Cyber Fraud: વોટ્સએપ ગ્રુપ મારફત રૂ. 90 લાખની છેતરપિંડી, સ્કેમર્સથી બચવા આટલું ધ્યાનમાં રાખો

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
cyber fraud


WhatsApp Scam In Mumbai: સોશિયલ મીડિયા મારફત સ્કેમ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. સ્કેમર્સ વિવિધ રીતો અપનાવી ફ્રોડ કરી રહ્યા છે. વોટ્સએપ દ્વારા યુઝર્સ સાથે થનારી છેતરપિંડીના સમાચારો આવતા રહે છે. હાલમાં જ મુંબઈમાં સાઈબર ક્રિમિનલ્સે એક નકલી રોકાણ એપ્લિકેશનનો પદાર્ફાશ કર્યો છે. આ નકલી એપના કારણે એક યુઝરને રૂ. 90 લાખનો ચૂનો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્કેમનો ભોગ બનનાર યુઝરે નકલી વિદેશી એક્સપર્ટ્સનું એક વોટ્સએપ ગ્રૂપ જોઈન કર્યું હતું. જેમાં ઓછા સમયમાં વધુ નફો કમાવવાની રોકાણ ટીપ્સ આપવામાં આવતી હતી.

ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા લાલચ આપી

પીડિત યુઝરને આ નકલી ગ્રુપમાં નામ અને તેને આપવામાં આવતી લોભામણી માહિતીઓથી લલચાવ્યો હતો. તેમજ વધુ નાણાં કમાવવાની લાલસામાં ગ્રુપમાં જોડાયા બાદ યુઝરને ઈન્સ્ટીટ્યુશનલ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવા માટે કહેવામાં આવ્યું હતું. યુઝરે પ્લેસ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતાં જ સાયબર ક્રિમિનલ્સે યુઝરના બેન્ક એકાઉન્ટમાંથી રૂ.90 લાખ ઉડાવી દીધા હતા.

આ પણ વાંચોઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારે મહત્ત્વના પદેથી રાજીનામું આપ્યું, ગંભીર આરોપના પગલે આખી પેનલ બરખાસ્ત

આ રીતે રૂપિયા પડાવ્યા

આ સ્કેમર્સ યુઝર્સને વિશ્વાસ આપતા હતાં કે, તેમને અઢળક નફો થઈ રહ્યો છે. શરૂઆતમાં યુઝરને રૂ. 15.69 કરોડનો નફો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું. બાદમાં અચાનક એક ઝાટકે યુઝરના તમામ નાણાં ચાઉ કરી ગયા હતા. યુઝર પૈસા ઉપાડી શકતો ન હતો. એપ બ્લોક કરી દેવામાં આવી હતી. તેણે પોતાના નફામાંથી રૂ. 1.45 કરોડ ઉપાડ કરવાની માગ કરી હતી. પરંતુ તે ઉપાડી શક્યો નહીં. અને તેણે રોકેલા રૂ. 90 લાખ પણ ગુમાવવા પડ્યા હતા.

વોટ્સએપ ગ્રુપમાં જોડાતા પહેલાં આ બાબતો ધ્યાનમાં રાખો

1. અજાણ્યા નંબર પરથી મળતી રોકાણ સ્કીમ અને ટીપ્સ, ઓફર જેવા મેસેજ પર વિશ્વાસ કરશો નહીં. રોકાણ સંબંધિત કિસ્સામાં સત્તાવાર રજિસ્ટર્ડ કંપનીઓ પર જ વિશ્વાસ કરો. 

2. રોકાણ સાથે જોડાયેલી કોઈપણ વાતચીત શરૂ કરતાં પહેલાં મેસેજ મોકલનારની ઓળખ કરો તેને વેરિફાઈ કરો અને તેના માટે તમારા એકાઉન્ટ પર બ્લૂ ચેકમાર્ક પણ જોઈ શકો છો.

3. જો તમને રોકાણ સંબંધિત કોઈ મેસેજ કે કોલ આવે છે તો તુરંત એલર્ટ થઈ જાવ. રિટર્નની ગેરેંટી આપતા ફોન કોલ પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં.

4. ક્યારેય પણ કોઈ અજાણ્યા નંબર કે ફોર્મ પર તમારી અંગત વિગતો શેર ન કરો. કોઈપણ પ્રકારના મેસેજ કે વીડિયોમાં આપવામાં આવતી લિંક પર ક્લિક કરવી નહીં.

Cyber Fraud: વોટ્સએપ ગ્રુપ મારફત રૂ. 90 લાખની છેતરપિંડી, સ્કેમર્સથી બચવા આટલું ધ્યાનમાં રાખો 2 - image


Google NewsGoogle News