સરકારી શાળામાં શિક્ષક બનવા માટે હવે BEd માન્ય નહીં! ITEP કોર્ષ ફરજીયાત કરવો પડશે, જાણો ડિટેઈલ્સ
શૈક્ષણિક વર્ષ 2023-24 માટે 41 યુનિવર્સીટીમાં પાયલટ પ્રોજેક્ટમાં 4 વર્ષનો BEd પ્રોગ્રામ થશે શરુ
NET પ્રવેશ પરીક્ષા માટે આવતા અઠવાડિયાથી ઓનલાઈન એપ્લીકેશન શરુ કરશે
What is ITEP Course: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સરકારી સ્કુલમાં ટીચર બનવા માટે BEd કોર્સ માન્ય નહી ગણાય. હવે ટીચર બનવા માટે ITEP કોર્સ કરવો વધુ જરૂરી છે. આ કોર્ષને નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા ડીઝાઇન કરવામાં આવ્યો છે. 2020 માં NCTEની ભલામણને ધ્યાનમાં રાખીને NEP 4 વર્ષનો BEd પ્રોગ્રામ શરુ કરે છે. જેને ઇન્ટીગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) નામ આપવામાં આવ્યું છે. આ 4 વર્ષના કોર્સ બાદ જ વર્ષ 2030 પછી ITEP કોર્સના માધ્યમથી જ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેને જરૂરી ક્વોલિફિકેશન ગણવામાં આવશે.
ITEP કરવામાં આવશે ફરજીયાત
આ બાદ BEd કોર્સ માત્ર એકેડમિક રીતે જ શરુ રહેશે. તે ભણ્યા પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કે PHd કરી શકાશે. આવતા શૈક્ષણિક વર્ષથી જ BEd કોલેજોમાં ITEP કોર્સ શરુ થઇ જશે. એક મહત્વની બાબત એ પણ છે કે નજીકના સમયમાં જ પ્રાથમિક શિક્ષણથી લઇને ઉચ્ચ શિક્ષા સુધી નેશનલ એજ્યુકેશન પોલીસી અમલ કરી દેવામાં આવશે. આ સિવાય શિક્ષણમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવશે. આ જ ક્રમમાં વર્ષ 2030થી 4 વર્ષીય BEd અથવા 4 વર્ષીય ઇન્ટીગ્રેટેડ ટીચર્સ એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP) ડીગ્રી ફરજિયાત કરવાની તૈયારીઓ છે.
41 યુનિવર્સિટીઓમાં 4 વર્ષનો BEd પ્રોગ્રામનો પાયલોટ પ્રોજેક્ટ
નેશનલ એજ્યુકેશન પ્રોગ્રામ (NEP) 2020 ની ભલામણો હેઠળ, કિન્ડરગાર્ટનથી ધોરણ 12 સુધી શિક્ષકોની લાયકાત નક્કી કરવામાં આવી છે. જેમાં BA-BEd, BSc-BEd અને BCom-BEdનો સમાવેશ થાય છે. હાલમાં, શૈક્ષણિક સત્ર 2023-24 થી 41 યુનિવર્સિટીઓમાં પાયલોટ પ્રોજેક્ટમાં 4 વર્ષનો BEd પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આવતા અઠવાડિયે આ નેશનલ કોમન એન્ટ્રેસ એક્ઝામ માટે ઑનલાઇન એપ્લિકેશન વિંડો ખોલશે. નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન (NCETE) NEP 2020 ની ભલામણો અનુસાર 4 વર્ષનો BEd પ્રોગ્રામ શરૂ કરી રહી છે.
એડમીશન મેળવવા માટેના માપદંડ
એન્ટ્રેસ એક્ઝામ આપનારને મેરીટના આધારે કોર્સમાં એડમીશન મળશે. આ નવા BEd પ્રોગ્રામને નવી રીતે ભણાવવા માટે નવા એજયુકેશન મોડેલ તૈયાર કરવામાં આવશે. જેના માટે 2024-25ના સત્ર માટે 4 વર્ષીય ITEP પાયલટ પ્રોજેક્ટ માટે યુનિવર્સીટી પાસેથી આવેદન મંગાવવામાં આવશે.
UGC દ્વારા રિક્રુટમેન્ટ પોર્ટલ લોન્ચ
આ પ્રોગ્રામ માટે ફેકલ્ટીની ભરતી કરવા માટે UGC દ્વારા સેન્ટ્રલ યુનિવર્સીટી ફેકલ્ટી રિક્રુટમેન્ટ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. આ પોર્ટલની મદદથી યુનિવર્સીટીમાં પ્રોફેસર કે પ્રોફેસર માટે અપ્લાય કેવું સરળ બનશે. UGCના ચેરમેન એમ. જગદીશ કુમાર દ્વારા 2 મે, 2023ના રોજ આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અ સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ પોર્ટલ યુઝર ફ્રેન્ડલી છે તેમજ ભરતી પ્રકિયા માટે તમામ ઉમેદવારોને ઉપયોગી સાબિત થશે.