Get The App

સસ્પેન્શનને કોર્ટમાં પડકારી શકાય નહીં, રાજ્યસભા-લોકસભાના સભ્યો આ નિયમો હેઠળ થાય છે સસ્પેન્ડ

લોકસભામાં સુરક્ષા ભંગ કરનારા કેટલાક યુવકોની હરકત બાદ વિપક્ષી સાંસદોએ તેના પર પ્રશ્ન કરતા આ અંગે હોબાળો કર્યો હતો

આ બાબતને અશોભનીય માનતા લોકસભામાં વિપક્ષના વધુ 49 સાંસદ સસ્પેન્ડ તેમજ અત્યાર સુધી કુલ 141 સાંસદની હકાલપટ્ટી કરી

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
સસ્પેન્શનને કોર્ટમાં પડકારી શકાય નહીં, રાજ્યસભા-લોકસભાના સભ્યો આ નિયમો હેઠળ થાય છે સસ્પેન્ડ 1 - image


Suspension of Parliament Members: સંસદના શિયાળુ સત્રમાં લોકસભામાં સુરક્ષા ભંગ કરનારા કેટલાક યુવકોની હરકત બાદ વિપક્ષી સાંસદોએ તેના પર પ્રશ્ન કરતા આ અંગે હોબાળો કર્યો હતો. જેથી આ બાબતને અશોભનીય માનતા લોકસભામાં વિપક્ષના વધુ 49 સાંસદ સસ્પેન્ડ તેમજ અત્યાર સુધી કુલ 141 સાંસદની હકાલપટ્ટી કરી છે. તેમને નિયમ 256 હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં વિપક્ષી પાર્ટીઓના ઘણા સાંસદો છે. ચાલો જાણીએ કે જે સભ્યોના આચરણ અને તેમની સામે શિસ્તબદ્ધ કાર્યવાહીને વ્યાખ્યાયિત કરતો નિયમ 256 શું છે. આ પહેલા પણ 1989માં લોકસભાનું સૌથી મોટું સસ્પેન્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનો ઠક્કર કમિશનનો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો ત્યારે સાંસદોએ હંગામો કર્યો હતો. ત્યારે સ્પીકરે 63 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. 

સસ્પેન્શન અંગેના નિયમ 

લોકસભા અને રાજ્યસભાના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ નિયમો બનેલા છે. સસ્પેન્શનની કાર્યવાહી અંગેના નિયમો બંને ગૃહો દ્વારા નિયમ પુસ્તક દ્વારા સંચાલિત થાય છે. તેમજ બંધારણમાં પણ એવી જોગવાઈ છે કે સંસદમાં થતી કાર્યવાહી કોઈપણ અદાલત પ્રત્યે જવાબદાર નથી. તેમજ તેને કોર્ટમાં પડકારી શકાય નહીં. સાંસદોએ બંને ગૃહોના નિયમો અનુસાર વર્તવું પડશે. રાજ્યસભામાં નિયમ 255 હેઠળ અધ્યક્ષ સમગ્ર સત્ર માટે સભ્યોને સસ્પેન્ડ કરી શકે છે. જ્યારે નિયમ 256 હેઠળ સ્પીકર સાંસદને સત્રના બાકી સમય કરતાં વધુ સમય માટે સસ્પેન્ડ કરી શકે છે. લોકસભામાં નિયમ 374 હેઠળ, સસ્પેન્શન નિર્ધારિત સમયથી બાકીના સત્ર સુધી ચાલી શકે છે. 

નિયમ 256 શું છે?

જે સભ્યો સભાપીઠના અધિકારની ઉપેક્ષા કરે અથવા તો જાણીજોઇને  વારંવાર સભાના કાર્યમાં અવરોધ ઉભા કરે છે અથવા તો રાજ્યસભાના નિયમોનો દુરુપયોગ કરે છે ત્યારે અધ્યક્ષ સભ્યોને સસ્પેન્ડ કરી શકે છે. તેમજ સત્રના અંત સુધીના સમયગાળા માટે અધ્યક્ષ કોઈપણ સભ્યને રાજ્યસભાની સેવામાંથી સસ્પેન્ડ કરી શકે છે. આ ઉપરાંત સસ્પેન્ડ થતાની સાથે જ રાજ્યસભા અથવા લોકસભાના સભ્યએ તરત જ ગૃહ છોડવું પડે છે.  

નિયમ 374 શું છે?

જો સ્પીકરને એવું લાગે કે કોઈ સભ્ય વારંવાર સદનની કાર્યવાહીમાં અવરોધ ઉભા કરે છે તો તે સભ્યને બાકી રહેતા સેશન માટે સસ્પેન્ડ કરી શકે છે. 

આ કિસ્સામાં સસ્પેન્શન થઇ શકે છે રદ 

આ સસ્પેન્શન રાજ્યસભા અધ્યક્ષની મરજીથી રદ પણ થઇ શકે છે. જો સાંસદ તેના કાર્યો માટે માફી માંગે તો અધ્યક્ષ અને લોકસભા અધ્યક્ષ સસ્પેન્શન રદ કરવા માટે તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી શકે છે.

સસ્પેન્શનને કોર્ટમાં પડકારી શકાય નહીં, રાજ્યસભા-લોકસભાના સભ્યો આ નિયમો હેઠળ થાય છે સસ્પેન્ડ 2 - image


Google NewsGoogle News