Get The App

MSPનું ભૂત ફરી ધૂણ્યું! શું છે મામલો અને શા માટે નથી આવતો ઉકેલ ? જાણો બધુ જ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
MSPનું ભૂત ફરી ધૂણ્યું! શું છે મામલો અને શા માટે નથી આવતો ઉકેલ ? જાણો બધુ જ 1 - image


Farmers Protest : નવેમ્બર 2021માં કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાના પ્રસ્તાવને બંને ગૃહોમાં પસાર કરી દીધા હતા. તેની સાથે જ ખેૂતોએ વધુ એક માંગ કરી હતી કે તેમના પાકો પર સરકાર લઘુત્તમ ટેકાના ભાવ પર ગેરેન્ટી આપી એટલે આ મામલે સરકાર એક કાયદો બનાવે. આ માંગને લઈને ખેડૂતો આજે પંજાબ, હરિયાણા, દિલ્હીની બોર્ડર જોવા મળી રહ્યા છે. સામાન્ય લોકો માટે એ સમજવું ઘણું જરૂર છે કે અંતે લઘુત્તમ ટેકાના ભાવ એટલે MSPનો મામલો શું છે? અંતે સરકાર અને ખેડૂતો મળીને આ સમસ્યાનો ઉકેલ શા માટે નથી શોધી શકી રહ્યા. શું હકિકતમાં ખેડૂતોની માંગ યોગ્ય છે? કે પછી ખેડૂતોનો ઉપયોગ કોઈ રાજનીતિ માટે થઈ રહ્યો છે? આ તમામ સવાલોનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે.

શું છે MSPનું ગણિત?

ખેડૂતોનો ફાયદો પહોંચાડવા અને તેમને કોઈપણ નુકસાનથી બચાવવા માટે પાકો પર લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા ઘણા વર્ષોથી ચાલી રહી છે. કેન્દ્રીય સરકાર પાકોના મિનિમમ ભાવ નક્કી કરે છે જેને MSP કે પછી લઘુત્તમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. તેને એક ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જો ક્યારેય પાકના ભાવ બજારના હિસાબથી ઓછા આવે છે, ત્યારે પણ સરકાર MSP પાકોને ખરીદે છે. અંદાજિત 60 વર્ષ પહેલા તત્કાલિન સરકારે દેશને અનાજની અછતથી બચાવવા માટે ઘઉં પર MSP શરૂ કર્યું હતું. જોકે, સરકાર સીધા ખેડૂતોથી ઘઉંને ખરીદીને પીડીએસ સ્કીમ હેઠળ ગરીબોમાં વહેંચી શકે.

ખેડૂતોને કઈ વાતનો ડર?

ત્રણ કૃષિ કાયદાઓને પરત લીધા બાદ પણ ખેડૂતોની સરકાર પ્રત્યે નારાજગી અને ડિમાન્ડ અને ડર કઈ વાતનો છે, આ વાત પણ સમજવી જરૂરી છે. સવાલ MSPનો છે અને ડર તેનો જ છે. MSP આ આધાર પર નક્કી થાય છે કે ખેડૂતોને તેમની કૉસ્ટનું 50 ટકા રિટર્ન મળી શકે, પરંતુ એવું થતું નથી. કેટલીક જગ્યાઓ અને સમયે ખેડૂતોએ ઓછી કિંમત પર પાકની ખરીદી કરવામાં આવે છે. ત્યાં સુધી તેના પર કોઈ કાયદો નથી. તેવામાં ખેડૂતોની વાત સાંભળશે. જ્યારે કાયદો નથી, માત્ર નિયમ છે તો સરકાર ઈચ્છે તો MSP ગમે ત્યારે રોકવામાં આવે અથવા ખતમ કરી શકાય છે. આ વાતનો ડર ખેડૂતોમાં છે.

MSPથી કેટલો લાભ?

આ વાત સમજવું ઘણું જરૂરી છે કે સરકાર તમામ પાકો પર MSP નહીં આપે. સરકાર તરફથી 24 પાકો પર MSP નક્કી થાય છે. એગ્રીકલ્ચર મિનિસ્ટ્રીના કમીશન ફૉર એગ્રીકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસિસ ડિપાર્ટમેન્ટ તરફથી શેરડીની MSP નક્કી કરવામાં આવે છે. આ એક ડિપાર્ટમેન્ટ તરીકે સૂચન આપે છે. આ કોઈ ઓર્ગેનાઈઝેશન નથી જે કાયદા તરીકે MSP નક્કી કરી શકે. આ માત્ર એક વિભાગ છે જે સૂચન આપે છે, આ કોઈ એવી સંસ્થા નથી જે કાયદાકીય રીતે MSP લાગૂ કરી શકે.

