PM રશિયા-યૂક્રેન યુદ્ધ અટકાવી શકે છે, તો વિનેશને ન્યાય કેમ ન અપાવ્યો? કોંગ્રેસે પૂછ્યો સવાલ

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
Vinesh Phogat and Randeep Surjewala


Congress On PM Narendra Modi For Wrestler Vinesh Phogat : ઓલમ્પિકમાં ભારતીય રેસલર વિનેશ ફોગાટને ગોલ્ડ મેડલ પહેલા જ મેચ માટે અયોગ્ય જાહેર કરવામાં આવતા સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર પર પ્રહાર કરતા પૂછ્યું કે, 'જ્યારે વડાપ્રદાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકી શકે છે તો વિનેશને ન્યાય કેમ અપાવી શકતા નથી?'

આ પણ વાંચો : વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થતા હોબાળો, જુઓ રાજકારણના દિગ્ગજોની પ્રતિક્રિયા

રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકી શકે છે તો વિનેશને ન્યાય કેમ અપાવી શકતા નથી?

આજે (7 ઓગસ્ટ) કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે, 'ભારતીય રેસલર વિનેશ એક ષડયંત્રનો શિકાર બન્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધીને પૂછ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકી શકે છે તો વિનેશને ન્યાય કેમ અપાવી શકતા નથી?' આપને જણાવી દઈએ કે, ગઈ કાલની (6 ઓગસ્ટ) વિનેશે પોતાની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બનીને ઈતિહાસ રચ્યો હતો. આ દરમિયાન તેમને ઓછામાં ઓછું સિલ્વર મેડલ મળવાનું નક્કી હતું, પરંતુ હવે તેમને 100 ગ્રામ વધુ વજન હોવાથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ શું કહ્યું?

AICC હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતી વખતે કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 'ફોગાટે સાત કલાકની અંદર પ્રી-ક્વાર્ટર, ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ જીતીને પેરિસ ઓલિમ્પિકમાં દેશનો ત્રિરંગો લહેરાવ્યો છે. છેલ્લી 82 મેચોમાં એક પણ વખત પણ ન હારેલી વિશ્વ કુસ્તી સુવર્ણ ચંદ્રક વિજેતા યુઇ સુસાકીને ભારતની પુત્રીએ હાર આપીને ભારતીય ત્રિરંગો લહેરાવ્યો છે. ફોગાટ રેસલિંગના મેદાનમાં હાર્યા નથી, પરંતુ ષડયંત્રની રાજનીતિના કારણે હાર્યા છે. રમત-ગમતની રાજનીતિની બલી ચડાવી દેવામાં આવી.'

આ પણ વાંચો : 'વાળ જ 300 ગ્રામના હોય છે, કપાવી નાખ્યા હોત તો..', વિનેશ ડિસ્ક્વૉલિફાઈ થતાં સસરાની પ્રતિક્રિયા

રણદીપ સુરજેવાલાએ ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યો

રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 'મંગળવારે દેશનો દરેક નાગરિક એવી રીતે ઉજવણી કરી રહ્યો હતો કે જાણે તેની પોતાની દીકરી જીતી ગઈ હોય. પરંતુ શાસક પક્ષ, રમતગમત મંત્રી, વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનેશ ફોગાટને અભિનંદન આપવાનું ટાળી રહ્યા હતા. એવો લોકો કોણ છે કે, જેને વિનેશ ફોગાટની જીતને પચાવી ન શક્યા અને જેમણે તેની પીઠમાં છરો માર્યો? શું આપણા જ લોકોને તેના મેડલથી કોઈ વાંધો છે? વડાપ્રધાન અને અન્ય મંત્રીઓએ ખેલાડીઓની હારી પર તેમને પ્રોત્સાહિત કર્યા, પરંતુ જ્યારે ફોગાટે એક દિવસમાં ત્રણ મેચ જીતી ત્યારે તેમણે તેમ ન કર્યું.' કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 'જ્યારે ફોગાટ હાર્યા ત્યારે વડાપ્રધાન અને મંત્રીઓએ સહાનુભૂતિની પોસ્ટ ટ્વિટ કરવાનું શરૂ કર્યું. અમને સહાનુભૂતિ નથી જોઈતી, અમને ન્યાય જોઈએ છે. ભારતીય રેસલિંગ ફેડરેશન અને સરકાર શા માટે મૌન છે અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનો દરવાજો ખટખટાવતા નથી. રમતગમત મંત્રી પેરિસની જગ્યાએ અહીં કેમ છે?

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતને ઝટકો: વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર, વધુ વજનના કારણે ફાઈનલ નહીં રમી શકે

પીએમ વિનેશને ન્યાય કેમ અપાવી શકતાં નથી?

સુરજેવાલાએ પૂછ્યું હતું કે, 'યુક્રેન-રશિયા યુદ્ધને રોકી શકે તેવા વડાપ્રધાન ફોગટને ન્યાય કેમ અપાવી શક્યા નથી. તેમની સાથે હાજર અધિકારીઓ શું કરી રહ્યાં છે, કારણ કે નિયમો પ્રમાણે, જો કોઈ ખેલાડી ઈજાને કારણે રમતમાંથી ખસી જાય છે તો તે જીતેલા મેડલ પોતાની પાસે રાખે છે. તેઓએ વજન તપાસ્યું હોત અને જો વજન વધારે હોત તો તેઓ મેડલ બચાવવા માટે તેણીને ઈજાના કારણે ખસી જવાની સલાહ આપી શક્યા હોત.' બીજી તરફ, સુરજેવાલાએ સંસદમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયાના નિવેદનની ટીકા કરતાં કહ્યું હતું કે, 'તેમની તાલીમ પર લાખો ખર્ચવામાં આવ્યા હતા.'

PM રશિયા-યૂક્રેન યુદ્ધ અટકાવી શકે છે, તો વિનેશને ન્યાય કેમ ન અપાવ્યો? કોંગ્રેસે પૂછ્યો સવાલ 2 - image


Google NewsGoogle News