Get The App

જો સરકાર મજબૂર કરશે તો ભારત છોડી દઈશું : હાઇકોર્ટમાં Whatsapp

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
જો સરકાર મજબૂર કરશે તો ભારત છોડી દઈશું : હાઇકોર્ટમાં Whatsapp 1 - image


Whatsapp encryption: દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપે એન્ક્રિપ્શન (encryption) હટાવવાનો ઈન્કાર કરી દીધો છે. અને સાથે એવું પણ કહ્યું છે કે જો સરકાર આવું કરવા મજબૂર કરશે તો ભારત છોડી દઈશું. 

જો અમને મજબૂર કરશો તો ભારત છોડી દઈશું

દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ (Whatsapp)એ સ્પષ્ટ કહ્યું છે કે જો તેને મેસેજ એન્ક્રિપ્શન હટાવવા માટે મજબૂર કરવામાં આવશે વોટ્સએપ ભારતમાં અસરકારક રીતે બંધ થઈ જશે. મેટા-માલિકીની કંપની (Meta-owned company) વ્હોટ્સએપે હાઈકોર્ટમાં વધુમાં કહ્યું હતું કે 'યુઝર્સની પ્રાઈવસી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે. આના દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મેસેજ મોકલનાર અને રીસિવ કરનાર જ અંદરના કંટેટ જાણી શકે છે.' ઉલ્લેખનીય છે કે વોટ્સએપે આ વાત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમ 2021 (IT Rules 2021)ને પડકારતી વખતે આ વાત કહી છે.

આ કાયદો એનક્રિપ્શનને નબળો પાડશે

એક અહેવાલ અનુસાર, વોટ્સએપ વતી કોર્ટમાં હાજર રહેલા વકીલ તેજસ કારિયાએ ડિવિઝન બેંચને જણાવ્યું હતું કે, 'લોકો પ્રાઈવસી ફીચર્સને કારણે જ વોટ્સએપનો ઉપયોગ કરે છે. કંપની IT નિયમો 2021ને પડકારી રહી છે, જેમાં મેસેજ ટ્રેસ કરવાની અને મોકલનારને ઓળખ કરવાની વાત કરવામાં આવી છે. કંપનીની દલીલ છે કે આ કાયદો એનક્રિપ્શનને નબળો પાડશે અને ભારતીય બંધારણ હેઠળ યુઝર્સની પ્રાઈવેસીના રક્ષણનું ઉલ્લંઘન થશે.'

વિશ્વમાં બીજે ક્યાંય આવો નિયમ નથી: વકીલ કારિયા

નોંધનીય છે કે ગયા વર્ષે આયોજિત એક મેટા પ્રોગ્રામમાં કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) કહ્યું હતું કે, 'ભારત એક એવો દેશ છે જે સૌથી આગળ છે. લોકો અને વ્યવસાયો મેસેજિંગને કેવી રીતે અપનાવે છે તેમાં આપ (ભારત) વિશ્વનું નેતૃત્વ કરી રહ્યાં છો.' વોટ્સએપનું કહેવું છે કે નિયમો કન્ટેન્ટના એન્ક્રિપ્શન અને યુઝર્સની પ્રાઈવેસીને નબળી પાડે છે. વકીલ કારિયા (Lawyer Karia)એ વધુમાં કહ્યું હતું કે, વોટ્સએપના વકીલ કારિયાએ વધુમાં કહ્યું હતું કે, 'વિશ્વમાં બીજે ક્યાંય આવો નિયમ નથી. બ્રાઝિલ (Brazil)માં પણ નહીં. આપણે આખી સાંકળ રાખવી પડશે અને અમને ખબર નથી કે કયા મેસેજને ડિક્રિપ્ટ (message decrypt) કરવા માટે કહેવામાં આવશે. આનો અર્થ એ છે કે લાખો અને કરોડો મેસેજને ઘણા વર્ષો સુધી સ્ટોર કરવા પડશે.'

જો સરકાર મજબૂર કરશે તો ભારત છોડી દઈશું : હાઇકોર્ટમાં Whatsapp 2 - image


Google NewsGoogle News