G20 સમિટ માટે આવેલા ટ્રુડો વિમાનમાં કોકેઈન લાવ્યા હતા? કેનેડાના PMOએ આપ્યો આ જવાબ

ભારત સાથે તંગદિલીભર્યા સંબંધો વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઘેરાતાં જઇ રહ્યા છે

સુદાનમાં ભારતના પૂર્વ રાજદૂત દીપક વોહરાએ સવાલ કર્યો કે જસ્ટિન ટ્રુડોનું વિમાન બગડ્યું તો તેઓ બે દિવસ રૂમથી બહાર કેમ નહોતા આવ્યા

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
G20 સમિટ માટે આવેલા ટ્રુડો વિમાનમાં કોકેઈન લાવ્યા હતા? કેનેડાના PMOએ આપ્યો આ જવાબ 1 - image

ભારત સાથે તંગદિલીભર્યા સંબંધો (India canada controversy) વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (justin trudeau) ઘેરાતાં જઇ રહ્યા છે. એક તરફ આતંકી નિજ્જર (hardip singh nijjar)ની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ મૂક્યા બાદ તેઓ પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે ત્યાં બીજી બાજુ એક નાજીને કેનેડિયન સંસદમાં બોલાવી તેનું સન્માન કર્યા બાદ તે માફી માગવા મજબૂર થયા. આ દરમિયાન એક નવો આરોપ એ લાગ્યો છે કે તેઓ જ્યારે G20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા ત્યારે તેમના વિમાનમાં કોકેઈન (cocaina) ભરેલું હતું. 

જાણો કોણે કર્યો આ આક્ષેપ? 

સુદાનમાં ભારતના પૂર્વ રાજદૂત દીપક વોહરા (Dipak vohra)એ કહ્યું કે વિશ્વસનીય અફવાઓ હતી કે ઈન્વેસ્ટિગેટિવ ડોગ્સને વિમાનમાં કોકેઈન મળ્યું હતું. વોહરાએ સવાલ ઊઠાવ્યો કે ટ્રુડો બે દિવસ સુધી હોટેના રૂમથી બહાર કેમ ન આવ્યા જ્યારે તેમનું વિમાન બગડી ગયું હતું?  તેઓ રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રિત ડીનરમાં પણ નહોતા ગયા. વિશ્વસનીય સૂત્રોએ દાવો કર્યો હતો કે ટ્રુડો બેભાન અવસ્થામાં પડી રહ્યા હતા. 

વોહરાએ આ કારણે કર્યો દાવો 

વોહરાએ કહ્યું કે જસ્ટિન ટ્રુડો ફ્રસ્ટેટેડ અને તણાવમાં હતા કેમ કે 10 દિવસ પહેલાં જ તેમની પત્ની તેમને છોડી જતી રહી હતી. આ ઉપરાંત કેનેડાની ઈકોનોમી ડગમગી રહી છે. પૂર્વ રાજદૂતે કહ્યું કે કેનેડિયન વડાપ્રધાનની હરકતો સમજથી બહાર છે કેમ કે તે બોખલાઈ ગયા છે. 

કેનેડાના પીએમઓએ શું કહ્યું? 

આ દરમિયાન ભારતીય મીડિયામાં આ અહેવાલો આવતા જ કેનેડિયન વડાપ્રધાનના કાર્યાલય (PMO)એ આ દાવાને ફગાવી દીધા હતા. પીએમઓએ કહ્યું કે ભારતના નિવૃત્ત રાજદ્વારી દ્વારા લગાવવામાં આવેલા આરોપો આધારવિહોણાં અને ખોટાં છે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 



Google NewsGoogle News