Get The App

‘મંદિરમાં કામ કરનારાઓ માત્ર હિન્દુ હોવા જોઈએ, બાકીનાઓને...’, તિરુમાલા મંદિરના નિર્ણયથી વિવાદના એંધાણ

Updated: Oct 31st, 2024


Google NewsGoogle News
‘મંદિરમાં કામ કરનારાઓ માત્ર હિન્દુ હોવા જોઈએ, બાકીનાઓને...’, તિરુમાલા મંદિરના નિર્ણયથી વિવાદના એંધાણ 1 - image


Tirumala Tirupati Devasthanam : તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ બીઆર નાયડુએ કહ્યું કે, મંદિર પરિસરમાં કામ કરતા તમામ લોકો હિન્દુ હોવા જોઈએ. આ મારો પ્રથમ પ્રયાસ હશે, ઘણા મુદ્દા છે પરંતુ આપણે તેના પર વિચાર કરવો પડશે. તિરુમાલા મંદિરના બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષના આ પ્રકારના નિર્ણયથી વિવાદના એંધાણ વર્તાઈ રહ્યાં છે.

અધિકારીએ કહ્યું કે, તેઓ અન્ય ધર્મ સાથે સંકળાયેલા કર્મચારીઓ સાથે વ્યવહાર રાખવાની રીત પર આંધ્ર પ્રદેશ સરકાર સાથે ચર્ચા કરશે. નાયડુએ એમ પણ કહ્યું કે, તેઓ તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) આપવાની અથવા તેમને અન્ય વિભાગોમાં સ્થાળાંતર કરવાની શક્યતા પર વિચાર કરશે.

આ પણ વાંચો : VIDEO: આંધ્રપ્રદેશમાં ભયાનક વિસ્ફોટ, ‘ઓનિયન બોંબ’ લઈ જતી વખતે બાઈક ખાડામાં પડતા ધડાકો, ત્રણના મોત, છને ઈજા

નવા બોર્ડની રચના કરાઈ

બુધવારે TTDના નેતૃત્વમાં આંધ્ર પ્રદેશ સરકારે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ માટે 24 સભ્યોની સાથે એક બોર્ડની રચના કરવામાં આવી. ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડના સહ-સ્થાપક અને એમડી સુચિત્રા ઈલાને તેના સભ્યોમાંથી એક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બીઆર નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યની એનડીએ સરકારના અન્ય નેતાઓનો આભાર માન્યો અને તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન ઘણી ગેરરીતિઓ થઈ હતી અને મંદિરની 'પવિત્રતા'ની રક્ષા કરવાની વાત કરી હતી.

સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો મામલો

મંદિરે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આરોપને લઈને હલચલ મચાવી હતી કે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત લાડુ પ્રસાદ તૈયાર કરવા માટે પ્રાણીની ચરબીવાળા ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, આ પછી સમગ્ર મામલે તપાસ માટે કોર્ટની દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. SITમાં CBI અને આંધ્રપ્રદેશ પોલીસના બે-બે અધિકારીઓ સિવાય FSSAIના એક વરિષ્ઠ અધિકારી પણ હશે. કોર્ટના આદેશ મુજબ CBI ડાયરેક્ટર SITની તપાસ પર નજર રાખશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા સર્વેના આંકડાઓએ ભાજપ-શિંદે સેનાની ઊંઘ ઉડાડી, જાણો શું છે મતદારોનો મિજાજ

'નાયડુને ભગવાન પ્રત્યે કોઈ ભક્તિ નથી'

જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે, કોર્ટની એક્શનથી નાયડુની 'સાચી તસવીર' છતી થઈ અને આરોપ મૂક્યો કે, મુખ્યમંત્રી દૂષિત રાજકીય ઇરાદા સાથે ધાર્મિક લાગણીઓને ભડકાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, નાયડુને ભગવાન પ્રત્યે કોઈ ભક્તિ કે કાળજી નથી. તેઓ રાજકીય લાભ માટે પણ ભગવાનનો ઉપયોગ કરી શકે છે. 

આ પણ વાંચો : VIDEO: ઝારખંડમાં ફટાકડાની દુકાનોમાં ભયાનક આગ લાગતા નાસભાગ, 66 દુકાનો બળીને ખાખ

રેડ્ડીએ કહ્યું, નાયડુના પગલાંનું પરિણામ આંધ્ર પ્રદેશના લોકો પર ન આવવું જોઈએ. આ માત્ર ગઠબંધન પૂરતું મર્યાદિત હોવું જોઈએ જે મુખ્યમંત્રી અને નાયડુનો બોજ ઉઠાવે છે.


Google NewsGoogle News