Get The App

ભારતે અરુણાચલ સરહદે 'ડેવલપમેન્ટ' શરૂ કર્યું તો ચીનને લાગ્યાં મરચાં, કહ્યું - 'તમને કોઈ અધિકાર નથી..'

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
ભારતે અરુણાચલ સરહદે 'ડેવલપમેન્ટ' શરૂ કર્યું તો ચીનને લાગ્યાં મરચાં, કહ્યું - 'તમને કોઈ અધિકાર નથી..' 1 - image


Arunachal Border: ચીન ક્યારેય સુધરશે નહીં. તે ભલે મીઠી-મીઠી વાતો કરે પરંતુ તેના મનમાં ઝેર સિવાય કંઈ નથી. એક તરફ તે ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરી રહ્યું હતું. સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત સાથે હાથ મિલાવવાની વાત કરી રહ્યું હતું પરંતુ હવે તેણે પોતાની હકીકત જણાવી દીધી. ચીનથી ભારતનો વિકાસ જોઈ શકાયો નહીં. આ કારણ છે કે તે અકળાઈ ઉઠ્યું છે. ભારત પોતાની સરહદ પર વિકાસનું કામ કરી રહ્યું છે પરંતુ ચીનને મરચાં લાગી રહ્યાં છે. ચીને ફરીથી ભારતની સરહદે પોતાનો હક વ્યક્ત કર્યો છે. ચીને ઝેર ઓંકતા કહ્યું કે ભારતને અરુણાચલ પ્રદેશમાં સરહદ પર કોઈ વિકાસ કાર્ય કરવાનો હક નથી.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતને તે વિસ્તારમાં વિકાસ કાર્ય કરવાનો કોઈ હક નથી, જેને ચીન દક્ષિણ તિબ્બત કહે છે. ભારતના સરહદી રાજ્ય અરુણાચલ પ્રદેશમાં જળવિદ્યુત પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવાની ભારતની યોજનાનો ઉલ્લેખ છે. ચીની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે સાઉથ તિબ્બત ચીનનો વિસ્તાર છે.

ચીન કેટલી વખત ખોટું બોલશે?

ખોટું બોલતાં ચીની વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, ભારતને ત્યાં વિકાસ કાર્ય કરવાનો કોઈ અધિકાર નથી અને ચીની વિસ્તારમાં ભારત જે અરુણાચલ પ્રદેશને પોતાનો જણાવે છે, તેની સ્થાપના ગેરકાયદે અને અમાન્ય છે. ભારત ઉત્તર પૂર્વ હિમાલયી રાજ્યમાં 12 જળવિદ્યુત સ્ટેશનોના નિર્માણમાં ઝડપ લાવવા માટે એક અબજ ડોલર ખર્ચ કરવાનું આયોજન કરી રહ્યું છે.

ભારતનો ભાગ છે અરુણાચલ 

આ વાત સમગ્ર દુનિયા જાણે છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, હતો અને હંમેશા રહેશે. ચીનનું કહેવું છે કે આ દક્ષિણ તિબ્બતનો ભાગ છે અને તેણે ત્યાં ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર વાંધો વ્યક્ત કર્યો છે જ્યારે હકીકત એ છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો ભાગ છે. અરુણાચલ પ્રદેશને લઈને ચીન વારંવાર ઝેર ઓંકતું રહ્યું છે. ભારત સ્પષ્ટ રીતે કહી ચૂક્યું છે કે ચીનનો આ પ્રયત્ન બેકાર છે.

પહેલા મીઠી-મીઠી વાતો અને હવે ઝેર

ચીને અરુણાચલ પ્રદેશને લઈને ઝેર એવા સમયે ઓંક્યુ છે, જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કઝાકિસ્તાનમાં ચીની વિદેશ મંત્રી વાંગ યી એ મુલાકાત કરી હતી. ચીની વિદેશ મંત્રીએ એસ જયશંકરે સરહદ પર મુદ્દાને ઉકેલવાના પ્રયત્નોને ઝડપી કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. ચીને વચન આપ્યું હતું કે તે ભારતની સાથે સંબંધ સારા રાખશે અને સરહદ વિવાદને ઉકેલવામાં દરેક શક્ય પ્રયત્ન કરશે પરંતુ તેનું આ તાજું નિવેદન દર્શાવે છે કે તેના ચાવવાના  દાંત અને બતાવવાના કંઈક જુદા છે.


Google NewsGoogle News