વિપક્ષ જેનો વિરોધ કરી રહ્યું છે તે બ્રૉડકાસ્ટિંગ ખરડો શું છે? હજુ સુધી કાયદો કેમ નથી બન્યો?

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
વિપક્ષ જેનો વિરોધ કરી રહ્યું છે તે બ્રૉડકાસ્ટિંગ ખરડો શું છે? હજુ સુધી કાયદો કેમ નથી બન્યો? 1 - image

New Broadcasting Bill: કેન્દ્ર સરકારે કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ 1995માં ફેરફાર કરવા માટે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) ખરડો, 2023નો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ લગભગ એક વર્ષ પછી પણ આ ખરડો કાયદાનું રૂપ ધારણ કરી શક્યું નથી. તેને હજુ સુધી ગૃહમાં ચર્ચા માટે પણ મૂકવામાં આવ્યો નથી. જો કે આ દરમિયાન તેમાં એકવાર ફેરફાર થઇ ચૂક્યો છે. હવે સરકાર આ ખરડા માટે નવો ડ્રાફ્ટ લાવવાની વાત કરી રહી છે. ચાલો જાણીએ કે, શા માટે સરકારને જૂના કાયદાને બદલવાની જરૂર પડી? સરકારને શા માટે નવો ડ્રાફ્ટ લાવવો પડ્યો? અને ગયા વર્ષે પ્રસ્તાવિત ખરડો હજુ સુધી કાયદો કેમ નથી બની શક્યો?

સરકારને શા માટે નવા કાયદાની જરૂર પડી?

ભારતમાં હાલમાં કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ 1995, ત્રણ દાયકાથી અમલમાં છે. તે કેબલ નેટવર્ક સહિત લાઇવ બ્રોડકાસ્ટની સામગ્રીનું નિરીક્ષણ કરવા માટેના પ્રાથમિક કાયદા તરીકે કામ કરી રહ્યો છે. જો કે, આ દરમિયાન બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ટેકનોલોજીની પ્રગતિ થવાને કારણે નવા પ્લેટફોર્મ્સ જેમ કે DTH, IPTV, OTT અને વિવિધ સંકલિત મોડલ ઉભરી આવ્યા છે. બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રમાં ખાસ કરીને કેબલ ટીવીના ડિજિટલાઇઝેશન સાથે, ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા અને વિવિધ ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ નિયંત્રણની જરૂરિયાત અનુભવાઈ છે. આ કારણસર સરકાર જૂના કાયદામાં ફેરફાર કરી રહી છે. અને તેને નવું પ્રારૂપ આપીને નવા સંસોધનો કરીને પ્રસ્તુત કરવા માંગે છે.

શું છે બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) ખરડો, 2023?

બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) ખરડો, 2023 વર્તમાન કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને હાલમાં દેશમાં બ્રોડકાસ્ટિંગ ક્ષેત્રને સંચાલિત કરતી અન્ય નીતિઓ સાથે દેશમાં બ્રોડકાસ્ટિંગ સેવાઓના નિયમન માટે એક માળખું પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. માર્ગદર્શિકામાં ફેરફાર લાવો. ટીવીની સાથે ઓવર ધ ટોપ (OTT), સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને કરંટ અફેર્સનો પણ આ ખરડોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ અનુસાર, ઓનલાઈન સમાચાર અને વર્તમાન બાબતોને લઈને કોઈપણ કન્ટેન્ટનું નિર્માણ કરતી સંસ્થાઓ અને વ્યક્તિઓને ડિજિટલ સમાચાર બ્રોડકાસ્ટર ગણવામાં આવ્યા છે. આમાં ન્યૂઝલેટર્સ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ, વીડિયો અને પોડકાસ્ટ બનાવનારાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તથા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર, સોશિયલ મીડિયા પોર્ટલ અને ઓનલાઈન સર્ચ એન્જિનને મધ્યસ્થી ગણવામાં આવ્યા છે. જોકે, હવે સરકારે નવું ખરડો લાવવાની વાત કરી છે, જેમાં આ વ્યાખ્યા બદલાઈ શકે છે. 

બ્રોડકાસ્ટિંગ સર્વિસીસ (રેગ્યુલેશન) ખરડો, 2023માં શું નિયમો હતા?

બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) ખરડો, 2023 અનુસાર, ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ માટે તેમના કામ વિશેની જાણકારી માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB)ને આપવી ફરજિયાત હતી. બ્રોડકાસ્ટર્સએ તેમના કન્ટેન્ટની દેખરેખ કરવા માટે મૂલ્યાંકન સમિતિની પણ નિમણૂક કરવી પડશે, જો તેઓ  સમિતિની નિમણુક  નહી કરેતો તેમને ભારે દંડ થઈ શકે છે. પહેલીવાર નિયમના ઉલ્લંઘન માટે 50 લાખ રૂપિયા અને આગામી ત્રણ વર્ષમાં બીજા ઉલ્લંઘન માટે 2.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં છે.

આ પણ વાંચો: સ્લમ ટુરિઝમના નામે ગરીબાઈની રોકડીઃ વિદેશીઓને આકર્ષતી મુંબઈ-દિલ્હીની ઝૂંપડપટ્ટીથી ભારતની છબિ પર ધબ્બો

શા માટે સરકાર લાવી રહી છે નવો ખરડો?

હકીકતમાં બ્રોડકાસ્ટિંગ સર્વિસિસ (રેગ્યુલેશન) ખરડો, 2023માં ખૂબ જ કડક નિયમો છે અને તેની ઘણી ટીકા કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે સરકાર ખરડો ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સની કામગીરી સરળ કરવાના બદલે તેમને સેન્સરશિપ હેઠળ લાવવાના પ્રયાસ કરી રહી છે તેવું જણાઈ રહ્યું હતું. આ સિવાય ઘણાં લોકોએ આ ખરડોને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવનારૂ ગણાવ્યું હતું. ડિજીપબ અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા જેવા જૂથોએ દાવો કર્યો હતો કે આ ખરડો બનાવતા પહેલા ડિજિટલ મીડિયા સંસ્થાઓ અને નાગરિક સમાજના સંગઠનો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો ન હતો.

વિપક્ષે આ ખરડાનો પુરજોર વિરોધ કર્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકાર પર સોશિયલ મીડિયા, ઓટીટી જેવા ડિજિટલ પ્લેટફોર્મ અને સ્વતંત્ર રૂપે લખતા અને બોલનારા પત્રકારો અને લેખકોને ચૂપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ  બધા કારણોસર સરકારે ખરડો સંસદમાં રજુ કર્કાયો ન હતો. અહીં સૌથી અગત્યનું એ છે કે સરકારે સૂચનો અને ટિપ્પણીઓ મેળવવા માટેનો સમયગાળો લંબાવ્યો છે અને કહ્યું છે કે તે વિગતવાર પરામર્શ પછી નવો ડ્રાફ્ટ બહાર પાડશે.

વિપક્ષ જેનો વિરોધ કરી રહ્યું છે તે બ્રૉડકાસ્ટિંગ ખરડો શું છે? હજુ સુધી કાયદો કેમ નથી બન્યો? 2 - image


Google NewsGoogle News