Get The App

CEC ની નિમણૂક સામે રાહુલ ગાંધીએ કઈ બાબતે વાંધો ઊઠાવ્યો? વિપક્ષ પણ નારાજ, કાલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

Updated: Feb 18th, 2025


Google NewsGoogle News
CEC ની નિમણૂક સામે રાહુલ ગાંધીએ કઈ બાબતે વાંધો ઊઠાવ્યો? વિપક્ષ પણ નારાજ, કાલે સુપ્રીમકોર્ટમાં સુનાવણી 1 - image


Image: Facebook

CEC Gyanesh Kumar: દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની બેઠકમાં સોમવારે તેમના નામ પર મોહર લાગી, જે બાદ રાષ્ટ્રપતિથી મંજૂરી મળ્યા બાદ કાયદા મંત્રાલયે તેમના નામની જાહેરાત કરી દીધી પરંતુ જ્ઞાનેશ કુમારને આગામી મુખ્ય ચૂંટણી કમિશ્નર બનાવવાની પ્રક્રિયાને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. દરમિયાન એ જાણવું જરૂરી છે કે આખરે કોંગ્રેસ ચૂંટણી કમિશ્નરની નિમણૂક પર સવાલ કેમ ઉઠાવી રહી છે, કોંગ્રેસને પ્રક્રિયાથી શું વાંધો છે?...

મીટિંગમાં શું થયું...

મુખ્ય ચૂંટણી કમિશનરના પદેથી 18 ફેબ્રુઆરીએ રાજીવ કુમાર નિવૃત્ત થઈ રહ્યાં છે. દરમિયાન નવા સીઈસીની પસંદગીને લઈને સોમવારે ત્રણ સભ્યની પેનલની બેઠક થઈ. તેમાં પીએમ મોદી સિવાય, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતાં. આ મીટિંગમાં જ્ઞાનેશ કુમારના નામ પર મોહર લાગી પરંતુ રાહુલ ગાંધીએ સરકારને સીઈસીની નિમણૂકને ત્યાં સુધી સ્થગિત કરવા માટે કહ્યું જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ નવી નિમણૂક પ્રક્રિયાને પડકાર આપનારી અરજીઓ પર નિર્ણય કરી લે નહીં. 

મોદી સરકારે બદલ્યો હતો કાયદો

કેન્દ્ર સરકારે ગયા વર્ષે સંસદથી એક કાયદો પસાર કરીને મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરનારી પેનલથી ભારતના ચીફ જસ્ટિસને બહાર રાખ્યા હતા. આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક વરિષ્ઠતાના આધારે થતી હતી અને પસંદગી સમિતિમાં ચીફ જસ્ટિસ પણ રહેતાં પરંતુ કેન્દ્ર સરકારે આ કાયદો બદલી દીધો હતો. હવે CEC અને EC ની નિમણૂક (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયના સમયગાળા) એક્ટ 2023ની જોગવાઈ હેઠળ કરવામાં આવે છે.

સીઈસીની નિમણૂક પ્રક્રિયાથી ચીફ જસ્ટિસને બહાર રાખવાને લઈને જ વિપક્ષે નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે કેન્દ્ર સરકારના આ પગલાથી પારદર્શિતા ખતમ થઈ જશે. ચીફ જસ્ટિસને બહાર કરવા અને કેન્દ્રના આ નવા કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રણવીર અલ્હાબાદિયાની ધરપકડ અને નવી FIR પર રોક, SCએ કહ્યું- મગજમાં ગંદકી ભરેલી છે

શા માટે રાહુલ ગાંધીએ વાંધો વ્યક્ત કર્યો

પીએમ મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિની બેઠકમાં રાહુલ ગાંધીએ નવા સીઈસીની નિમણૂક પર પોતાની અસહમતિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ નિમણૂક પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના આદેશની ભાવના વિરુદ્ધ છે. રાહુલ ગાંધીએ વિરોધ પત્ર પણ સોંપ્યો. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટ મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક વાળી પેનલથી સીજેઆઈને બહાર રાખવાના નિર્ણયને પડકાર આપનારી અરજીઓ પર 19 ફેબ્રુઆરીએ સુનાવણી કરવાના છે. તેથી નવા સીઈસીની પસંદગી કરવા માટે થનારી બેઠક સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ થઈ શકતી હતી.

કોંગ્રેસે બંધારણને જોખમ ગણાવ્યું

કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું- અમને એ વાતની આશા હતી કે પીએમ મોદીની અધ્યક્ષતા વાળી પસંદગી પેનલ વિપક્ષના નેતાની માગ/વાંધાને અવગણીને આગળ વધશે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક સિંઘવીએ કહ્યું, 'ભારતના ચીફ જસ્ટિસને હટાવીને કે બહાર રાખવાનો પ્રયત્ન કરીને, સરકારે એ સ્પષ્ટ કરી દીધું છે કે તે બંધારણીય સંસ્થાઓ પર પોતાનું નિયંત્રણ ઈચ્છે છે અને વિશ્વસનીયતા રહેવા દેવા ઈચ્છતાં નથી.' કેસી વેણુગોપાલે કહ્યું કે 'આ બંધારણની ભાવના વિરુદ્ધ છે.'

કોણ છે જ્ઞાનેશ કુમાર

જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના આઈએએસ અધિકારી જ્ઞાનેશ કુમારનો જન્મ 27 જાન્યુઆરી 1964એ ઉત્તર પ્રદેશના આગ્રામાં થયો હતો. તેમણે વારાણસીના ક્વીન્સ કોલેજ અને લખનૌના કાલ્વિન તાલુકેદાર કોલેજથી પોતાનો પ્રારંભિક અભ્યાસ કર્યો. તે બાદ આઈઆઈટી કાનપુરથી સિવિલ એન્જિનિયરીંગમાં બી.ટેક, આઈસીએફએઆઈથી બિઝનેસ ફાયનાન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને હાર્વર્ડ યુનિવર્સિટીથી એનવાયરમેન્ટલ ઈકોનોમિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી. તે કેરળમાં એર્નાકુલમના આસિસ્ટન્ટ કલેક્ટર, અડૂરના ડેપ્યુટી-કલેક્ટર, કેરળ રાજ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર, કોચીન નગર નિગમના મ્યુનિસિપલ કમિશનર રહ્યાં. સાથે જ અન્ય ઘણા પદ પર પોતાની સેવાઓ આપી. તેઓ 31 જાન્યુઆરી 2024એ ભારત સરકારના સહકારિતા સચિવ તરીકે સેવાનિવૃત્ત થયા અને 14 માર્ચ, 2024એ ભારત ચૂંટણી પંચમાં તેમની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક થઈ.


Google NewsGoogle News