Get The App

સિંઘવીની એક દલીલના કારણે મળી કેજરીવાલને જમાનત, વાંચો સાતમી મેએ તેમણે શું કહ્યું હતું?

Updated: May 11th, 2024


Google NewsGoogle News
સિંઘવીની એક દલીલના કારણે મળી કેજરીવાલને જમાનત, વાંચો સાતમી મેએ તેમણે શું કહ્યું હતું? 1 - image


Delhi Liquor Scam : સુપ્રીમ કોર્ટે હાલમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કેજરીવાલને જામીન આપતાં સહભાગી લોકશાહીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો, અને તેમણે કહ્યું હતું કે, સામાન્ય ચૂંટણીઓ લોકશાહીને મજબૂત બનાવવા માટે શક્તિ આપે છે. કોર્ટે તેમના આદેશમાં કહ્યું છે કે, લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે યોજાતી એક મહત્ત્વપૂર્ણ લોકતાંત્રિક ઘટના છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપતા પહેલા લોકસભા ચૂંટણીના પાસા પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. 

ચૂંટણી અંગે શું હતી એ દલીલ?

અત્રે મહત્ત્વનું છે કે, અરવિંદ કેજરીવાલે વચગાળાની રાહતની માગણી સાથે લોકસભા ચૂંટણીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ 7 મેના રોજ AAP નેતા માટે વચગાળાના જામીનની માગણી કરતી વખતે દલીલ કરી હતી કે, ચૂંટણીમાં તમામ પક્ષોને સમાન અવસર (Level Playing Field),બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. સિંઘવીએ દલીલ કરી હતી કે, "લોકશાહી એ બંધારણના મૂળભૂત માળખું એટલે કે બેસિક સ્ટ્રક્ચર  (Basic Structure)નો એક ભાગ છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી એ બંધારણના મૂળભૂત માળખાનો એક મહત્ત્વની કડી અને સમાન અવસર પણ તેનો એક ભાગ છે. "

દલીલ સાંભળીને સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે 'એવું કહેવામાં કોઈ ખોટુ નથી કે, લોકસભાની ચૂંટણી આ વર્ષની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના છે. લગભગ 65-70 કરોડ મતદારો આ દેશની સરકારને પસંદ કરવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે... 'સુપ્રીમ કોર્ટે એક રીતે તે સિંઘવીની 'દરેક માટે સમાન તક' ની  દલીલ સાથે સંમતિ દર્શાવી હતી. કેજરીવાલને વચગાળાના જામીન આપતાં સુપ્રીમ કોર્ટે ભલે ઘણી શરતો મૂકી હોય, પરંતુ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

શું છે આ નિર્ણયનો અર્થ 

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો સ્પષ્ટ અર્થ નીકળે છે કે, કેજરીવાલ પોતાની રાજકીય ગતિવિધિઓ ચાલુ રાખી શકે છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 3 તબક્કાનું મતદાન થઈ ચુક્યું છે અને 4 તબક્કાનું મતદાન બાકી છે. જેમાં કેજરીવાલની પાર્ટી AAP માટે પંજાબ અને દિલ્હી પણ મહત્ત્વપૂર્ણ છે. દિલ્હીની 7 લોકસભા બેઠકો પર 25મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. તો પંજાબમાં 1લી જૂને મતદાન થશે. આ બંને રાજ્યોમાં આમ આદમી પાર્ટી (AAP) સત્તા પર છે. કેજરીવાલને વચગાળાના જામીન મળ્યા બાદ આ બે રાજ્યોમાં પોતાના ઉમેદવારો અથવા ગઠબંધનના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરી શકશે. 

કોર્ટે કેજરીવાલને આ શરતો પર આપ્યા જામીન

1. તેઓ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલયમાં જઈ શકશે નહીં.

2. કેજરીવાલે કોર્ટમાં આપેલા નિવેદન મુજબ તેઓ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવા માટે જરૂરી હોય ત્યારે જ સત્તાવાર ફાઇલો પર સહી કરી શકશે.

3. તેઓ હાલના કેસમાં તેમની ભૂમિકા અંગે કોઈપણ ટિપ્પણી નહીં કરી શકે.

4. કેજરીવાલ કોઈપણ સાક્ષીઓ સાથે વાતચીત કરશે નહીં અને કેસ સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઈલો સુધી પહોંચશે નહીં.

વચગાળાના જામીન શું છે?

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેમને 2 જૂને ફરીથી આત્મસમર્પણ કરવું પડશે. વચગાળાના જામીન એટલે ટૂંકા ગાળાના જામીન. કોર્ટ આ પ્રકારના જામીન ત્યારે આપે છે, જ્યારે રેગ્યુલર જામીનની અરજી પર સુનાવણી ચાલી રહી હોય. હકીકતમાં, જ્યારે કોઈ વ્યક્તિ નિયમિત જામીન અથવા નિયમિત જામીન માટે અરજી દાખલ કરે છે, ત્યારે કોર્ટ આ કેસમાં ચાર્જશીટ અથવા કેસ ડાયરી માંગે છે, જેથી તેના આધારે જામીન અરજી પર નિર્ણય કરી શકાય.


Google NewsGoogle News