ગાંધીનગર, વારાણસી, વાયનાડ સહિત આ 'હોટ સીટ' પર ક્યારે મતદાન થશે? જુઓ કાર્યક્રમ

દેશમાં 19મી એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
ગાંધીનગર, વારાણસી, વાયનાડ સહિત આ 'હોટ સીટ' પર ક્યારે મતદાન થશે? જુઓ કાર્યક્રમ 1 - image

Lok Sabha Election 2024: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. આ જાહેરાતની સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. આ દરમિયાન દેશની કેટલીક હાઈપ્રોફાઈલ બેઠકો પર એક નજર કરીએ કે ત્યાં ચૂંટણી ક્યારે યોજાશે. તો પહેલા ઉત્તર પ્રદેશની વારાણસી બેઠકથી શરૂઆત કરીએ. આ બેઠક પરથી વડાપ્રધાન મોદી ભાજપના ઉમેદવાર છે. આ બેઠક પર સાતમા તબક્કામાં એટલે કે પહેલી જૂને ચૂંટણી યોજાશે.

લોકસભાની મહત્ત્વની બેઠકો

•કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠકથી સાંસદ છે. આ વખતે પણ તેઓ કોંગ્રેસ તરફથી આ જ વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડતા જોવા મળશે. પાર્ટી તેમના નામની જાહેરાત કરી ચૂકી છે. આ બેઠક પર બીજા તબક્કામાં 26મી એપ્રિલે ચૂંટણી યોજાશે.

•મહારાષ્ટ્રની નાગપુર સીટને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આની ચર્ચા એટલા માટે થઈ હતી કારણ કે એવા અહેલાવાલો બહાર આવ્યું હતું કે ભાજપ આ વખતે નીતિન ગડકરીને ટિકિટ નહીં આપે પણ એવું કંઈ થયું નથી. આ વખતે પણ નીતિન ગડકરી અહીંથી ચૂંટણી લડશે. નાગપુર બેઠક પર પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે ચૂંટણી યોજાશે.

•ઉત્તર પ્રદેશની આ હાઈપ્રોફાઈલ બેઠક ચર્ચામાં રહે છે. એક સમયે ગાંધી-નેહરુ પરિવારનો ગઢ ગણાતી આ બેઠક પર સ્મૃતિ ઈરાની ભાજપ તરફથી સાંસદ છે. અહીં તેમણે રાહુલ ગાંધીને હરાવ્યા હતા. આ બેઠક પર પાંચમા તબક્કામાં એટલે કે 20મી મેએ મતદાન થશે.

•પશ્ચિમ બંગાળની સૌથી હાઈપ્રોફાઈલ સીટમાંથી એક છે, જેને ફિલ્મ સિતારાઓની બેઠક કહેવામાં આવે છે. હાલમાં શત્રુઘ્ન સિન્હા તૃણમૂલના સાંસદ છે. ભાજપે આ બેઠક પર પવન સિંહને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. પશ્ચિમ બંગાળની આ લોકસભા બેઠક પર ચોથા તબક્કામાં 13મી મેના રોજ ચૂંટણી યોજાશે.

•મુંબઈ નોર્થ બેઠક આ વખતે ચર્ચામાં છે કારણ કે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. પીયૂષ ગોયલ હાલમાં રાજ્યસભાના નેતા છે. તેઓ કેન્દ્ર સરકાર વતી સંસદમાં જોરદાર દલીલો રજૂ કરી રહ્યા છે. તેમને ટીમ મોદીના સૌથી કોર મેમ્બર માનવામાં આવે છે. તેઓ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ લોકસભા બેઠક પર પાંચમા તબક્કામાં 20મી મેના ચૂંટણી યોજાશે.

•નવી દિલ્હી બેઠક હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે ખાસ છે કારણ કે અહીંથી બીજેપીના યુવા નેતા બાંસુરી સ્વરાજ મેદાનમાં છે. તે તેના ચૂંટણી પ્રચારને કારણે પહેલાથી જ ચર્ચામાં હતી. ઘણાં લોકો જાણે છે કે તે ભાજપના પૂર્વ દિગ્ગજ અને દિવંગત સુષ્મા સ્વરાજની પુત્રી છે. આ બેઠક પર છઠ્ઠા તબક્કાની ચૂંટણી 25મી મેના રોજ યોજાશે.

•મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા બેઠકથી ઉમેદવાર છે, જે એક સમયે અટલ અને સુષ્માનું ચૂંટણી મેદાન હતું. શિવરાજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદ છોડીને લોકસભાની ચૂંટણી લડી રહ્યા હોવાના કારણે પણ તે ગરમ છે. આ લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ ચૂંટણી યોજાશે.

•ગુજરાતની ગાંધીનગર બેઠક પર ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં છે. આથી આ બેઠકને દેશભરમાં ખૂબ જ હોટ સીટ માનવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ લાંબા અંતરથી આ બેઠક ગુમાવી શકે છે. આ લોકસભા બેઠક પર ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ ચૂંટણી યોજાશે.

•ઉત્તર પ્રદેશની મથુરા બેઠક પર બધાની નજર છે. કારણ કે મથુરા બેઠક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ બેઠક પર ભાજપે ફરી એકવાર હેમા માલિની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉત્તર પ્રદેશની આ લોકસભા બેઠક પર બીજા તબક્કામાં એટલે કે 26મી એપ્રિલે ચૂંટણી યોજાશે.

•ઉત્તર પ્રદેશમાં ભાજપનો ગઢ ગણાતી લખનઉ બેઠક પર રક્ષામંત્રી રાજનાથ સિંહ ભાજપ તરફથી ઉમેદવાર છે અને તેઓ અહીંના વર્તમાન સાંસદ પણ છે. આ બેઠક પર પાંચમા તબક્કામાં 20મી મેના રોજ મતદાન થશે.

લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાશે

પ્રથમ તબક્કો : 19મી એપ્રિલ

બીજો તબક્કો : 26મી એપ્રિલ

ત્રીજો તબક્કો : સાતમી મે

ચોથો તબક્કો : 13મી મે

પાંચમો તબક્કો : 20મી મે

છઠ્ઠો તબક્કો : 25મી મે

સાતમો તબક્કો: પહેલી જૂન

પરિણામો: ચોથી જૂન


Google NewsGoogle News