Get The App

HMPV વાઇરસનો પહેલો કેસ 2001માં નોંધાયો હતો, તો 24 વર્ષમાં કેમ ન શોધાઈ કોઈ વેક્સિન?

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
HMPV Virus in India


HMPV Virus in India: દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) નામના વાઇરસે ચીનમાં એન્ટ્રી કરીને સૌને ડરાવી દીધા છે. હવે આ વાઇરસના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. ત્યારે હવે HMPVના વધી રહેલા જોખમ વચ્ચે ટોચની તબીબી સંસ્થા - ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)એ આજે મોટો દાવો કરતાં કહ્યું કે, 'HMPV વાઇરસ ભારત સહિત વિશ્વભરમાં પહેલેથી જ ફેલાયેલો છે.' જો કે, તેણે એ પણ જણાવ્યું કે, ભારત શ્વસન સંબંધી બીમારીઓમાં કોઈપણ સંભવિત વધારાને નિયંત્રિત કરવા માટે તૈયાર છે.

સંક્રમિત દર્દીઓએ કોઈ ઇન્ટરનેશનલ પ્રવાસ કર્યો નથી

મંત્રાલયે જણાવ્યું હતું કે ત્રણ મહિનાની બાળકી 3 જાન્યુઆરીના રોજ 'બ્રોંકોન્યૂમોનિયા'થી પીડિત હતી અને તેને બેંગલુરુની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તપાસ બાદ જાણવા મળ્યું હતું કે તે HMPVથી સંક્રમિત છે. આ ઉપરાંત બ્રોંકોન્યૂમોનિયાની પીડિત અન્ય એક આઠ મહિનાના બાળકને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તે પણ HMPVથી સંક્રમિત હોવાની જાણકારી મળી છે. 

મંત્રાલયે કહ્યું કે આ બંને દર્દીઓએ કોઈ ઇન્ટરનેશનલ પ્રવાસ કર્યો નથી. ભારત સહિત ઘણા દેશોમાં વાઇરસ પહેલેથી જ ફેલાયેલો છે અને વિવિધ દેશોમાંથી શ્વસન સંબંધિત રોગોના કેસ નોંધાયા છે.

ICMR HMPV ચેપના વેરિએન્ટ પર નજર રાખશે

મંત્રાલયે કહ્યું કે ICMR અને ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) નેટવર્કના ડેટાના આધારે એવું લાગે છે કે દેશમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અથવા ગંભીર તીવ્ર શ્વસનની બીમારી(SARI)ના કેસમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી. તે તમામ ઉપલબ્ધ સર્વેલન્સ માધ્યમો દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને ICMR સમગ્ર વર્ષ દરમિયાન HMPV ચેપના વેરિએન્ટ પર નજર રાખશે.

આ પણ વાંચો: પહેલા કોરોના, હવે HMPV... ચીનથી જ કેમ દુનિયાભરમાં ફેલાય છે વાયરસ? 1500 વર્ષ જૂનો છે ઈતિહાસ

આ વાઇરસનો પ્રથમ કેસ વર્ષ 2001માં પહેલીવાર સામે આવ્યો હતો. પરંતુ હવે આ વાઇરસને લઈને હાલત ગંભીર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ વાઇરસને લઈને કોઈ ખાસ રસી કે એન્ટીવાઇરસ હજુ સુધી શોધાઈ નથી. ગંભીર કિસ્સાઓમાં ઓક્સિજન થેરેપી, નસમાં પ્રવાહી અને કોર્ટીકોસ્ટેરોઈડ્સ જેવી સારવાર આપવામાં આવે છે.

HMPV વાઇરસનો પહેલો કેસ 2001માં નોંધાયો હતો, તો 24 વર્ષમાં કેમ ન શોધાઈ કોઈ વેક્સિન? 2 - image



Google NewsGoogle News