Get The App

નવા સંસદભવનના ઉદ્ધઘાટન સાથે ચર્ચાય છે તે સેંગોલ શું છે ? જાણો સેંગોલનો ઇતિહાસ

ચોલ રાજવંશમાં સત્તાનું હસ્તાંતરણ સેંગોલ (રાજદંડ) દ્વારા થતું હતું

આ સેંગોલ દ્વારા જ બ્રિટીશ રાજ અને ભારત વચ્ચે સત્તાનું હસ્તાંતરણ થયું હતું.

Updated: May 24th, 2023


Google NewsGoogle News
નવા સંસદભવનના ઉદ્ધઘાટન સાથે ચર્ચાય છે તે સેંગોલ શું છે ? જાણો સેંગોલનો ઇતિહાસ 1 - image


નવી દિલ્હી,૨૪ મે,૨૦૨૩,બુધવાર 

૨૮ મે ના રોજ નવા સંસદભવનનું ઉદઘાટન થવાનું છે. આ સંસદભવનમાં સેંગોલની સ્થાપના થવાની છે. સંસદની નવી ઇમારતના ઉદઘાટન કાર્યક્રમનો કોંગ્રેસ સહિતના વિપક્ષો રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુને આમંત્રણ આપવાનો આગ્રહ કરી રહયા છે. આ મુદ્વે કોંગ્રેસ અને કેટલાક સાથી પક્ષો દ્વારા બહિષ્કાર કરવામાં આવી રહયો છે. આ વિવાદની વચ્ચે શેંગોલ  સ્થાપનાની પણ ચર્ચા થાય છે આથી આ શેંગોલ શું છે તે જાણવું જરુરી છે. 

૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં ભારતને આઝાદી મળવાની હતી ત્યારે બ્રિટીશ સરકારના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટને સત્તા હસ્તાતંરણ કરવા માટે એક સિંબોલનો વિચાર કર્યો હતો. માઉન્ટ બેટને સત્તા હસ્તાંતરણ શું હાથ મિલાવીને કરવામાં આવશે ? કે પછી બીજુ શું વિચારી શકાય છે ? આ અંગે બેટને જવાહરલાલ નેહરુને વિચાર કરવા આગ્રહ કર્યો હતો. પંડિત જવાહરલાલ આ બાબતે રાય લેવા સી રાજગોપાલાચારી પાસે ગયા હતા. રાજગોપાલાચારીએ ઘણા સમય સુધી વિચારતા રહયા અને ઇતિહાસ ફંફોસતા લાગ્યા હતા. રાજ ગોપાલાચારી ભારતના ઇતિહાસના અભ્યાસુ વિદ્વાન હતા.

નવા સંસદભવનના ઉદ્ધઘાટન સાથે ચર્ચાય છે તે સેંગોલ શું છે ? જાણો સેંગોલનો ઇતિહાસ 2 - image

તેમના ધ્યાનમાં આવ્યું કે ભારતમાં સૌથી પ્રાચીન અને લાંબા સમય સુધી ચાલેલા રાજવંશોમાં ચોલ રાજવંશમાં સત્તાનું હસ્તાંતરણ સેંગોલ (રાજદંડ) દ્વારા થતું હતું.૯ મી સદીથી ૧૩ મી સદી વચ્ચે હિંદુ સામ્રાજયમાં એક રાજા બીજા રાજાને ગાદી સોંપતો હતો ત્યારે પ્રતિકાત્મક રીતે આપતો હતો.ચોલ રાજવંશમાં સત્તા હસ્તાંતરણ સમયે સામ્રાજયના મુખ્ય પુજારી ભગવાન શિવની પૂજા આરાધના કરવામાં આવતી હતી.

સી રાજગોપાલચારીએ વિચાર્યુ કે દેશ અંગ્રેજોની દાસતામાંથી મુકત થઇ રહયો છે ત્યારે સત્તા હસ્તાંતરણ માટે આ દંડથી બીજુ સારુ શું હોઇ શકે ? રાજાજીએ જવાહરલાલ નેહરુને વાત કરતા તેમના સૂચનને સ્વીકારી લેવામાં આવ્યું હતું. એક ડોક્યુમેન્ટરી અનુસાર રાજાજીએ તમિલનાડુના તિરુવાવડુરઇ આદિનમ મઠનો સંપર્ક કર્યો હતો. આ મઠની સ્થાપના ૫૦૦ વર્ષ પહેલા થઇ હતી. આ સ્થળે એક સમયે ચોલ રાજવંશની સત્તા હતી.

નવા સંસદભવનના ઉદ્ધઘાટન સાથે ચર્ચાય છે તે સેંગોલ શું છે ? જાણો સેંગોલનો ઇતિહાસ 3 - image

મઠના ગુરુજીને વાત કરી, ગુરુજીએ વાત સ્વીકારી પરંતુ ગુુરુનું આરોગ્ય સારુ રહેતું ન હતું. મઠના પ્રમુખ સ્વામીએ સેંગોલ તૈયાર કરવાની જવાબદારી મદ્રાસના જાણીતા જવેલર્સ વુમ્મિડી બંગારુને સોંપી હતી.છેવટે સેંગોલ તૈયાર કરવામાં આવ્યો જેની ઉપર નંદી બિરાજમાન છે જે શકિત, એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. આ સેંગોલને એક ખાસ ફલાઇટ દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવ્યો હતો. આ સેંગોલ ૧૪ ઓગસ્ટ ૧૮૪૭ના રોજ રાત્રે લોર્ડ માઉન્ટબેટને સોંપ્યો હતો. સેંગોલને ગંગાજળથી શુધ્ધ કરવામાં આવ્યો હતો. આ સેંગોલ દ્વારા જ બ્રિટીશ રાજ અને ભારત વચ્ચે સત્તાનું હસ્તાંતરણ થયું હતું. 


Google NewsGoogle News