Get The App

ચંદ્ર પર રાત્રિના સમયે કેવું દેખાઈ રહ્યું છે Vikram Lander, ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધો Photo

ચંદ્રયાન-2ના ઓર્બિટરે 25 ઓગસ્ટ 2023ના રોજ પણ ચંદ્રયાન-3ની તસવીર લીધી હતી

Updated: Sep 9th, 2023


Google NewsGoogle News
ચંદ્ર પર રાત્રિના સમયે કેવું દેખાઈ રહ્યું છે Vikram Lander, ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધો Photo 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 09 સપ્ટેમ્બર 2023, શનિવાર

5 સપ્ટેમ્બર 2023ના રોજ ચંદ્રના તે ભાગમાં રાત પડી ગઈ હતી જ્યાં Chandrayaan-3નું વિક્રમ લેન્ડર છે. હવે અંધારામાં ચંદ્રયાન-3નું લેન્ડર કેવું દેખાઈ છે તે જાણવા માટે તેના ઉપરથી ચંદ્રયાન-2ના ઓર્બિટરને પસાર કરવામાં આવ્યું હતું. ઓર્બિટરમાં લાગેલા ખાસ કેમેરાએ રાત્રિના અંધારામાં ચંદ્રયાન-3ના લેન્ડરની તસવીર લીધી છે.

6 સપ્ટેમ્બર 2023ના રોજ લીધેલા ફોટામાં ચંદ્રની સપાટી વાદળી, લીલી અને ઘેરી કાળી દેખાય છે. તેની વચ્ચે આપણું વિક્રમ લેન્ડર પીળા પ્રકાશ સાથે પીળા ગોળામાં દેખાય છે. અહીં ત્રણ ચિત્રો છે. ડાબી બાજુના પ્રથમ વર્ટિકલ ફોટામાં મોટા વિસ્તારમાં પીળા ચોરસ બોક્સમાં એ વિસ્તાર દેખાડવામાં આવ્યો છે જ્યાં લેન્ડર ઉકર્યું હતું. 

જમણી બાજુનો જે ફોટો છે તે 6 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવ્યો છે જેમાં ગોળ પીળા ઘેરાવમાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર પીળા રંગના પ્રકાશમાં નજર આવી રહ્યું છે. નીચે 2 જૂન 2023નો ફોટો છે જ્યાં લેન્ડર ત્યાં ઉતર્યું નહોતું. હકીકતમાં આ તસવીર ચંદ્રયાન-3ના ઓર્બિટરમાં લાગેલા ડ્યૂલ-ફ્રિક્વેન્સી સિન્થેટિક અપર્ચર રડાર (DFSAR)એ લીધી છે.

અંધારામાં તસવીર લેનારું ખાસ યંત્ર છે DFSAR

DFSAR એક ખાસ યંત્ર છે જે રાત્રિના અંધારામાં હાઈ રીઝોલ્યુશન પોલેરિમેટ્રિક મોડમાં તસવીર લે છે. એટલે કે, અંધારામાં ધાતુઓથી નીકળતા હીટ અને પ્રકાશને તે પકડી લે છે. પછી ભલે તે કુદરતી રીતે હાજર ધાતુ હોય કે, પછી માનવીઓ દ્વારા ધાતુઓમાંથી બનેલી વસ્તુ હોય.

આ અગાઉ પણ ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધી હતી તસવીર

ચંદ્રયાન-2ના ઓર્બિટરે 25 ઓગસ્ટ 2023ના રોજ પણ ચંદ્રયાન-3ની તસવીર લીધી હતી. તે બે તસવીરોનું કોમ્બિનેશન હતું. જેમાં ડાબી બાજુના ફોટામાં ખાલી જગ્યા છે. જમણા ફોટામાં લેન્ડર ચંદ્રની સપાટી પર નજર આવી રહ્યું છે. આ તસવીરમાં લેન્ડરને ઝૂમ કરીને ઈઇનસેટમાં બતાવવામાં આવ્યું હતું. ચંદ્રયાન-2માં ઓર્બિટર હાઈ રિઝોલ્યુશન કેમેરો (OHRC) લગાવેલો છે.



Google NewsGoogle News