જો અમેરિકા ભારત પર ટેરિફ લગાવશે તો શું કરશો? નાણાંમંત્રી સીતારમણે આપ્યો જવાબ
Image: Facebook
Nirmala Sitharaman: બજેટ 2025માં થયેલી જાહેરાતને લઈને મંથન ચાલી રહ્યું છે. ગ્લોબલ સ્ટોક માર્કેટમાં અમેરિકી ટેરિફની અસર જોવા મળી રહી છે. આ સવાલના જવાબમાં નાણાંમંત્રીએ કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે એવો ટ્રેડ નથી કે અમેરિકા ટેરિફ લગાવી શકે છે તેમ છતાં તે ટેરિફ લગાવે છે તો અમારી નજર તેની પર છે જો અમેરિકા ભારત પર ટેરિફને લઈને કોઈ પગલું ઉઠાવે છે તો પછી જોઈશું આપણે શું કરી શકીએ છીએ. અમારી સંપૂર્ણ તૈયારી છે.
નાણાંમંત્રીએ કહ્યું કે કસ્ટમ ડ્યુટીને લઈને એ કહેવા ઇચ્છીશ કે અમે આની પર ખૂબ કામ કર્યું છે. જે પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટથી ઘરેલુ ઉદ્યોગને નુકસાન થશે, તેની પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી શકતાં નથી કેમ કે દેશનું નુકસાન થવું જોઈએ નહીં પરંતુ જે વસ્તુઓ આપણે ત્યાં નથી એટલે કે જે વસ્તુઓ પર દેશ સંપૂર્ણરીતે ઇમ્પોર્ટ પર નિર્ભર છે. એવી વસ્તુઓ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા પર વિચાર કરી શકીએ છીએ. 2027 સુધી વિકસિત ભારતના માર્ગમાં ઘણા પડકાર છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે પીછેહઠ કરીએ. ખાસ કરીને ઘણા ગ્લોબલ પડકાર છે. તેમ છતાં લક્ષ્યની તરફ આગળ વધી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ચીનથી આયાત થનારી તમામ વસ્તુઓ પર 10 ટકા ટેરિફ લગાવ્યું છે. જવાબમાં અમેરિકાએ કોલસો અને LNG પર 15 ટકા ટેરિફ તથા કાચું તેલ, કૃષિ મશીનરી, મોટી કારો અને પિકઅપ ટ્રકો પર 10 ટકા ટેરિફ લગાવ્યો છે. જોકે અમેરિકાએ હજુ કેનેડા પર ટેરિફ લગાવવાના નિર્ણયને રોક્યો છે.