યું ન હતું, જેનો અમે ખુલાસો નહોતો કર્યો."

રાજીવ ગાંધી સાથે કરતા હતા વિચારોની આપ-લે

રાજીવ ગાંધી સાથેના સંબંધો વિશે વાત કરતાં તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, "હું ભાગ્યશાળી હતો કે, મને રાજીવ સાથે વિચારોની આપ-લે કરવાની તક મળી અને એ લોકોના નાના-નાના સમૂહોનો ભાગ બનવાની તક મળી. જેને તેઓ સમયાંતરે તેમાંથી કેટલાક ક્ષેત્રો પર અભિપ્રાય માટે બોલાવતા હતા. એ સમયે તેમણે મને એર ઇન્ડિયાનો ચેરમેન બનાવ્યો હતો. નવાઈની વાત તો એ હતી કે મને કોઈ જાણ પણ કરવામાં નહોતી આવી કે, મને ચેરમેન બનાવવામાં આવી રહ્યો છે."


Google NewsGoogle News