Get The App

2 રાજ્યના CM પાછળ પડી ED, ધરપકડની લટકતી તલવાર વચ્ચે કેજરીવાલ-સોરેન સામે કયા વિકલ્પ?

લિકર પોલિસી કેસમાં કેજરીવાલને 3 વખત નોટિસ મોકલાઈ

ઝારખંડના સીએમ હેમંત સોરેનને પણ ઈડી 7 વખત નોટિસ મોકલી ચૂકી છે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
2 રાજ્યના CM પાછળ પડી ED, ધરપકડની લટકતી તલવાર વચ્ચે કેજરીવાલ-સોરેન સામે કયા વિકલ્પ? 1 - image


Hemant Soren and Arvind Kejriwal ED Notice News | દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) લિકર પોલિસી કેસ મામલે સામ-સામે આવી ચૂક્યા છે. EDએ અત્યાર સુધીમાં ત્રણ વખત કેજરીવાલને નોટિસ મોકલી હતી તેમ છતાં તેઓ હાજર ન થતાં ચોથી વખત નોટિસ મોકલવાની તૈયારી પણ કરી લીધી છે. જ્યારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પણ EDના ચુંગલમાં ફસાયા છે. જમીન કૌભાંડ સંબંધિત કેસમાં અત્યાર સુધીમાં EDએ હેમંત સોરેનને પણ સાત વખત નોટિસ મોકલી છે.

નોટિસ પર સોરેન અને કેજરીવાલનું સમાન વલણ

ઉલ્લેખનીય છે કે બંને કેસ અલગ-અલગ હોવા છતાં EDની નોટિસ પ્રત્યે હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલનું વલણ સમાન જ જોવા મળી રહ્યું છે. બંને મુખ્યમંત્રીઓ EDની નોટિસને હળવાશથી લઈ રહ્યા છે. બંને મુખ્યમંત્રીઓ દ્વારા EDને લગભગ સમાન જ વાતો કહેવામાં આવી રહી છે અને બંને ED સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યા છે.

બંને રાજ્યોની સત્તાધારી પાર્ટીઓનું કેન્દ્ર પર નિશાન 

દરમિયાન બંને મુખ્યમંત્રીઓના રાજકીય પક્ષોએ કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાકતાં કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટી અને ઝારખંડ મુક્તિ મોરચાના નેતાઓ કેન્દ્ર સરકાર પર ઈડીને એક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાનો આક્ષેપ કરી રહ્યા છે. 

હેમંત સોરેન અને કેજરીવાલનો EDને પત્ર 

નોટિસોના જવાબમાં સીએમ હેમંત સોરેન અને અરવિંદ કેજરીવાલે EDને અલગ અલગ પત્ર લખીને તેમની વ્યથા અને વ્યવસ્તતા સમજાવી હતી. EDની નોટિસ પર હેમંત સોરેને એક પત્ર લખીને EDની નોટિસને જ ગેરકાયદેસર ગણાવી દીધી હતી અને કહ્યું કે આવી નોટિસો દ્વારા તેમની રાજકીય છબિને કલંકિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં સરકારને અસ્થિર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ EDની નોટિસ પર પત્ર લખીને તેમનો જવાબ મોકલ્યો છે. કેજરીવાલે એક પત્ર લખીને પોતાની વ્યસ્તતાનો ખુલાસો કર્યો છે અને તેમની પાર્ટીએ કહ્યું છે કે ED નોટિસના માધ્યમથીતેમને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા રોકવામાં આવી રહ્યા છે. તેમની પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલની ધરપકડ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

બંને સીએમ હળવાશથી લઈ રહ્યા છે નોટિસ

સવાલ એ છે કે અરવિંદ કેજરીવાલ EDની નોટિસને હળવાશથી કેમ લઈ રહ્યા છે? તો એક જવાબ એ હકીકત પરથી સમજી શકાય કે અત્યાર સુધી હેમંત સોરેનને સાત વખત નોટિસ મળી છે અને તેમની ધરપકડ કરવામાં આવી નથી. બીજી બાજુ કેજરીવાલને અત્યાર સુધીમાં માત્ર ત્રણ વખત નોટિસ મળી છે અને તેમની પાસે હાજર થવાનું ટાળવાની હજુ વધુ તકો છે. જો કે આ બંને કેસ અલગ અલગ છે.

કેજરીવાલ અને સોરેન પાસે કયા વિકલ્પો છે?

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 19 હેઠળ EDને અધિકાર છે કે જો કોઈ વ્યક્તિ ત્રણ નોટિસ પછી પણ હાજર ન થાય તો તેની ધરપકડ કરી શકે. જો કે, સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે EDની નોટિસ છતાં જો આરોપી તેને પૂછપરછ માટે સહકાર ન આપી રહ્યો હોય તો તેના આધારે તેની ધરપકડ કરી શકાય નહીં.

2 રાજ્યના CM પાછળ પડી ED, ધરપકડની લટકતી તલવાર વચ્ચે કેજરીવાલ-સોરેન સામે કયા વિકલ્પ? 2 - image


Google NewsGoogle News