વોટ્સએપની મોટી કાર્યવાહી, ભારતમાં 85 લાખથી એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે મામલો
Whatsapp ban on 85 lakhs account | ભારતમાં નિયમોના ઉલ્લંઘનનોલ મામલો સામે આવ્યા બાદ વોટ્સએપએ સપ્ટેમ્બર મહિનામાં 85 લાખથી વધુ બેડ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. નવા આઈટી નિયમ 2021 હેઠળ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મના માસિક અનુપાલન રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો.
ક્યારે કરી આ કાર્યવાહી?
1થી 30 સપ્ટેમ્બર વચ્ચે કંપનીએ 85 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો અને યૂઝર્સને કોઈપણ રિપોર્ટ પહેલાં તેમાંથી 16 લાખથી વધુ એકાઉન્ટ પર સક્રિય રીતે પ્રતિબંધ મૂકી દીધો હતો.
પારદર્શકતા જાળવી રાખવા પ્રતિબદ્ધ
મોબાઈલ મેસેજિંગ પ્લેટફોર્મના ભારતમાં 60 કરોડથી વધુ યૂઝર્સ છે. કંપનીને દેશભરમાંથી 8161 ફરિયાદો મળી હતી અને તેમાં 97 પર કાર્યવાહી કરવામાં આવી હતી. એક્શન માટેના એકાઉન્ટનો અર્થ એ છે કે જ્યાં વોટ્સએપએ કોઈ નક્કર કાર્યવાહી કરી હોય. કંપનીએ કહ્યું કે અમે અમારા કામમાં પારદર્શકતા જાળવી રાખીશું.