ઓગસ્ટ 2014 એટલે અંદાજિત 10 વર્ષ પહેલા શાંતા કુમાર કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, દેશમાં માત્ર 6 ટકા ખેડૂતોને MSPનું બેનિફિટ મળી શકે છે. બિહારમાં તો MSP પર ખરીદી જ નથી થતી. ત્યાં રાજ્ય સરકાર તરફથી પ્રાઈમરી એગ્રીકલ્ચર કૉપરેટિવ સોસાયટી એટલે પેક્સની રચના કરાઈ હતી જે ખેડૂતોથી ડાયરેક્ટ અનાજ ખરીદે છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે પેક્સ ઘણા અનાજની ખરીદે છે અને મોડું પેમેન્ટ કરે છે. ખેડૂતોને વધુ પડતા પાક ઓછી કિમત પર જ વચેટિયાઓને વેચવી પડે છે.

ફગાવવામાં આવી શકે છે ખેડૂતોનો તર્ક?

ખેડૂત સમૂહ યૂનિવર્સલ MSP માટે એક કાયદાની પણ માંગ કરાઈ રહી છે, એટલે ખેડૂતોના તમામ પાકને કેન્દ્ર સરકાર દ્વારા MSP પર ખરીદી માટે ખુલ્લો હોવો જોઈએ. આમ તો આ તર્કને કેટલાક આંકડાઓથી ફગાવી શકાય છે. પહેલા નાણાકીય વર્ષ 2020માં કૃષિ ઉપજનું કુલ મૂલ્ય 40 લાખ કરોડ છે. જેમાં ડેરી, ખેતી, પશુધન, બાગ અને MSP પાકોના ઉત્પાદન સામેલ છે. બીજા નાણાકીય વર્ષ 2020માં કુલ કૃષિ ઉત્પાદનનું બજાર મૂલ્ય 10 લાખ કરોડ રૂપિયા છે. જેમાં 24 પાકો સામેલ છે જે MSPના દાયરામાં સામેલ છે.

10 લાખ કરોડનો બોજો

નાણાકીય વર્ષ 2020 માટે કુલ MSP ખરીદ 2.5 લાખ કરોડ રૂપિયા, એટલે કુલ કૃષિ ઉપજના 6.25 ટકા અને MSP હેઠળ ઉત્પાદન લગભગ 25 ટકા છે. જો MSP ગેરેન્ટી કાયદો લાવવામાં આવે છે, તો સરકાર પર ઓછામાં ઓછા દર વર્ષે 10 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. ખાસ વાત એ છે કે, આ રકમ સરકારના તે કેપિટલ એક્સપેન્ડિચરની બરાબર છે, જે દેશના ઈન્ફ્રા પર ખર્ચ થવાનો છે. ચોંકાવનારી વાત એ છે કે ગત 7 વર્ષમાં સરકારે સરેરાશ 10 લાખ કરોડ રૂપિયા દર વર્ષે ઈન્ફ્રા પર પણ ખર્ચ ન કર્યો. વર્ષ 2016થી 2013 વચ્ચે ઈન્ફ્રા પર કુલ ખર્ચ 67 લાખ કરોડ રૂપિયા છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે, યૂનિવર્સિલ MSPનો કોઈ ઈકોનેમિક અને ફિસ્કલ મતલબ નથી. આ સરકાર વિરૂદ્ધ એક રાજનીતિથી પ્રેરિત તર્ક છે જેને ગત 10 વર્ષોમાં રેકોર્ડ વેલફેયર સ્કીમનું એલાન કર્યું છે.

ક્યાંથી આવ્યા 10 લાખ કરોડ?

જો ખેડૂતોનો તર્ક માની પણ લઈએ અને એ વાત પર પણ સહમત થઈ જઈએ કે સરકાર બધા પૈસા ખર્ચ કરશે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે 10 લાખ કરોડ રૂપિયા આવશે ક્યાંથી? શું દેશનું ઈન્ફ્રા અને ડિફેન્સથી સરકારી ખર્ચને ઓછો કરવાના પક્ષમાં થશે? શું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સને વધારવા માટે પક્ષમાં કોઈ છે કે હશે? તેવામાં સમસ્યા કૃષિ અથવા આર્થિક નથી. સમગ્ર મામલો રાજનીતિથી પ્રેરિત છે. જેને 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઉઠાવવાનો પ્રયયાસ કરાઈ રહ્યો છે. જેથી આ ચૂંટણીઓને કોઈ રીતે અસર પહોંચાડી શકાય. વાર્ષિક 10 લાખ કરોડ રૂપિયાનું બજેટ દેશની ઇકોનોમિક ઝડપને પાટા પરથી ઉતારી શકે છે. જે હાલના સમયમાં દુનિયાના કોઈ મોટા દેશના મુકાબલે સૌથી ઝડપી છે.



Google NewsGoogle News