Get The App

આરોપીની પત્નીનું ઘર તોડનાર અધિકારીઓ સામે હાઈકોર્ટની લાલ આંખ, બે લાખનું વળતર આપવા આદેશ

સાંજે ઘર પર નોટિસ આવી હતી અને બીજા જ દિવસે ઘર તોડી પાડવામાં આવ્યું હતું

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
આરોપીની પત્નીનું ઘર તોડનાર અધિકારીઓ સામે હાઈકોર્ટની લાલ આંખ, બે લાખનું વળતર આપવા આદેશ 1 - image


Madhya Pradesh High Court: ઉજ્જૈનમાં એક વર્ષ પહેલા ગેરકાયદે તોડી પાડવામાં આવેલા મકાન અંગે મધ્યપ્રદેશના હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પીડિતાને બે લાખ રૂપિયાનું વળતર આપવાની સાથે ઘર પર બુલડોઝર ચલાવનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 

જાણો શું સમગ્ર મામલો

અહેવાસ અનુસાર, જાન્યુઆરી 2023માં આરોપીઓ સામે કાર્યવાહી કરવાના ઈરાદે પોલીસે મોન્ટુ ગુર્જરની પત્ની રાધા લાંગરીના નામે સાંદીપની નગરમાં સ્થિત એક મકાનને તોડી પાડ્યું હતું. મકાનને તોડી પાડવાની કાર્યવાહી કરતા પહેલા મોન્ટુ ગુર્જરના પરિવારને આ મકાન પર ગેરકાયદે હોવાનું કહેવામાં આવ્યું ન હતું. સાંજે ઘર પર નોટિસ ચોંટાડવામાં આવી હતી અને બીજા જ દિવસે ઘર તોડી પાડવામાં આવ્યું હતું.

નગરપાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી

ઘર તોડી પાડવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં કોર્ટે નગરપાલિકાને પીડિતાને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે અધિકારીઓએ કાર્યવાહી કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. આ મામલે વકીલ તહઝીબ ખાને જણાવ્યું હતું કે,'સાંદીપની નગર સ્થિત મોન્ટુ ગુર્જરના ઘરને તોડવા માટે ગેરકાયદે કાર્યવાહી કરવામાં આવી હતી. જાન્યુઆરી 2023માં નગરપાલિકાના અધિકારીઓએ પોલીસ સાથે મળીને સાંદીપની નગરમાં ઘર તોડી પાડ્યું હતું. પરંતુ આ ઘર મોન્ટુની પત્ની રાધા લાંગરીના નામે છે અને હાઉસિંગ બોર્ડ કોલોનીમાં છે. કાર્યવાહીના થોડા કલાકો પહેલાં અધિકારીઓએ સાંજે રાધાના ઘરે રાયસા બીના નામે નોટિસ આપી અને બીજા દિવસે ગેરકાયદે વિશે કોઈ માહિતી આપ્યા વિના,તેઓએ જેસીબી વડે આખું ઘર તોડી નાખ્યું હતું.


Google NewsGoogle News