WhatsAppનું મોટું એલાન, 71 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ, જાણો તેનું કારણ

આ પહેલા વોટ્સએપ દ્વારા ઓગસ્ટ 2023માં 74 લાખ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા હતા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
WhatsAppનું મોટું એલાન, 71 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બંધ, જાણો તેનું કારણ 1 - image
Image  Freepic

તા. 3 નવેમ્બર 2023, શુક્રવાર 

Meta ની માલિકીવાળા વોટ્સએપ (WhatsApp) દ્વારા સપ્ટેમ્બર 2023માં ભારતમાં 71.7 લાખ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા હતા. આ વોટ્સએપ એકાઉન્ટને ઈન્સ્ટેંટ મેસેજિંગ એપની સુચના પ્રોદ્યોગિકી  (IT) ના નિયમો અનુસાર બંધ કરવામાં આવ્યા છે. દુનિયાના સૌથી પોપ્યુલર ચેટ એપે પોતાના લેટેસ્ટ ઈન્ડિયા મંથલીના રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

રિપોર્ટ પ્રમાણે કુલ બેન કરવામાં આવેલા 71.7 લાખ એકાઉન્ટમાંથી 25.7 લાખ એકાઉન્ટને યુજર્સ દ્વારા રિપોર્ટ કરતા પહેલા જ એપ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યા હતા. ભારતીય એકાઉન્ટની ઓળખ દેશના કોડ '+91' થી કરવામાં આવે છે. 

WhatsApp User Safety Reportમાં આપવામાં આવી છે આ જાણકારી 

રિપોર્ટ પ્રમાણે 1 થી 30 સપ્ટેમ્બર 2023ની દરમ્યાન 71,11,000 વોટ્સએપ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા. યુજર્સની સુરક્ષા રિપોર્ટમાં મળેલી ફરિયાદ તથા વોટ્સએપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સાથે સાથે પ્લેટફોર્મનો ખોટી રીતે ઉપયોગ વપરાશકારોને દુર કરવા માટે વોટ્સએપ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની ડિટેલ્સ સામેલ છે.

રિપોર્ટ અનુસાર 1 થી 30 સપ્ટેમ્બર 2023ની વચ્ચે પ્લેટફોર્મને ફરિયાદ અપીલ સમિતિ (Grievance Appellate Committee) દ્વારા 6 આદેશ મળ્યા હતા અને તે દરેકનું પાલન કરવામાં આવ્યું છે. 

આ પહેલા વોટ્સએપ દ્વારા ઓગસ્ટ 2023માં 74 લાખ એકાઉન્ટ બેન કરાયા હતા

તમને જણાવી દઈએ કે, આ પહેલા વોટ્સએપ દ્વારા ઓગસ્ટ 2023માં 74 લાખ એકાઉન્ટ બેન કરવામાં આવ્યા હતા. અને તેમાથી 35 લાખ ખાતાઓને કોઈ યુજર્સ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો નહોતો, તેવા ચાલુ એકાઉન્ટ પર પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો. 

વોટ્સએપના લેટેસ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,તેને એકાઉન્ટ સપોર્ટ (1031), પ્રતિબંધ અપીલ (7396), બીજા સપોર્ટ (1518), પ્રોડક્ટ સપોર્ટ (370) અને સેફ્ટી સાથે જોડાયેલી કુલ 10,442 યુજર્સની રિપોર્ટ મળી છે. આ સમયગાળામાં રિપોર્ટના આધારે 85 એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે. 


Google NewsGoogle News