જ્યારે મનમોહન સિંહે સોનિયા ગાંધીથી નારાજ થઈ રાજીનામું આપવાની ધમકી આપી દીધી હતી
Dr. Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું ગુરૂવારે દિલ્હીની એઈમ્સ ખાતે નિધન થયુ છે. એક દાયકા સુધી દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહને આખુ વિશ્વ એક કુશળ અર્થશાસ્ત્રી તરીકે ઓળખે છે. તેઓએ ઘણી વખત દેશના હિત માટે પોતાના પક્ષના સભ્યો સાથે લડ્યા છે. તેઓ અમેરિકા સાથે ન્યૂક્લિયર ડીલ મામલે સોનિયા ગાંધીથી પણ નારાજ થયા હતા. આ નારાજગીના પગલે તેમણે રાજીનામું આપવા સુધીની તૈયારી દર્શાવી હતી.
ડો.મનમોહન સિંહ નરસિમ્હા રાવની સરકારમાં નાણા મંત્રી રહ્યા હતા. તેઓ વિનમ્ર જરૂર હતાં, પરંતુ દેશના હિત માટે મજબૂત નિર્ણયો લેવા માટે હંમેશા તત્પર પણ રહેતા હતાં. રાજકીય પક્ષોના આકરા વિરોધ વચ્ચે તેમણે દેશ માટે લાભદાયી અમેરિકા સાથે ન્યૂક્લિયર એગ્રિમેન્ટ માટે વાતચીતને આગળ વધારી હતી. રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે સોનિયા ગાંધી સાથેની એક બેઠકમાં તેમણે આ નિર્ણય પર અસહમતિ દર્શાવતા રાજીનામું આપવાની તૈયારી પણ દર્શાવી હતી. જો કે, તેમની શાલીનતા અને વિનમ્રતાના કારણે આ ડીલ પર મહોર વાગી હતી.
આ પણ વાંચોઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સંપત્તિ વિશે જાણી ચોંકી જશો! આર્થિક સુધારામાં તેમનો ફાળો યાદગાર
ઓછું બોલતાં પણ કામ વધુ કરતાં
ડો. મનમોહનસિંહ 2004થી 2014 સુધી 10 વર્ષ વડાપ્રધાન રહ્યા હતા. તેઓ ઓછું બોલતાં પણ કામ વધુ કરતાં હતા. તેમણે દેશના આર્થિક વિકાસ અને વૈશ્વિકીકરણ માટે અનેક સુધારાવાદી પગલાંઓ લીધા હતા. તેઓ વિપક્ષની દલીલોને પણ ધ્યાનથી સાંભળી તેમની મૂંઝવણો દૂર કરતા હતાં.