શું હોય છે વચગાળાનું બજેટ અને સરકાર શા માટે કરે છે તે રજૂ?, જાણો એ તમામ માહિતી

વચગાળાનું બજેટ એક કામચલાઉ નાણાકીય બજેટ છે

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના સવારે 11 કલાકે સંસદમા વચગાળાનું બજેટ 2024-2025 રજુ કરશે

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
શું હોય છે વચગાળાનું બજેટ અને સરકાર શા માટે કરે છે તે રજૂ?, જાણો એ તમામ માહિતી 1 - image
Image Twitter 

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ હશે. હવે સવાલ એ થાય છે કે આખરે આ વચગાળાનું બજેટ શું હોય છે અને આ સામાન્ય બજેટથી અલગ કેમ હોય છે. આવા અનેક સવાલોના જવાબો આજે આ આર્ટિકલ દ્વારા વિસ્તારથી આપીશું. 

Budget 2024 live updates : અહીં ક્લિક કરો

કેટલા પ્રકારના હોય છે બજેટ

વચગાળાનું બજેટ શું હોય છે? આ પહેલા બજેટ કેટલા પ્રકારના હોય છે તેના વિશે જાણવું જરુરી છે. ભારતમાં બજેટ મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં હોય છે, જેમાં સંતુલિત બજેટ, સરપ્લસ બજેટ અને ડેફિસિટ બજેટનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં બેલેન્સ્ડ બજેટમાં ઈન્કમ અને ખર્ચની માત્રાનું સામાન્ય હોવી જરૂરી છે. વળી, સરપ્લસ બજેટમાં સરકારની આવક ખર્ચ કરતાં વધુ હોય છે. ડેફિસિટ બજેટમાં સરકારના ખર્ચ તેની આવક કરતા વધુ હોય છે.

ક્યારે રજૂ થશે બજેટ

તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી 2024ના સવારે 11 કલાકે સંસદમા વચગાળાનું બજેટ  2024-2025 રજુ કરશે. વર્ષ 2001માં પહેલીવાર સવારે 11 કલાકે રજૂ કરવામાં આવ્યું હતું. બાજપેયી સરકાર આવ્યા પહેલા સાંજે પાંચ વાગે બજેટ રજૂ કરાતું હતું, પરંતુ યશવંત સિન્હાએ આ પ્રથાને તોડીને સવારે 11 કલાકે બજેટ રજૂ કરવાની પરંપરાની શરુઆત કરી હતી. 

શું હોય છે વચગાળાનું બજેટ

વચગાળાનું બજેટ એક કામચલાઉ નાણાકીય બજેટ છે, જે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ બજેટ ત્યાં સુધી માન્ય નથી થતું, જ્યાં સુધી નવી સરકાર શાસન ન સંભાળે. જેમ કે, આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે દેશમાં ચૂંટણી યોજાવાની છે. તેથી આ એક વચગાળાનું બજેટ હશે. વચગાળાનું બજેટ વાર્ષિક કે સામાન્ય બજેટથી અલગ હોય છે. તેમા નાણાકીય વર્ષના શરુઆતના મહિનાને કવર કરનારુ એક નાનું બજેટ બનાવવામાં આવે છે. આ બજેટથી સરકાર પોતાની આવક અને ખર્ચની રુપરેખા તૈયાર કરે છે, જેમાં તે ચૂંટણી પછી નવી સરકારની રચના થાય ત્યાં સુધી ચૂંટણી ખર્ચનું સરળતાથી સંચાલન કરી શકે. 



Google NewsGoogle News