ISIS-K શું છે ? જેણે મોસ્કોમાં ખ્રિસ્તીઓ ઉપર કેર વરસાવ્યો : રશિયા સાથેની દુશ્મની આટલી કટ્ટર કેમ છે ?

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
ISIS-K શું છે ? જેણે મોસ્કોમાં ખ્રિસ્તીઓ ઉપર કેર વરસાવ્યો : રશિયા સાથેની દુશ્મની આટલી કટ્ટર કેમ છે ? 1 - image


- ISIS-K અત્યંત ધર્માંધ અને ધર્મઝનૂની છે ......

- મધ્યયુગની ખિલાફત ફરી સ્થાપવા આતુર આ જૂથ ઉત્તર અફઘાનિસ્તાન પૂર્વોત્તર ઇરાન અને મ.એશિયામાં પ્રસરેલા ખોરાસન કહેવાતા પ્રદેશમાં રહ્યું છે માટે તે ISIS-K કહેવાય છે

નવીદિલ્હી : રશિયાનાં પાટનગર મોસ્કોમાં ચાલી રહેલાં એક મ્યુઝિક કોન્સોર્ટ દરમિયાન થયેલા આતંકી હુમલામાં ૬૦થી વધુનાં મોત થયાં છે અને ૧૪૫ જેટલાં ઇજાગ્રસ્ત થયા છે.

સૈનિકોનો જ ગણવેશ પહેરી તેવો કોન્સર્ટ હોલ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં તેઓએ ખ્રિસ્તીઓ ઉપર વેર વાળ્યાનો સંતોષ લીધો તે પછી તેવો તૂર્ત જ જે મોટરમાં આવ્યા હતા તેમાં જ બેસી નાસી ગયા.

આ હુમલો એવા સમયે થયો છે કે જ્યારે માત્ર થોડા દિવસો પૂર્વે જ પ્રમુખ પુતિને પાંચમી વાર પ્રમુખપદે ચૂંટાઈ આવી વિક્રમ સર્જી દીધો. આ સાથે ચીન-ઉ.કોરિયા અને રશિયાની બનેલી એક રાજકીય અને સેનાકીય ધરી પણ રચાઈ રહી છે.

હવે ત્યાં ઇસ્લામિક કટ્ટરપંથીઓ પોતાને ISIS-K ઇસ્લામિક-સ્ટેટ ઓફઈરાક એન્ડ સીરીયાની (ખિલાફત)ની રચના માટે આતુર છે. મધ્યયુગમાં બગદાદની ખિલાફત પૂર્વે સિંધુના પશ્ચિમ તટથી શરૂ કરી પશ્ચિમે ઇજીપ્તથી શરૂ કરી છેક મોરોક્કો સુધી પ્રસરેલ હતી.

આઇએસઆઈએસ કે (ખોરાસની) સંગઠન અત્યંત ઝનૂની અને હિંસક છે. તે ઉત્તર અફઘાનિસ્તાન મધ્ય એશિયાનાં તાજિકીસ્તાન, ઉઝવેગીસ્તાન અને ઉત્તર પૂર્વ ઈરાનના પર્વતીય પ્રદેશમાં પ્રસર્યું છે. તે અત્યંત ઝનૂની અને હિંસક જૂથ છે. જોકે અફઘાનિસ્તાનમાં તાલિબાનો પ્રબળ બન્યા પછી તેમની અફઘાનિસ્તાનમાં પકડ ઓછી થઈ છે. આવાં તો ઇસ્લામ પંથીઓનાં બીજાં ઘણાં કટ્ટરપંથી જૂથો છે. તેમાં આઇએસઆઈએસ સૌથી વધુ કટ્ટરપંથી છે.

તેમને રશિયા સાથે વેર થવાનું કારણ તે છે કે સીરીયામાં પ્રમુખ બશર સંસદનાં શાસનને સહાય કરવા રશિયાએ સૈનિકો મોકલ્યા છે. આ સંસદની સામે આઇએસઆઈએસ લડી રહ્યું છે. તેઓ સંસદના સૈનિકોની છાવણીઓ ઉપર હુમલા કરે છે. તેનો રશિયન સૈનિકો કટ્ટર જવાબ આપે છે.

એક્સપર્ટસ કહે છે કે આઈએસઆઇએસ કે રશિયાને એવા દેશ તરીકે જુવે છે કે જે મુસ્લિમો ઉપર જુલ્મ ગુજારે છે. રશિયા ઈસાઈ દેશ છે. ઇસાઈઓ સાથે ઇસ્લામ પંથીઓને સૈકાઓ જૂનું વેર છે. સીરીયામાં રશિયાની હાજરી ઇસાઈઓની હાજરી માને છે. તેઓ તેને નફરત કરે છે. ઇસાઈઓની કત્લે-એ-આમ કરવા હંમેશાં આતુર રહે છે.


Google NewsGoogle News