Get The App

ચૂંટણીમાં તમારા એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે, મત નહીં આપનારાના કારણે કેટલું નુકસાન થાય છે?

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
ચૂંટણીમાં તમારા એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે, મત નહીં આપનારાના કારણે કેટલું નુકસાન થાય છે? 1 - image


Lok Sabha Elections 2024: દેશમાં હાલ લોક સભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં બે તબક્કાનું મતદાન થઇ ગયું છે અને પાંચ તબક્કાનું મતદાન બાકી છે. એવામાં ભારતની સામાન્ય ચૂંટણી એટલી મોંઘી હોય છે કે ચૂંટણીમાં ફરજ બજાવતા લોકોને એક દિવસ માટે મળતા વેતન કરતા આપણા વોટની કિંમત વધારે હોય છે. જાણીએ કઈ રીતે મત ન મળતા કેટલું નુકસાન થઇ શકે છે. 

સેન્ટર ઓફ મીડિયા સ્ટડીઝ આપ્યો અંદાજ 

સેન્ટર ઓફ મીડિયા સ્ટડીઝ એટલે કે CMS દ્વારા 03-04 મહિનાની કવાયત બાદ ચૂંટણી પર ખર્ચ કરવામાં આવી રહેલી રકમનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જે ગત વખતે એટલે કે  2019ની સામાન્ય ચૂંટણીમાં કુલ ખર્ચ 60,000 કરોડ રૂપિયા હતો. તેમજ આ વર્ષે સમગ્ર ચૂંટણી ખર્ચ લગભગ 1.35 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. 

CMS લગભગ 35 વર્ષથી દેશમાં ચૂંટણી ખર્ચનું સંપૂર્ણ મૂલ્યાંકન કરે છે, જેમાં રાજકીય પક્ષોનો ખર્ચ, ચૂંટણી પંચનો ખર્ચ, સરકારનો ખર્ચ, એટલે કે સામાન્ય ચૂંટણીઓમાં થતા તમામ પ્રકારના ખર્ચનું મૂલ્યાંકન કરવામાં આવે છે. 

ચૂંટણીમાં તમારા એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે, મત નહીં આપનારાના કારણે કેટલું નુકસાન થાય છે? 2 - image

ચૂંટણીનો કુલ ખર્ચ કેટલો થશે?

ભારતીય ચૂંટણીઓમાં, ચૂંટણી પ્રક્રિયા માટે તૈનાત, સુરક્ષા દળોને એક જગ્યાએથી બીજી જગ્યાએ આવવા-જવા માટેનો ખર્ચ, લોજિસ્ટિક્સ ખર્ચ અને EVM અને VVPAT જેવી વસ્તુઓ પર ભારે ખર્ચ કરવામાં આવે છે. ભારતમાં આ વખતે ચૂંટણીઓમાં 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો પહેલા અંદાજ હતો. પરંતુ તમામ ગણતરીઓ પછી આ આંકડો 1.35 લાખ કરોડ રૂપિયાનો થયો હતો. 

એક મત પાછળ કેટલો ખર્ચ થશે?

ભારતની કુલ વસ્તી 140 કરોડની આસપાસ છે તેમજ 96.6 કરોડ મતદારો છે. જો આપણે કુલ ચૂંટણી ખર્ચ રૂ. 1.35 લાખ કરોડ ગણીએ તો એક મતદાર દીઠ એક મતનો ખર્ચ રૂ. 1400 જેટલો થશે, પરંતુ જો દેશની કુલ વસ્તી સાથે એક વ્યક્તિના મતની કિંમતની ગણતરી કરવામાં આવે તો દરેક મત પાછળનો ખર્ચ રૂ. 964.28 થશે.

ચૂંટણીમાં તમારા એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે, મત નહીં આપનારાના કારણે કેટલું નુકસાન થાય છે? 3 - image

પ્રથમ ચૂંટણીમાં કેટલો ખર્ચ થયો હતો?

CMS રિપોર્ટ અનુસાર, 1998 અને 2019ના 20 વર્ષમાં ચૂંટણી ખર્ચમાં છ ગણો વધારો થયો છે અને ખર્ચ રૂ. 9,000 કરોડથી વધીને 2019માં લગભગ રૂ. 55,000 કરોડ થયો છે. વર્ષ 2019માં મત દીઠ અંદાજે રૂ. 700 અથવા લોકસભા મતવિસ્તાર દીઠ આશરે રૂ. 100 કરોડનો ખર્ચ થયો હતો. 

1952 માં દરેક મત પાછળ કેટલો ખર્ચ થયો હતો

વર્ષ 1952માં જ્યારે દેશમાં પહેલીવાર લોકસભાની ચૂંટણી થઈ ત્યારે તેના પર 10 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તે સમયે ભારતની કુલ વસ્તી 37 કરોડ હતી તેમજ મતદારોની સંખ્યા 17-18 કરોડની વચ્ચે હતી. જેથી પ્રતિ મત 50 પૈસાનો ખર્ચ થયો કહેવાય. 

લોકો મતદાન ન કરવાને તો કેટલું નુકસાન થશે?

આ વખતે પ્રતિ મતનો ખર્ચ 1400 રૂપિયા છે, તો તેના હિસાબે જો 40 ટકા લોકો મતદાન નહીં કરે તો લગભગ 60,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

સરકારે કેટલું બજેટ ફાળવ્યું

EVM માટે રૂ. 1,891.78 કરોડ, લોકસભા ચૂંટણી માટે રૂ. 180 કરોડ, મતદાર ઓળખ કાર્ડ માટે રૂ. 18 કરોડ, અન્ય ચૂંટણી ખર્ચ માટે રૂ. 94 કરોડ, સરકારે ચૂંટણીઓ માટે વધારાના રૂ. 3,000 કરોડનો પ્રસ્તાવ રાખ્યો હતો. એમ ડિસેમ્બર 2023 સુધીમાં, ભારત સરકારે 2023-2024 લોકસભા ચૂંટણી માટે કુલ રૂ. 5,331.7 કરોડના ખર્ચનો પ્રસ્તાવ મુક્યો હતો. 

ચૂંટણીમાં તમારા એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે, મત નહીં આપનારાના કારણે કેટલું નુકસાન થાય છે? 4 - image


Google NewsGoogle News