આંધપ્રદેશમાં બે રાજકીય પક્ષો વચ્ચે સોશિયલ મીડિયામાં જામેલુ કોન્ડોમ વૉર શું છે ?
બંને પક્ષોનો એક બીજા પર કોન્ડોમના પેકેટ વહેચવાનો આરોપ
કોન્ડોમના પેકેટ પર પાર્ટીનું નિશાન અને નામ પણ જોવા મળતું હતું.
હૈદરાબાદ,29 ફેબુ્આરી, ગુરુવાર
રાજકિય પાર્ટીઓ મતદારોને લોભાવવા વિવિધ પ્રકારના પેંતરા અજમાવતી હોય છે. આજના ડિજિટલ સમયમાં રાજકિય લડાઇ માત્ર ગ્રાઉન્ડ પર જ નહી સોશિયલ મીડિયાની વોલ પર પણ લડાય છે. લોકસભા ચુંટણી નજીક આવતી જાય છે તેમ આંધ્રપ્રદેશમાં તેલુગુદેશમ પાર્ટી (ટીડીપી) અને વાયઆર એસ કોંગ્રેસ પક્ષ વચ્ચે સોશિયલ વૉર શરુ થયું છે. આને લગતો એક વીડિયો બાહર પાડવામાં આવ્યો છે. જેમાં બંને પક્ષો એક બીજા પર કોન્ડોમના પેકેટ વહેચવાનો આરોપ મુકી રહયા છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર પહેલા વાઇઆરએસ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં ટીડીપી પક્ષ કોન્ડોમ વહેંચી રહયો હોવાનો વીડિયો શેર કર્યો હતો. કોન્ડોમના પેકેટ પર પાર્ટીનું નિશાન અને નામ પણ જોવા મળતું હતું. ટીડીપીએ પણ વાયઆરએસપી પાર્ટી પર આવો જ કાદવ ઉછાળીને કોન્ડોમનો ફોટો અને વીડિયો શેર કર્યો હતો. આમ એક બીજાને નીચા દેખાડવા માટે બંને પક્ષો વચ્ચે કોન્ડોમ વોર શરુ થયું હતું જે ચર્ચાનો વિષય બન્યો છે. બંને એક બીજાના વીડિયોને કાવતરુ ગણાવી રહયા છે જયારે સમજૂ મતદારો ટીકા કરવા લાગ્યા છે.